Home> Sports
Advertisement
Prev
Next

WTC Final: પાંચમાં દિવસે Jasprit Bumrah એ કરી મોટી ભૂલ, અચાનક મેદાનની બહાર ભાગવુ પડ્યું

WTC Final: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે World Test Championship ની ફાઇનલ રમાઈ રહી છે. પાંચમાં દિવસની પ્રથમ ઓવર જસપ્રીત બુમરાહે ફેંકી હતી. 

WTC Final: પાંચમાં દિવસે Jasprit Bumrah એ કરી મોટી ભૂલ, અચાનક મેદાનની બહાર ભાગવુ પડ્યું

નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે World Test Championship (WTC) ની ફાઇનલ મેચ રમાઈ રહી છે. મેચના પાંચમાં દિવસનું પ્રથમ સત્ર પૂરુ થઈ ગયું છે. પ્રથમ સત્રમાં ભારતીય ટીમે ત્રણ વિકેટ ઝડપી છે. લંચ સમયે કીવી ટીમનો સ્કોર 135/5 છે. ચોથા દિવસે વરસાદને કારણે દિવસ ધોવાયો હતો. પાંચમાં દિવસે પ્રથમ ઓવર ફેંકવા બુમરાહ આવ્યો હતો. 

બુમરાહથી થઈ ભૂલ
WTC ફાઇનલના પાંચમાં દિવસે જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) થી એક ભૂલ થી. બુમરાહ મેદાન પર ભૂલમાં WTC  ફાઇનલની જર્સી પહેરવાની જગ્યાએ ટીમની જૂની જર્સી પહેરીને આવી ગયો. બુમરાહે આ જર્સી પહેરી પ્રથમ ઓવર પણ ફેંકી અને બાદમાં તે જલદીથી દોડીને ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો અને પોતાની જર્સી બદલીને મેદાન પર આવ્યો હતો. 

વાયરલ થયો ફોટો
બુમરાહની જૂની જર્સીનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બુમરાહ આ ભૂલને કારણે સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવી ગયો છે. મેદાન પર આવી ઘટના ખુબ ઓછી જોવા મળે છે અને બુમરાહની આ ભૂલ પર લોકો મજા લઈ રહ્યાં છે. 

આ પણ વાંચોઃ ક્રિકેટ ઈતિહાસની સૌથી શરમજનક બેટિંગ! 2 રન પર ઓલઆઉટ થઈ ગઈ ટીમ

પાંચમાં દિવસે ભારતના બોલરોનું શાનદાર પ્રદર્શન
આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પાંચમાં દિવસે લંચ સમયે ન્યૂઝીલેન્ડે 5 વિકેટ ગુમાવી 135 રન બનાવ્યા છે. ન્યૂઝીલેન્ડે આ સત્રમાં 3 વિકેટ ગુમાવી છે અને માત્ર 34 રન બનાવ્યા છે. ભારત તરફથી શમીએ બે, ઈશાંત શર્માએ બે અને અશ્વિને એક વિકેટ ઝડપી છે. કેન વિલિયમસન 19 અને કોલિન ડિ ગ્રાન્ડહોમ 0 રન બનાવી ક્રીઝ પર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More