Home> India
Advertisement
Prev
Next

Corona Vaccine: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું, કોવિશીલ્ડ અને કોવૈક્સીન ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્ધ અસરકારક

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે 21 જૂને દેશભરમાં 88,09,000 કોવિડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.  40,43,000 વેક્સિનના ડોઝ કાલે મહિલાઓને લગાવવામાં આવ્યા અને 47,24,283 વેક્સિનના ડોઝ પુરૂષોને આપવામાં આવ્યા છે. 

Corona Vaccine: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું, કોવિશીલ્ડ અને કોવૈક્સીન ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્ધ અસરકારક

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, ડેલ્ટા વેરિએન્ટ ભારત સહિત કેટલા દેશમાં જોવા મળ્યો છે. કેન્દ્રીય સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ કે, ડેલ્ટા વેરિએન્ટ ભારત સહિત 80 દેશોમાં સામે આવ્યો છે. આ વેરિએન્ટને વૈશ્વિક સ્તર પર ચિંતાના રૂપમાં જોવામાં આવી રહ્યો છે. ડેલ્ટા વેરિએન્ટ પર કોરોના વિરોધી વેક્સિન કેટલી અસરકારક છે, તે સવાલ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે કહ્યુ કે, બંને વેક્સિન જે આપણે કોરોના રસીકરણ કાર્યક્રમમાં ઉપયોગ કરી રહ્યાં છીએ કોવિશીલ્ડ (Covishield) અને કોવૈક્સીન (Covaxin) ડેલ્ટા વેરિએન્ટ અસરકારક છે. પરંતુ તે કઈ હદ સુધી અને કયા પ્રમાણમાં એન્ટિબોડીઝ ઉત્પન્ન કરે છે, જે અમે ટૂંક સમયમાં તમારી સાથે શેર કરીશું.

આ સાથે તેમણે જણાવ્યું કે ડેલ્ટા પ્લસ વેરિએન્ટ 9 દેશોમાં જોવા મળ્યો છે. આ દેશ અમેરિકા, બ્રિટન, પોર્ટુગલ, સ્વિત્ઝર્લેન્ડ, જાપાન, પોલેન્ડ, નેપાળ, ચીન અને રશિયા વગેરે દેશ છે. ભારતમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 22 કેસ સામે આવ્યા છે. તે 22માંથી 16 કેસ રત્નાગિરી અને જલગાંવ (મહારાષ્ટ્ર) માં છે અને કેટલાક મામલા કેરલ અને મધ્યપ્રદેશમાં જોવા મળ્યા છે. 

આ પણ વાંચોઃ કોવૈક્સીન ત્રીજા તબક્કાની ટ્રાયલમાં 77.8% અસરકારક, DCGI ની એક્સપર્ટ કમિટીએ કરી સમીક્ષા

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યુ કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ઓથોરિટી (National Health Authority), કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને વિદેશ મંત્રાલય મળીને એક વૈશ્વિક વેબિનારની યોજના બનાવી રહ્યું છે. આ વેબિનારમાં એવા સંભવિત ઇચ્છુક દેશોને આમંત્રિત કરવામાં આવશે અને અમે તેની સાથે ટેક્નોલોજી અને સમાધાન શેર કરવા ઇચ્છુક હશું. 

રસીકરણ રજીસ્ટ્રેશનમાં કેટલાક લોકોને થઈ રહેલી મુશ્કેલી પર રાજેશ ભૂષણે કહ્યુ કે, ઘણીવાર આલોચના છતાં  CoWIN એપને વધુ પ્રશંસા મળી છે. તેણે ખુદને એક મજબૂત, સર્વ-સમાવેશી, સરળ આઈટી-આધારિત પ્લેટફોર્મના રૂપમાં સ્થાપિત કર્યું છે. 

આ પણ વાંચોઃ શું તમે વેક્સીન ન લેનાર વ્યક્તિને ડેટ કરશો... તમે શું આપશો આનો જવાબ?

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે 21 જૂને દેશભરમાં 88,09,000 કોવિડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.  40,43,000 વેક્સિનના ડોઝ કાલે મહિલાઓને લગાવવામાં આવ્યા અને 47,24,283 વેક્સિનના ડોઝ પુરૂષોને આપવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More