Home> Sports
Advertisement
Prev
Next

T20 World Cup માં ટીમ ઈન્ડિયાનો આગામી ગેમ પ્લાન શું હશે? કોહલીએ જણાવ્યો પ્લાન

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી20 વર્લ્ડકપની આગામી મેચ માટે છ દિવસનો બ્રેક હોવાના કારણે અમારી ટીમને આત્મમંથન અને નવેસરથી રણનીતિ બનાવવા માટે મદદ મળશે. ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ટી20 વર્લ્ડ કપની મેચ 31 ઓક્ટોબરે રમાશે.

T20 World Cup માં ટીમ ઈન્ડિયાનો આગામી ગેમ પ્લાન શું હશે? કોહલીએ જણાવ્યો પ્લાન

દુબઈ: પાકિસ્તાન વિરુદ્દ પહેલી મેચમાં 10 વિકેટથી મળેલી કારમી હાર પછી ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પોતાનો આગામી પ્લાન જણાવ્યો છે. કોહલીએ જણાવ્યું છે કે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી20 વર્લ્ડકપની આગામી મેચ માટે છ દિવસનો બ્રેક હોવાના કારણે અમારી ટીમને આત્મમંથન અને નવેસરથી રણનીતિ બનાવવા માટે મદદ મળશે. ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ટી20 વર્લ્ડ કપની મેચ 31 ઓક્ટોબરે રમાશે.

પાકિસ્તાન વિરુદ્ધ ભારતને મળી કારમી હાર
ટીમ ઈન્ડિયાને ટી20 વર્લ્ડકપમાં ત્રણ દશક પછી પહેલીવાર પાકિસ્તાનના હાથે હાર મળી છે. મેચ પછી પ્રેસ કોન્ફરન્સમાં આગામી મેચ પહેલા લાંબા બ્રેક વિશે પુછવામાં આવતા કોહલીએ જણાવ્યું હતું કે, દરેક દૃષ્ટિકોણથી આ અમારા માટે સારું રહેશે. અમે એક આખું સત્ર અને IPL રમીને આવી રહ્યા છીએ અને ત્યારપછી વર્લ્ડ કપ.

બ્રેકનો ભરપૂર ફાયદો મળશે
કોહલીએ વધુમાં જણાવ્યું હતું કે, આ રીતના મોટા બ્રેકથી ફિટનેસનું સ્તર જાળવી રાખવામાં મદદ મળે છે, કારણ કે આવી પ્રતિસ્પર્ધી ટૂર્નામેન્ટમાં પોતાનું સર્વેશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું હોય છે. કોહલીએ વધુમાં જણાવ્યું હતું કે, આ બ્રેકના કારણે આગામી મેચ પહેલા અમુક રણનીતિ અને તૈયારીઓ કરવા માટે થોડો સમય મળી જાય છે.

ટીમને મળશે ફાયદો
કોહલીએ વધુમાં જણાવ્યું હતું કે, ટી20 વર્લ્ડકપ હંમેશાં માટે ઘણી પ્રતિસ્પર્ધી ટૂર્નામેન્ટ હોયા છે. આ બ્રેકના કારણે અમને આગામી મેચમાં વાપસી કરવાનો મોકો મળશે. અમે આગામી સમયમાં પુરા આત્મવિશ્વાસ સાથે વાપસી કરીને અમારી રણનીતિ પર અમલ કરીશું. ટીમ તરીકે આ સારું થયું. અમને આત્મમંથન અને નવેસરથી તૈયારીઓ કરવાનો સમય મળી ગયો. કોહલીએ સ્વીકાર કર્યો કે અમારી ટીમ પાકિસ્તાન વિરુદ્ધ 19 સાબિત થઈ, પરંતુ પીચ પર ઝાકળના કારણે લક્ષ્યાંકનો પીછો કરવા માટે બેટિંગ કરનાર ટીમને મોટો ફાયદો મળ્યો હતો.

કોહલીએ વધુમાં ઉમેર્યું હતું કે, આગામી સમયમાં ટોસની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેશે. બીજા દાવમાં આ પ્રકારનું પીચ પર ઝાકળ રહેશે તો કોઈ પણ ટીમને વધારે રન બનાવવા પડશે. અમારા ખેલાડીઓને ખબર છે કે ભૂલ ક્યાં થઈ અને તેઓ તેમાં ચોક્કસ સુધારો લાવશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, અમને ખબર છે કે અમારાથી ભૂલ ક્યાં થઈ, જેના કારણે તસવીર સ્પષ્ટ છે અને આ ટીમ માટે સારી વાત છે. અમે અમારા નબળા પાસા પર વધુ મહેનત કરીને આગામી મેચમાં સારામાં સારું પ્રદર્શન કરીશું, કારણ કે અમારે હજુ ઘણી મેચ રમવાની છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More