Home> Gujarat
Advertisement
Prev
Next

બુટલેગર બનીને દારૂનું વેચાણ કરી રહ્યો હતો પોલીસકર્મી, હવે ઝડપાયો


હિંમતનગરમાં પોલીસકર્મી તરીકે ફરજ બજાવનાર એક વ્યક્તિ બુટલેગર બનીને દારૂનું વેચાણ કરી રહ્યો હતો. ભિલોડા પોલીસે તેની ધરપકડ કરી છે. 
 

બુટલેગર બનીને દારૂનું વેચાણ કરી રહ્યો હતો પોલીસકર્મી, હવે ઝડપાયો

સમિર બલોચ, અરવલ્લીઃ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બ્લેકમાં દારૂનો વેપાર મોટા પાયે ચાલે છે. અનેક જગ્યાએ દેશીની સાથે વિદેશી દારૂ પણ મળતો હોય છે. બુટલેગરો દારૂનું વેચાણ કરતા હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં એક પોલીસ જ બુટલેગર બનીને દારૂનું વેચાણ કરી રહ્યો હતો. અરવલ્લી પોલીસે કાર્યાવાહી કરતા તેની ધરપકડ કરી છે. 

દારૂ સાથે ઝડપાયો પોલીસકર્મી
હિંમતનગરના A ડિવિઝનમાં ફરજ બજાવતો પોલીસકર્મી વિદેશી દારૂ સાથે ઝડપાયો છે. પોલીસની જવાબદારી દારૂનું વેચાણ કરતા લોકો સામે કાર્યવાહી કરવાની છે. પરંતુ અહીં પોલીસકર્મી જ પોતાના હોદાનો લાભ લઈને બુટલેગર બની ગયો હતો. તે દારૂનું વેચાણ કરી રહ્યો હતો. ભિલોડા પોલીસે ટાકાટૂંકા પાસેથી બુટલેગર પોલીસકર્મીને ઝડપ્યો છે. તો દારૂ ભરેલી કાર લઈને નાસી છૂટેલા બે અન્ય આરોપીઓ ધનસોર પાસે કાર મૂકીને ફરાર થઈ ગયા હતા. 

આ પણ વાંચોઃ રાજ્યના યુવાનોનો રોજગારી મળે તે સરકારની પ્રાથમિકતા છેઃ CM ભૂપેન્દ્ર પટેલ

4.59 લાખનો મુદ્દામાલ મળ્યો
પોલીસમાં ફરજ બજાવતો કર્મી જ બુટલેગર બનીને દારૂનું વેચાણ કરી રહ્યો હતો. ભિલોડા પોલીસે કાર સહિત 4.59 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભિલોડા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More