Home> Sports
Advertisement
Prev
Next

Tokyo Olymipics Live Updates: ટેબલ ટેનિસમાં મનિકા બત્રા અને શરત કમલની જોડી હારી

આજે ભારત તીરંદાજી, નિશાનેબાજી, બેડમિન્ટન, હોકી, જૂડો, રોઈંગ, ટેબલ ટેનિસ, વેઈટલિફ્ટિંગમાં મેદાનમાં ઉતરશે.

Tokyo Olymipics Live Updates: ટેબલ ટેનિસમાં મનિકા બત્રા અને શરત કમલની જોડી હારી

Tokyo olympics live update: જાપાનના ટોકિયોમાં ચાલી રહેલા ઓલિમ્પિક રમતોત્સવનો આજે બીજો દિવસ છે. બીજા દિવસે ભારતના અનેક મહત્વના મુકાબલા છે. જેમાં પદક મુકાબલા પણ સામેલ છે. આજે ભારત તીરંદાજી, નિશાનેબાજી, બેડમિન્ટન, હોકી, જૂડો, રોઈંગ, ટેબલ ટેનિસ, વેઈટલિફ્ટિંગમાં સામેલ છે. 

ભારતીય જોડી હારી
મનિકા બત્રા અને શરત કમલની જોડી રાઉન્ડ ઓફ 16માં ચીની તાઈપેની જોડી સામે સીધી ગેમમાં 8-11, 6-11, 5-11, 4-11થી હારી છે. 

ટેબલ ટેનિસમાં પણ શરૂઆતના બે રાઉન્ડમાં હાર
ટેબલ ટેનિસમાં  ભારતનો મુકાબલો ચીન સામે છે. મનિકા  બત્રા અને શરત કમલની શરૂઆત સારી રહી નથી. તેઓ શરૂઆતના બે રાઉન્ડ હારી ચૂક્યા છે. 

સુશીલા દેવી પહેલા રાઉન્ડમાં હારી
ભારતીય જૂડોકા સુશીલા દેવી પહેલા રાઉન્ડમાં હારી, તેની મેચ હંગેરીની ઈવા સેરનોવિસ્કી સામે છે. 

ભારતે ન્યૂઝીલેન્ડને હરાવ્યું
ટોકિયો ઓલિમ્પિક્સમાં ભારતે જીતની શરૂઆત કરી દીધી છે. ન્યૂઝીલન્ડને આજની મેચમાં 3-2થી હરાવ્યું. મેચનો હીરો હરમનપ્રીત રહ્યો જેણે મેચમાં મહત્વના 2 ગોલ કર્યા. 

ન્યૂઝીલેન્ડે પણ કર્યો ગોલ
ન્યૂઝીલેન્ડના સ્ટેફિન જેનિસે પોતાની ટીમ માટે બીજો ગોલ કર્યો છે. આ મેદાની ગોલ હતો. ન્યૂઝીલેન્ડનો મેચમાં આ બીજો ગોલ છે. જો કે ભારત હજુ પણ 3-2થી આગળ છે. હજુ 15 મિનિટની રમત બાકી છે. 

ભારતે ન્યૂઝીલેન્ડ પર લીડ લીધી
પહેલા ક્વોર્ટર સુધી ભારત અને ન્યૂઝીલેન્ડનો સ્કોર 1-1 હતો. ત્યારબાદ ભારતે ન્યૂઝીલેન્ડ પર લીડ લઈ લીધી છે. પેનલ્ટી કોર્નરમાં મળેલી તકને હરમનપ્રીતે ગોલમાં ફેરવી. ભારત હાલ 3-1થી આગળ છે. 

પુરુષોનો હોકી મુકાબલો શરૂ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હવે હોકીનો મુકાબલો શરૂ થઈ ગયો છે. ભારતે શરૂઆતમાં જ પેનલ્ટી કોર્નર જીત્યો પરંતુ તે ગોલમાં ફેરવાઈ શક્યો નહીં. 

તીરંદાજીમાં એલિમિનેશન રાઉન્ડમાં ભારતની જીત
શુટિંગમાં ભલે ભારતને નિરાશા સાંપડી હોય પરંતુ તીરંદાજીથી સારા સમાચાર આવ્યા છે. ભારતે એલિમિનેશન રાઉન્ડમાં ચિયા એન લિન અને ચિહ ચુ તાંગ (ચીની તાઈપે)ને હરાવ્યા છે. ભારતની દીપિકા કુારી અને પ્રવીણ જાધવની ટીમે 5-3થી ટાઈપેને હરાવ્યા અને ક્વોર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી. 

અપૂર્વી ચંદેલા અને ઈલાવેનિલ વાલારિવન  બહાર
મહિલા 10 મીટર એર રાઈફલ ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભારત માટે આ નિરાશાજનક વાત છે કે વર્લ્ડ નંબર 1 ઈલાવેનિલ વાલારિવન અને પૂર્વ નંબર 1 અપૂર્વી ચંદેલા ક્વોલિફિકેશન રાઉન્ડમાંથી બહાર થયા છે. 626.5 અંકો સાથે ઈલાવેનિલ વાલારિવન 16માં નંબરે રહી. 

ઓલિમ્પિકમાં ભારત આજે આ ખેલોમાં જોવા મળશે

સવારે 6 વાગે- મિક્સ ટીમ અંતિમ આઠ મુકાબલામાં દીપિકા કુમારી અને પ્રવીણ જાધવ વિરુદ્ધ ચિયા એન લિન અને ચિહ ચુન તાંગ (ચીની તાઈપે)

બપોરે 12.55 વાગે- બ્રોન્ઝ મેડલ મેચ
બપોરે 13.15 વાગે - ગોલ્ડ મેડલ મેચ

બેડમિન્ટન 
સવારે 8.50 વાગે- પુરુષ ડબલ્સ ગ્રુપ એ મેચમાં સાત્વિક સાઈરાજ રંકી રેડ્ડી-ચિરાગ શેટ્ટી વિરુદ્ધ યાંગ લી-ચી લિન વાંગ (ચીની તાઈપે)

સવારે 9.30 વાગે- પુરુષ સિંગલ્સ ગ્રુપ ડી મેચ બી સાઈ પ્રણીત વિરુદ્ધ મિશા ઝિલ્બરમેન (ઈઝરાયેલ)

બોક્સિંગ
69 કિલોગ્રામના અંતિમ 32 મુકાબલામાં વિકાસ કૃષ્ણ vs સેવોનરેટ્સ ક્વિકી મેનસાહ ઓકાજાવા (જાપાન)

હોકી
સવારે 6.30 વાગે પુરુષોના પૂલ એ મેચ માં ભારત vs ન્યૂઝીલેન્ડ
સવારે 5.15 વાગે મહિલા પૂલ એ મેચમાં ભારત vs નેધરલેન્ડ

જૂડો
સવારે 7.30 વાગે શરૂ
દિવસનો 10મો મુકાબલો મહિલાઓના 48 કિલોગ્રામ વર્ગના અંતિમ 32 મુકાબલામાં સુશીલા દેવી લિકમબમ vs ઈવા સેરનોવિસ્કી (હંગરી)

રોઈંગ
સવારે 7.30 વાગે પુરુષોની લાઈટવેટ ડબલ સ્કલ્સની બીજી હિટમાં અર્જૂન લાલ જાટ અને અરવિંદ સિંહ

શુટિંગ
સવારે 5 વાગે મહિલાઓની 10 મીટર એર રાઈફલ ક્વોલિફિકેશનમાં અપૂર્વી ચંદેલા અને ઈલાવેનિલ વાલારિયન

સવારે 7.15 વાગે મહિલાઓની 10 મીટર એર રાઈફલ ફાઈનલ

સવારે 9.30 વાગે પુરુષોની 10 મીટર એર રાઈફલ ક્વોલિફિકેશનમાં અભિષેક વર્મા અને સૌરભ ચૌધરી

બપોરે 12 વાગે પુરુષોની 10 મીટર એર રાઈફલ ફાઈનલ

ટેબલ ટેનિસ
સવારે 8.30 વાગે મિક્સ યુગલ પ્રી ક્વાર્ટર ફાઈનલ મેચમાં અચંતા શરત કમલ અને મનિકા બત્રા વિરુદ્ધ યું જૂ લિન અને ચિંગ ચેંગ (ચીની તાઈપે)

બપોરે 12 15 વાગે- મહિલા સિંગલ્સના પહેલા રાઉન્ડમાં મનિકા બત્રા vs ટિન ટિન હો (ગ્રેટ બ્રિટન)

બપોરે 1.00 વાગે- મહિલા સિંગલ્સના પહેલા રાઉન્ડમાં સુતીર્થા મુખર્જી vs લિન્ડા બર્ગસ્ટ્રોમ (સ્વીડન)

ટેનિસ
સવારે 7.30 થી શરૂ

દિવસનો બીજો મુકાબલો પુરુષ સિંગલ્સના પહેલા રાઉન્ડની મેચમાં સુમિત નાગલ vs ડેનિસ ઈસ્તોમિન (ઉઝબેકિસ્તાન)

વેઈટલિફ્ટિંગ
સવારે 10.20 વાગે મહિલાઓના 49 કિલોગ્રામ વર્ગવમાં મીરાબાઈ ચાનુ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More