Home> Sports
Advertisement
Prev
Next

IND VS SL: છેલ્લી મેચમાં શ્રીલંકાએ મારી બાજી, ક્લીન સ્વીપ કરવાથી ચૂક્યું ભારત

ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની ત્રીજી મેચ આજે કોલંબોના (Colombo) આર પ્રેમાદાસા સ્ટેડિયમમાં (R Premadasa Stadium) રમાઈ હતી. શ્રીલંકાએ આ મેચ ત્રણ વિકેટથી જીતી લીધી હતી

IND VS SL: છેલ્લી મેચમાં શ્રીલંકાએ મારી બાજી, ક્લીન સ્વીપ કરવાથી ચૂક્યું ભારત

નવી દિલ્હી: ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની ત્રીજી મેચ આજે કોલંબોના (Colombo) આર પ્રેમાદાસા સ્ટેડિયમમાં (R Premadasa Stadium) રમાઈ હતી. શ્રીલંકાએ આ મેચ ત્રણ વિકેટથી જીતી લીધી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 226 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે શ્રીલંકાએ અંતે 7 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો.

શ્રીલંકાએ જીતી લીધી હતી મેચ
ભારતના 226 રનનો પીછો કરતા શ્રીલંકાએ 7 વિકેટના નુકસાન પર લક્ષ્યનો પીછો કર્યો હતો. શ્રીલંકા તરફથી તેના ઓપનર અવિષ્કા ફર્નાન્ડોએ સૌથી વધુ 76 રન બનાવ્યા હતા. આ સિવાય ભાનુકા રાજપક્ષે 65 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી રાહુલ ચહર અને ચેતન સાકરીયાએ 2 વિકેટ ઝડપી હતી. જોકે ભારતે આ સિરીઝ પહેલા જ પોતાના નામે કરી લીધી છે.

આ પણ વાંચો:- Tokyo Olympics આર્ચરી: ભારતને પુરૂષ અને મિશ્રિત ટીમ રેન્કીંગમાં 9મા સ્થાને

ટીમ ઈન્ડિયાએ બનાવ્યા હતા 225 રન
મેચમાં પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમ 43 ઓવરમાં 225 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી શોએ 49 રન બનાવ્યા. આ સિવાય સંજુ સેમસન 46 અને સૂર્યકુમાર યાદવે 40 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી અકિલા ધનંજય અને પ્રવીણ જયવિક્રમે 3 વિકેટ લીધી હતી. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાએ (Team India) શ્રીલંકા (Sri Lanka) સામે પ્રથમ અને બીજી વનડે મેચ જીતી છે અને ત્રણ મેચની વનડે સિરીઝ કબજે કરીને 2-0થી અજેય લીડ મેળવી લીધી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More