Home> Sports
Advertisement
Prev
Next

T20 World Cup ની ફાઇનલમાં પહોંચ્યું ઓસ્ટ્રેલિયા, 19મી ઓવરમાં 3 સિક્સર ફટકારી PAK ને હરાવ્યું

ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવી ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. ટોસ હારીને પહેલાં બેટીંગ કરતાં પાકિસ્તાને 20 ઓવરમાં ચાર વિકેટના નુકસાને 176 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 6 બોલ બાકી હતા અને ટાર્ગેટને પુરો કરી લીધો હતો. 

T20 World Cup ની ફાઇનલમાં પહોંચ્યું ઓસ્ટ્રેલિયા, 19મી ઓવરમાં 3 સિક્સર ફટકારી PAK ને હરાવ્યું

PAK vs AUS Semi Final Live: આઇસીસી ટી20 વર્લ્ડકપની બીજી સેમીફાઇનલ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહી છે. દુબઇ સ્થિત ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચએ ટોસ જીતીને બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવી ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. ટોસ હારીને પહેલાં બેટીંગ કરતાં પાકિસ્તાને 20 ઓવરમાં ચાર વિકેટના નુકસાને 176 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 6 બોલ બાકી હતા અને ટાર્ગેટને પુરો કરી લીધો હતો. 

177 રનના ટાર્ગેટને ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટના નુક્સાન પર પ્રાપ્ત કરી લીધો હતો. આ સાથે જ પાકિસ્તાનને હરાવીને ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં પહોંચી ગયું છે. ઓસ્ટ્રેલિયા તરફથી માર્ક્સ સ્ટોયનિસે અણનમ 40 અને મેથ્યૂ વેડએ અણનમ 41 રન બનાવ્યા હતા. બંને ખેલાડીએ 41 બોલમાં 81 રનની અતૂટ ભાગીદારી કરી હતી. 

પાકિસ્તાને પહેલાં બેટીંગ કરતાં 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 176 રન બનાવ્યા હતા. તેમની તરફથી મોહમંદ રિઝવાન અને ફખર જમાને ફિફ્ટી ફટકારી હતી. રિઝવાને 3 ચોગ્ગા અને 4 સિક્સરની મદદથી 52 બોલમાં 67 રન બનાવી આઉટ થઇ ગયા હતા. ફખર જમાને 31 બોલમાં પોતાની ફિફ્ટી પુરી કરી હતી. 

તે 3 ચોગ્ગા અને 4 સિક્સરની મદદથી 32 બોલમાં 55 રન બનાવીને અણનમ રહ્યા. આ પહેલાં બાબર આઝમે 34 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્કએ 38 રન આપીને 2 વિકેટ લીધી. પૈંટ કમિંસ અને એડમ જમ્પા પણ 1-1 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. 

આ મેચ પહેલાં આ મેદાન પર રમાયેલી 11 માંથી 10 મેચ લક્ષ્યનો પીછો કરનાર ટીમો જીતી છે. આંકડામાં પાકિસ્તાનના મુકાબલે ઓસ્ટ્રેલિયાનું પલડું ભારે છે. પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપના નોકઆઉટ મુકાબલામાં ક્યારેય જીતી શક્યું નથી. જોકે એક આંકડો એવો પણ છે કે યૂએઇમાં પાકિસ્તાનની ટીમ ગત 16 ટી20 ઇન્ટરનેશનલ મેચથી અજેય છે. 

Condom હવે બની જશે જૂના જમાનાની વાત, પુરૂષો માટે આવ્યો સેફ ઉપાય

આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજય છે પાકિસ્તાન
બાબર આજમના નેતૃત્વવાળી 2009 ની ચેમ્પિયન પાકિસ્તાન હાલની ટૂર્નામેન્ટની એકમાત્ર ટીમ છે જેને અત્યાર સુધી હારનો સામનો કરવો પડ્યો નથી. બંને ટીમો ગત વખતની ટી20 વર્લ્ડકપની સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ માઇક હસીના શાનદાર પ્રદર્શનના લીધે રોમાંચક મુકાબલામાં જીત નોંધાવી હતી. 

રિઝવાન એક કેલેન્ડર વર્ષમાં ટી20 મેચમાં 1000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યા
મોહમંદ રિઝવાને પોતાની 11મી ટી20 ઇન્ટરનેશનલ ફિફ્ટી પુરી કરી. તેમણે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ આ મેચમાં 41 બોલમાં આ ઉપલબ્ધિ પોતાના નામે કરી. એટલું જ નહી તે એક કેલેન્ડર વર્ષમાં 1000 ટી20 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર પહેલાં ખેલાડી પણ બની ગયા છે. તેમણે 12મી ઓવરના ત્રીજા બોલ (એડમ જમ્પા) પર સિક્સર ફટકારી આ રેકોર્ડ પોતાના નામે કર્યો. રિઝવાને 14મી ઓવરના પાંચમા બોલ પર સિક્સર ફટકારી. આ સાથે જ પાકિસ્તાનની સદી પુરી થઇ ગઇ. 

Anupamaa-Anuj ની સુગાહરાતના ફોટા થયા વાયરસલ, શો પહેલાં જ ફેન્સને મળી ગયો આખો આલ્બમ?

આ છે પાકિસ્તાનની પ્લેઇંગ ઇલેવન
પાકિસ્તાન:
મોહમંદ રિઝવાન (વિકેટકીપર), બાબર આઝમ (કેપ્ટન), ફખર જમાન, મોહમંદ હફીજ, શોએબ મલિક, આસિફ અલી, શાદાબ ખાન, ઇમાદ વસીમ, હસન અલી, હારિસ રઉફ, શાહીન શાહ અફરીદી. 

આ છે ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવન
ઓસ્ટ્રેલિયા:
ડેવિન વોર્નર, એરોન ફિંચ (કેપ્ટન), મિશેલ માર્શ, સ્ટીવન સ્મિથ, ગ્લેન મૈક્સવેલ, માર્ક્સ સ્ટોઇનિસ, મૈથ્યુ વેડ (વિકેટકીપર), પૈટ કમિંસ, મિશેલ સ્ટાર્ક, એડમ જમ્પા, જોશ હેઝલવુડ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More