Home> Gujarat
Advertisement
Prev
Next

સાવધાન અમદાવાદીઓ! આ વિસ્તાર જાહેર થયો માઈક્રો કન્ટેઈનમેન્ટ, 20 ઘરના 85 લોકો સેમી લોકડાઉનમાં મૂકાયા

ઘણા લાંબા સમય બાદ અમદાવાદમાં ફરી માઈક્રો કન્ટાઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. ઇસનપુરના 20 ફ્લેટના 85 રહીશો માઈક્રો કન્ટાઇનમેન્ટની યાદીમાં મુકાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

 સાવધાન અમદાવાદીઓ! આ વિસ્તાર જાહેર થયો માઈક્રો કન્ટેઈનમેન્ટ, 20 ઘરના 85 લોકો સેમી લોકડાઉનમાં મૂકાયા

અર્પણ કાયદાવાલા/ અમદાવાદ: અમદાવાદીઓ હવે સાવધાન થઈ જજો. તહેવારોમાં સરકાર તરફથી મળેલી છૂટછાટ હવે ધીમે ધીમે પોતાનો રંગ દખાડવા લાગી છે. આજે અમદાવાદમાં 14 કેસ નોંધાતા તંત્રનો જીવ અધ્ધર થયો છે. ગઈકાલે 16 અને આજે નવા 14 કેસ નોંધાતા ખળભળાટ મચ્યો છે. ઘણા લાંબા સમય બાદ અમદાવાદમાં ફરી માઈક્રો કન્ટાઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. ઇસનપુરના 20 ફ્લેટના 85 રહીશો માઈક્રો કન્ટાઇનમેન્ટની યાદીમાં મુકાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

દિવાળીના તહેવારો પૂર્ણ થતાની સાથે જ અમદાવાદમાં કોરોના સંક્રમણના નવા કેસ સામે આવવા લાગ્યા છે. જેને લઈને અમદાવાદ મહાનગર પાલિકા અને આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. લાંબા સમયબાદ અમદાવાદમાં કેટલીંક સોસાયટીઓને માઈક્રો કન્ટાઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી છે. આજે મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં એક વિસ્તારને માઈક્રો કન્ટાઇનમેન્ટ જાહેર કરવાની ફરજ પડી છે. ઈસનપુરના દેવ કાસલ ફ્લેટને માઈક્રો કન્ટાઇનમેન્ટની યાદીમાં મુકાયા છે. આ ફ્લેટના 20 ઘરના 85 લોકો માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારમાં મૂકાયા છે.

ચેતી જજો: દિવાળી બાદ ત્રીજી લહેરના ભણકારા! અમદાવાદમાં કોરોના બોમ્બ ફૂટ્યો

અત્રે નોંધનીય છે કે, દિવાળીની ખરીદી અને ટુરિઝમ દરમ્યાન લોકોની બેદરકારી વધવાના કારણે અને લોકોએ હર્ષોલ્લાસ સાથે તહેવારની ઉજવણી કરી, પરંતુ હવે કોરોનાના કેસોમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. આજે પણ સમગ્ર રાજ્યમાં 40 કેસો નોંધાતા તંત્ર ફરીથી હરકતમાં આવી ગયું છે. અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. શહેરમાં એક દિવસમાં જ 16 નવા કેસ નોંધાતા તબીબોની ચિંતામાં વધારો થયો છે. જો લોકો હજી પણ બેદરકારી રાખશે તો કોરોનાના કેસમાં વધારો થઈ શકે છે.

હર્ષ સંઘવીએ કહ્યું; મલિક જી! ડ્રગ માફિયા સજ્જાદ કોના ઈશારે મુંબઈમાં બિન્દાસ ડ્રગ્સનો ધંધો ચલાવતો હતો?

એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 234 એક્ટિવ કેસ છે. જે પૈકી 07 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 227 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,16,542 નાગરિકોએ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. 10090 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે આજે રાહતના સમાચાર કહી શકાય કે આજે એક પણ નાગરિકનું કોરોનાને કારણે મોત નથી થયું. 

પોસ્કો કોર્ટે ઇતિહાસ રચ્યો: સુરતમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર રેપિસ્ટના આરોપીને 5 જ દિવસમાં સજા

ગુજરાતમાં આજના કોરોના વાયરસના આંકડાની વાત કરીએ તો અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થયો છે. અમદાવાદ કોર્પોરેશનમાં 14 કેસ નોધાયા છે, ત્યારબાદ અનુક્રમે વડોદરા કોર્પોરેશનમાં 6, સુરત કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશન અને સુરતમાં 3-3 કેસ નોંધાયા છે. આ સિવાય જૂનાગઢ અને  વલસાડમાં 2-2 કેસ નોંધાયા છે. જ્યારે અમરેલી, ગીર સોમનાથ, ખેડા, મોરબી, નવસારી, સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More