Home> Sports
Advertisement
Prev
Next

કિબાંદી શ્રીકાંત ચીન ઓપન બેડમિન્ટનના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં

ભારતના કિદાંબી શ્રીકાંતે આસાન જીતની સાથે ચીન ઓપન વિશ્વ ટૂર સુપર 750 ટૂર્નામેન્ટના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. 
 

 કિબાંદી શ્રીકાંત ચીન ઓપન બેડમિન્ટનના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં

ફુઝોઉઃ ભારતના કિદાંબી શ્રીકાંતે આસાન  જીતની સાથે ચીન ઓપન વિશ્વ ટૂર સુપર 750 ટૂર્નામેન્ટના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો જ્યારે એચએસ પ્રણોય પ્રથમ રાઉન્ડમાં હારીને બહાર થઈ ગયો હતો. 5મી વરીયતા પ્રાપ્ત શ્રીકાંતે ફ્રાન્સના લુકાસ કોરવીને 21-12, 21-16થી હરાવ્યો હતો. હવે તેનો સામનો ઈન્ડોનેશિયાના ટામી સુગિઆર્તો સામે થશે. 

પ્રણોયને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિેજેતા ઈન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટીએ 21-11, 21-14થી પરાજય આપ્યો હતો. ભારતની યુવા વૈષ્ણવી રેડ્ડી જાક્કાને થાઈલેન્ડના પોર્નાપાવી ચોચુવોંગે 21-12, 21-16થી હરાવી હતી.

મિક્સ ડબલ્સમાં ભારતના સાત્વિક સાઇરાજ રાંકીરેડ્ડી અને અશ્વિની પોનપ્પાને સાતમી વરીયતા પ્રાપ્ત મલેશિયાના ચાન પેંગ સૂન અને ગોહ લિયૂ યિંગે 18-21, 21-19, 21-17થી પરાજય આપ્યો. ઓલંમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા પીવી સિંધુ પહેલા જ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More