Home> India
Advertisement
Prev
Next

સંરક્ષણ મંત્રી નિર્મલા સિતારમણે અરૂણાચલ પ્રદેશમાં સૈનિકો સાથે ઉજવી દિવાળી

આ દરમિયાન નિર્મલા સિતારમણને સંરક્ષણ ક્ષેત્રની તૈયારીઓ અને સેના દ્વારા કરાયેલા નવા સંશોધનોની માહિતી પણ આપવામાં આવી હતી

સંરક્ષણ મંત્રી નિર્મલા સિતારમણે અરૂણાચલ પ્રદેશમાં સૈનિકો સાથે ઉજવી દિવાળી

ઈટાનગરઃ સંરક્ષણ મંત્રી નિર્મલા સિતારમણ અરૂણાચલ પ્રદેશની દિબાંગ વેલી જીલ્લામાં મહત્ત્વપૂર્ણ ચોકીઓ પર તૈનાત સૈનિકો સાથે દિવાળી ઉજવી હતી. સંરક્ષણ મંત્રીએ બુધવારે એનિની અને અંદ્રાલા ઓમકાર ચોકીઓની મુલાકાત લીધી હતી અને જવાનોને મળ્યા હતા. ઊંચાઈ પર આવેલી અંદ્રાલા ઓમકાર ચોકી નજીકની સડકથી 35-40 કિમી દૂર છે.

આ પ્રસંગે સંરક્ષણ મંત્રીએ જવાનોને મિઠાઈ આપી હતી. આ અગાઉ અરૂણાચલ પહોંચ્યા ત્યારે તેમનું પારંપરિક સ્વાગત કરાયું હતું. આ દરમિયાન નિર્મલા સિતારમણને સંરક્ષણ ક્ષેત્રની તૈયારીઓ અને સેના દ્વારા કરાયેલા નવા સંશોધનોની માહિતી પણ આપવામાં આવી હતી.

સંરક્ષણ મંત્રીએ ડ્યુટી દરમિયાન શહીદ થયેલા સૈનિકોનાં પરિજનોને પણ મળ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. તેમના આ પ્રવાસ દરમિયાન પૂર્વ સૈન્ય કમાંડનર લેફ્ટનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવાને અને સેનાના અન્ય વરિષ્ટ અધિકારીઓ સાથે હતા. 

અરૂણાચલમાં સેના અને પોલીસના સંઘર્ષની સમીક્ષા કરી
સંરક્ષણ મંત્રી નિર્મલા સિતારમણે તાજેતરમાંજ અરૂણાચલ પ્રદેશના બોમડિયામાં ભારતીય સૈના અને પોલીસ કર્મચારીઓ વચ્ચે થયેલા સંઘર્ષને કારણે ઊભી થયેલી પરિસ્થિતીની સમીક્ષા કરી હતી. ગયા અઠવાડિયે કેટલાક જવાનોએ બોમડિયા પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી હતી અને પોલીસ કર્મચારી તથા સામાન્ય નાગરિકો પર હુમલો કર્યો હતો. 

fallbacks

(ફોટો- PTI)

રિજીજુએ મીડિયાને જણાવ્યું કે, "સેના અને પોલીસ કર્મચારીઓ વચ્ચે થયેલી અથડામણમાં સંરક્ષણ મંત્રી અને મેં ચર્ચા કરી છે. હું સૌને અપીલ કરું છું કે આ ઘટનાને સેના વિરુદ્ધ નાગરિક તંત્ર તરીકે ન લેવી."

અરૂણાચલ પ્રદેશના કેન્દ્રીય મંત્રી રિજીજુએ જણાવ્યું કે, બે નવેમ્બરે બોમડિયામાં થયેલી ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે અને તેનું સમજી બેસીને સમાધાન શોધવું જોઈએ. સેના અને પોલીસ બંને અત્યંત સમર્પણ સાથે દેશની સેવા કરી રહ્યા છે. 

સીતારમણ અને રીજીજુએ બંને વિશ્વાસ અપાવ્યો કે, બંને વચ્ચે વિશ્વાસ ઊભો કરવાના ઉપાય તરીકે નાગરિક સમાજના સભ્ય તરીકે મુલાકાત કરી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More