Home> Sports
Advertisement
Prev
Next

Shikhar Dhawan: શિખર ધવન ફરી સંભાળશે ટીમ ઈન્ડિયાની કમાન, આ ટૂર્નામેન્ટ દ્વારા કરશે કમબેક

Asian Games: 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર વચ્ચે ચીનમાં એશિયન ગેમ્સનું આયોજન કરવામાં આવશે. આ વખતે ભારતીય પુરૂષ અને મહિલા ક્રિકેટ ટીમ પણ ભાગ લેશે. તેવામાં શિખર ધવનને પુરૂષ ટીમની કમાન સોંપવામાં આવી શકે છે. 
 

Shikhar Dhawan: શિખર ધવન ફરી સંભાળશે ટીમ ઈન્ડિયાની કમાન, આ ટૂર્નામેન્ટ દ્વારા કરશે કમબેક

નવી દિલ્હીઃ Shikhar Dhawan Asian Games 2023: લાંબા સમયથી ભારતીય ટીમમાંથી બહાર રહેલા ડાબા હાથના ઓપનિંગ બેટર શિખર ધવનને હવે મોટી જવાબદારી મળવાની આશા છે. ધવન 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી ચીન દ્વારા આયોજિત થનારી એશિયન ગેમ્સમાં ભારતીય પુરૂષ ટીમની કેપ્ટનશીપ સંભાળતો જોવા મળી શકે છે. આ વખતે, એશિયન ગેમ્સને લઈને, બીસીસીઆઈ દ્વારા પહેલાથી જ પુષ્ટિ કરવામાં આવી છે કે ક્રિકેટ ઈવેન્ટમાં પુરુષ અને મહિલા બંને ટીમો ભાગ લેશે.

ભારતની યજમાનીમાં 5 ઓક્ટોબરથી આઈસીસી વનડે વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. તેવામાં ટીમ ઈન્ડિયાના મુખ્ય ખેલાડી આ મેગા ટૂર્નામેન્ટમાં વ્યસ્ત રહેશે. બીસીસીઆઈ બી ટીમ એશિયન ગેમ્સ માટે મોકલશે. તો મહિલા ક્રિકેટની મુખ્ય ટીમ મોકલશે. એશિયન ગેમ્સમાં ટી20 ફોર્મેટમાં ક્રિકેટ ઈવેન્ટનું આયોજન કરવામાં આવે છે. બીસીસીઆઈ 30 જૂને ભારતીય ઓલિમ્પિક સંઘના તે ખેલાડીઓનું લિસ્ટ મોકલી આપશે, જેને તે એશિયન ગેમ્સમાં રમનારી ટીમમાં પસંદ કરી શકે છે. 

આ પણ વાંચોઃ મુંબઈમાં વિશ્વકપની એકપણ મેચ નહીં રમે પાકિસ્તાન... પરંતુ જો સેમીમાં પહોંચ્યું તો....

શ્રીલંકાના પ્રવાસ પર સંભાળી ચુક્યો છે કમાન
શિખર ધવનની ગણના ભારતીય ક્રિકેટ ટીમના સફળ ઓપનિંગ બેટરોમાં થાય છે. આઈસીસી ઈવેન્ટ્સમાં અત્યાર સુધી તેનો રેકોર્ડ ખુબ શાનદાર જોવા મળ્યો છે. ધવન વર્ષ 2021માં શ્રીલંકાના પ્રવાસ પર રમાયેલી લિમિટેડ ઓવર્સની સિરીઝ દરમિયાન ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી ચુક્યો છે. એશિયન ગેમ્સ માટે જનારી ટીમમાં તે ખેલાડીઓને તક મળવાની આશા છે, જેણે આઈપીએલની 16મી સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. 

ધવને પોતાની અંતિમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ જુલાઈ 2021માં શ્રીલંકાના પ્રવાસ પર રમી હતી. અત્યાર સુધી ધવને 68 ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 27.92ની એવરેજથી 1759 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટથી 11 અડધી સદી જોવા મળી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More