Home> LifeStyle
Advertisement
Prev
Next

સાંધાનો દુખાવો હોય તો તમારા ડાયટમાં કરો આટલો ફેરફાર, પછી જુઓ ચમત્કાર

સાંધાનો દુખાવો તેમજ કટ કટ અવાજ આવે છે તો આપ આપના ડાયટમાં કેટલાક ફેરફાર કરીને આનુ કાયમી નિરાકરણ લાવી શકો છો. જો તમે અત્યારથી જ નહીં ચેતો તો લાંબા ગાળે મોટુ નુકસાન થઈ શકે છે.

સાંધાનો દુખાવો હોય તો તમારા ડાયટમાં કરો આટલો ફેરફાર, પછી જુઓ ચમત્કાર

Arthritis: મનુષ્યના શરીરમાં 206 જાતના અલગ અલગ હાડકા હોય છે. આ હાડકાને મજબૂત રાખવા ખુબ જરૂરી છે. હાડકા મજબૂત નહીં રહે તો બિસ્કિટની જેમ તૂટતા વાર નહીં લાગે. કેટલીક વખત એવુ બનતુ હોય છે કે હાડકાના સાંધામાંથી કટ કટ અવાજ આવતા હોય છે. આ અવાજ કોઈ બિમારીનો સંકેત પણ હોઈ શકે છે. સાંધાનો દુખાવો અને કટ કટ અવાજ બંધ કરવો હોય તો તમે તમારા ડાયટમાં કેટલાક ફેરફાર કરી શકો છો.

જો તમારા સાંધામાંથી કટકટ અવાજ આવે છે તો આપ સતર્ક થઈ જજો. આ અવાજ કોઈ બિમારી સંકેત પણ હોઈ શકે છે. આ અવાજ એવા સાંધામાંથી આવતો હોય છે જ્યાં એક સાથે બે કે ત્રણ હાડકા જોડાયેલા હોય છે. આ હાડકા એક મજબૂત કાર્ટિલેજથી કવર થાય છે. જેના કારણે તે અથડાયા વગર સરળતાથી મૂવમેન્ટ કરે છે. ઓસ્ટિયોઆર્થરાઈટિસ આ સાંધા પર ચઢેલી કાર્ટિલેજની પરતને નબળા કરે છે. જેની અસર સાંધાની સપાટી પર પડે છે. અને મૂવમેન્ટ પર કટ કટ અવાજ આવે છે. 

Orange Seeds: બ્લડપ્રેશરવાળાઓ માટે આર્શિવાદરૂપ છે સંતરાના બીજ, જાણો ફાયદા
મહાદેવને ભૂલથી પણ ચડાવશો નહી આ ફૂલ, જાણો કયું ફૂલ ચડાવવાથી કેવું મળે છે ફળ
Shravan 2023: શ્રાવણ મહિનામાં ઘરે બનાવો આ ફરાળી વાનગીઓ, મળશે બજાર જેવો ટેસ્ટ
Sawan 2023: કેમ સ્ત્રીઓને શિવલિંગને અડવાની મનાઇ છે? કારણ જાણશો આશ્વર્ય પામશો

કેટલાક અવાજની સાથે સાંધામાં દુખાવો, સોજો અને અકડાઈ જવાની કેટલીક તકલીફો પણ થતી હોય છે. જો આવુ થાય છે તો તમારે ડોક્ટરનો સંપર્ક કરવાની જરૂર છે. પરંતુ એની સાથે આપે આપના ડાયટમાં પણ કોઈ ફેરફાર કરવાની જરૂર છે, જેના પછી આપને કેટલીક તકલીફોમાં રાહત મળશે. ચાલો અમે તમને જણાવીએ કે કઈ કઈ વસ્તુઓને ડાયટમાં સામેલ કરવાથી આપના હાડકા મજબૂત થશે અને કેટલીક તકલીફોથી રાહત મળશે.

Income Tax: ITR ભરતી વખતે લોકો કરે છે આ ભૂલો, ટેક્સ ચૂકવતી કરશો નહી ઇગ્નોર
Health Tips: આજે જ ડાયટમાં કરો સામેલ આ વસ્તુઓ,કેન્સર અને હાર્ટએટેક આસપાસ પણ નહી ફરકે

ગોળ અને પલાળેલા ચણા ખાઓ
હાડકાને મજબૂત કરવા માટે આપે રોજે રોજ ગોળ અને પલાળેલા ચણા ખાવા જોઈએ. ચણામાં કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટિન, વિટામિન્સ અને આયર્ન મોટી માત્રામાં મળે છે જે હાડકા માટે ખુબ જ ફાયદાકારક હોય છે.

મેથીદાણા પલાળીઓની ખાઓ
રોજ સવારે પલાળેલા મેથીદાણા ખાવાથી હાડકાને ફાયદો થાય છે. આના માટે આપે રોત્રે અડધી ચમચી મેથાદાણા પાણીમાં પલાળવા પડશે. સવારે આ મેથીદાણાને ચાવીને ખાવા. અને જે પાણીમાં મેથીદાણાને પલાળ્યા હતા તે પાણી પણ પી જવું. આ પ્રક્રિયા રોજ કરવી. આનાથી સાંધામાંથી અવાજ આવાનો પણ બંધ થઈ જશે અને દુખાવો પણ નહી રહે.

શું તમે પણ ઉપવાસ પ્રથમવાર કરી રહ્યા છો? બસ આટલું ધ્યાન રાખશો તો નહી પડો બિમાર
60 દિવસ આ રાશિવાળાને ફૂંકી-ફૂંકીને માંડવા પડશે પગલાં, મહાદેવ વરસાવશે કહેર

રોજ દૂધ પીવું
એક ગ્લાસ દૂધને આપના ડેલી ડાયટમાં સામેલ કરો. દૂધમાં કેલ્શિયમ, પ્રોટિન, વિટામિન્સ, પોટેશિયમ અને ફોસફરસ જેવા તત્વો હોય છે. જે હાડકા માટે ખુબ જ ફાયદાકરક હોય છે. દૂધનું નિયમિત સેવન કરવાથી સાંધામાંથી આવતો અવાજ ઓછો થઈ જાય છે. અને હાડકા પણ મજબૂત થાય છે.

(Disclaimer:- અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

કાજુ કોને ન ભાવે? જો ખાતા હોય તો જરૂર વાંચજો, આ લોકો માટે ઝેર સમાન છે Cashew!
વરસાદ બાદના ઉકળાટમાં ધડાધડ વેચાઇ રહ્યું છે 500 રૂપિયામાં આ AC, કિંમત ફક્ત 500થી શરૂ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More