Home> Sports
Advertisement
Prev
Next

ક્રિકેટર શાકિબે કોલકત્તામાં કરી કાલી પૂજા, કટ્ટરપંથીઓની ધમકી પર માગી માફી

શાકિબ પાછલા સપ્તાહે કોલકત્તા પહોંચ્યો હતો, જ્યાં બેલીઘાટમાં તેણે કાલી માતાની પૂજા કરી હતી. શાકિબના બાંગ્લાદેશ પરત ફર્યા બાદ સિલહટ શહેરના મોહસિન તાલુકદારે ફેસબુક લાઇમાં કહ્યુ કે, આ ક્રિકેટરે મુસ્લિમોનું અપમાન કર્યુ છે. 
 

ક્રિકેટર શાકિબે કોલકત્તામાં કરી કાલી પૂજા, કટ્ટરપંથીઓની ધમકી પર માગી માફી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસને કોલકત્તામાં કાલી માતાની પૂજા કર્યા બાદ માફી માગી છે. તેણે યૂટ્યૂબ પર પોતાની ચેનલથી એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં તેણે પાછલા સપ્તાહે પૂરા કરવાને લઈને માફી માગી છે. 

બાંગ્લાદેશના એક વ્યક્તિએ તેને ફેસબુક પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. માનવામાં આવી રહ્યું છે કે સોશિયલ મીડિયા પર વિરોધને કારણે શાકિબ દબાવમાં હતો અને તેણે માફી માગી લીધી છે. તેણે સાથે કહ્યું કે, આવુ બીજીવાર કરશે નહીં.

ફિક્સિંગને કારણે પ્રતિબંધનો સામનો કરી રહેલ શાકિબ પાછલા સપ્તાહે કોલકત્તા પહોંચ્યો હતો, જ્યાં બેલીઘાટમાં તેણે કાલી માતાની પૂજા કરી હતી. શાકિબના બાંગ્લાદેશ પરત ફર્યા બાદ સિલહટ શહેરના મોહસિન તાલુકદારે ફેસબુક લાઇમાં કહ્યુ કે, આ ક્રિકેટરે મુસ્લિમોનું અપમાન કર્યુ છે. આ સાથે તેણે કહ્યુ કે, જો શાકિબને મારવા માટે તેણે સિલહટથી ઢાકા જવું પડે તો તે જશે. 

AUS vs IND: કોવિડ-19ના વધી રહ્યાં છે કેસ, ટેસ્ટ સિરીઝ પર સંકટના વાદળો  

શાકિબે પોતાની યૂટ્યૂબ ચેલન પર પોસ્ટ વીડિયોમાં કહ્યુ, 'હું ફરીથી તે જગ્યા (કોલકત્તા) જવા ઈચ્છીશ નહીં. જો તમને લાગે છે કે આ તમારા વિરુદ્ધ છે તો માફી માગુ છું. હું પ્રયત્ન કરીશ કે આમ બીજીવાર ન થાય. સોશિયલ મીડિયા પર સમાચાર ચાલી રહ્યા છે કે હું સમારોહમાં સામેલ થવા ગયો હતો, પણ તેમ નથી. મેં કોઈ પૂજા કરી નથી. એક જાગરૂત મુસ્લિમ હોવાના નાતે હું તેમ કરીશ નહીં. જો મારાથી કોઈ ભૂલ થઈ તો માફી માગુ છું.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More