Home> Sports
Advertisement
Prev
Next

સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે શેર કરી તસવીર, કેપ્શનમાં લખ્યું- Coming soon

વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ સ્ટાર ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પીઠની ઈજાને કારણે થોડા સમય માટે બહાર થઈ ગયો હતો. 

સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે શેર કરી તસવીર, કેપ્શનમાં લખ્યું- Coming soon

નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પીઠની ઈજાને કારણે કેટલાક સમય માટે બહાર થઈ ગયો હતો. તે બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતની આગામી સિરીઝમાં જોવા મળશે નહીં, જે 3 નવેમ્બરથી શરૂ થશે. 

25 વર્ષીય બુમરાહ સંપૂર્ણ રીતે ફિટનેસ હાસિલ કરી શક્યો નથી, પરંતુ ટીમમાં ફરીવાર તે ધારની સાથે વાપસી માટે આકરી મહેનત કરી રહ્યો છે. મંગળવારે જસપ્રીત બુમરાહે તસવીર શેર કરી છે. 'જલ્દી આવી રહ્યું છે.' આ કેપ્શનની સાથે તેણે પ્રશંસકોને પોતાની વાપસી વિશે જણાવ્યું છે. 

હાલમાં 'ધ હિન્દુ' સાથે વાતચીત દરમિયાન ભારતના બોલિંગ કોચ ભરત અરૂણે ખાતરી કરી હતી કે બુમરાહ પોતાની પીઠની ઈજા માટે સર્જરી કરાવશે નહીં. બુમરાહ ઈજાના સંબંધમાં ચર્ચા કરવા માટે લંડન ગયો હતો, ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેની સાથે એનસીએના મુખ્ય ફિઝિયો આશીષ કૌશિક પણ ગયા હતા. 

ભારતના પ્રવાસ પહેલા બાંગ્લાદેશને મોટો ઝટકો, શાકિબ પર લાગ્યો બે વર્ષનો પ્રતિબંધ

ભરત અરૂણે તે પણ કહ્યું કે, બુમરાહ ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે તૈયાર છે, જે આગામી વર્ષે જાન્યુઆરીમાં શરૂ થશે. અરૂણને આશા છે કે  બુમરાહ ટૂંક સમયમાં વાપસી કરશે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ અમારો આગામી મોટો પડકાર હશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More