Home> Sports
Advertisement
Prev
Next

IND vs NZ: ક્રાઇસ્ટચર્ચમાં સિરીઝ બચાવવા ઉતરશે ભારત, શિખર ધવને બનાવી ખાસ રણનીતિ

Team India: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની સિરીઝની અંતિમ વનડે બુધવારે સવારે ક્રાઇસ્ટચર્ચમાં રમાશે. આ મેચમાં પણ વરસાદની સંભાવના છે. ભારતે સિરીઝ બરોબરી કરવા માટે આ મેચ ફરજીયાત જીતવી પડશે. 

IND vs NZ: ક્રાઇસ્ટચર્ચમાં સિરીઝ બચાવવા ઉતરશે ભારત, શિખર ધવને બનાવી ખાસ રણનીતિ

ક્રાઇસ્ટચર્ચઃ India vs New Zealand, 3rd ODI: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી વનડે મેચ બુધવારે ભારતીય સમયાનુસાર સવારે 7 કલાકે ક્રાઇસ્ટચર્ચમાં રમાશે. ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચોની વનડે સિરીઝમાં 1-1થી બરોબરી કરવા માટે તે દુવા કરવી પડશે કે મેચમાં વરસાદનું વિઘ્ન આવે નહીં. ક્રાઇસ્ટચર્ચમાં વરસાદનું અનુમાન છે અને જો વરસાદ પડશે તો ભારતીય ટીમના યુવા ક્રિકેટરો માટે નિરાશાજનક સમાચાર હશે. 

દાવ પર લાગી છે સિરીઝ
સીમિત ઓવરોની પાંચ મેચોમાંથી એક વનડે અને એક ટી20 મેચનું પરિણામ આવ્યું નહીં અને એક ટી20 મેચ વરસાદને કારણે  DLS ના આધાર પર ટાઈ થઈ હતી. શિખર ધવનની ટીમ અંતિમ વનડે મેચ જીતીને સિરીઝ બરાબર કરવા ઈચ્છશે. ક્રાઇસ્ટચર્ચના હેગલે ઓવલ મેદાનમાં પરંપરાગત રીતે ફાસ્ટ બોલરોને મદદ મળે છે અને અહીં પાછલા કેટલાક વર્ષોમાં એવરેજ સ્કોર 230 રહ્યો છે. 

સિરીઝ બચાવવા માટે સામે આવી મોટી ચેલેન્જ
પહેલા પાવરપ્લે (પ્રથમ 10 ઓવર) માં ભારતીય બેટિંગ ચર્ચાનો વિષય રહી છે. વનડે ક્રિકેટમાં શાનદાર ઓપનિંગ બેટર ધવન ખુદ સમજે છે કે આગામી વર્ષે ભારતમાં રમાનાર વનડે વિશ્વકપ માટે ટીમમાં જગ્યા નક્કી કરવા તેણે સારૂ પ્રદર્શન કરવું પડશે. 

રિષભ પંતે સારૂ પ્રદર્શન કરવાની જરૂર
યુવા ઓપનિંગ બેટર શુભમન ગિલે બે મેચોમાં 50 અને અણનમ 45 રન બનાવ્યા છે. ભારતીય ક્રિકેટના વર્તમાન સુપરસ્ટાર સૂર્યકુમાર યાદવે સેડોન પાર્ક પર 12.3 ઓવરની રમતમાં ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. ભારતે મોટો સ્કોર બનાવવો છે તો સૂર્યા અને રિષભ પંત જેવા બેટરોએ સારૂ પ્રદર્શન કરવું પડશે. 

આ પણ વાંચોઃ ન્યૂઝીલેન્ડ પ્રવાસ બાદ થશે ધરખમ ફેરફાર, એક સાથે આ 8 ખેલાડી થશે ટીમ ઈન્ડિયામાંથી બહાર

શું સંજૂ સેમસનને મળશે તક
રિષભ પંતનો વનડેમાં રેકોર્ડ સારો રહ્યો છે, પરંતુ ઈંગ્લેન્ડના પ્રવાસ બાદ તે રન બનાવી શક્યો નથી. ન્યૂઝીલેન્ડના બોલરોની સામે મધ્યક્રમને સ્થિરતા આપવા માટે તેના બેટથી રન નિકળવા જરૂરી છે. પંતને અંતિમ ઇલેવનમાં તક આપવાનો અર્થ છે કે સંજૂ સેમસને ફરી બેંચ પર સમય પસાર કરવો પડશે. 

પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર
પાછલી મેચમાં શિખર ધવને સંજૂને બહાર કરીને દીપક હુડ્ડાને તક આપી હતી. બીજી વનડે વરસાદને કારણે રદ્દ થયા બાદ હવે તે જોવાનું રહેશે કે અંતરિમ મુખ્ય કોચ વીવીએસ લક્ષ્મણ પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરે છે કે નહીં. સ્પિનર કુલદીપ યાદવને પણ હજુ સુધી તક મળી નથી. પ્રથમ બંને મેચમાં ભારતીય ટીમ યુઝવેન્દ્ર ચહલ અને વોશિંગટન સુંદર સાથે મેદાનમાં ઉતરી હતી. 

ભારતઃ શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, રિષભ પંત, સંજૂ સેમસન, દીપક હુડ્ડા, શાહબાઝ અહમદ, વોશિંગટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, દીપક ચાહર, અર્શદીપ સિંહ, શાર્દુલ ઠાકુર અને ઉમરાન મલિક.

ન્યૂઝીલેન્ડઃ કેન વિલિયમસન, ફિન એલેન, ડેવોન કોનવે, ટોમ લાથમ, ડેરિલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, માઇકલ બ્રેસવેલ, ટિમ સાઉદી, મેટ હેનરી, એડન મિલ્ને, જિમી નીશામ, મિશેલ સેન્ટનર અને લોકી ફર્ગ્યૂસન.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More