Home> India
Advertisement
Prev
Next

Mysterious Temple: આ છે ભારતના કેટલાક રહસ્યમયી 'ભૂતિયા' મંદિર, વિગતો જાણીને અચંબિત થશો

Mysterious Temple: ભારતમાં લોકોની મંદિરો અને દેવી દેવતાઓ પર ખુબ જ આસ્થા છે. જ્યારે પણ તેમના જીવનની કોઈ પરેશાનનો ઉકેલ ન આવતો હોય ત્યારે લોકો ભગવાનના શરણે જાય છે. એ જ રીતે જો એવું લાગે કે ભૂત-પ્રેત કે પછી ખરાબ આત્માનો સાયો પડ્યો છે ત્યારે પણ લોકો મંદિરમાં પહોંચતા હોય છે.

Mysterious Temple: આ છે ભારતના કેટલાક રહસ્યમયી 'ભૂતિયા' મંદિર, વિગતો જાણીને અચંબિત થશો

Mysterious Temple: ભારતમાં લોકોની મંદિરો અને દેવી દેવતાઓ પર ખુબ જ આસ્થા છે. જ્યારે પણ તેમના જીવનની કોઈ પરેશાનનો ઉકેલ ન આવતો હોય ત્યારે લોકો ભગવાનના શરણે જાય છે. એ જ રીતે જો એવું લાગે કે ભૂત-પ્રેત કે પછી ખરાબ આત્માનો સાયો પડ્યો છે ત્યારે પણ લોકો મંદિરમાં પહોંચતા હોય છે. જો કે આ બધી વાતોને અંધવિશ્વાસ કહી શકાય, પણ આમ છતાં લોકો તેના પર વિશ્વાસ કરે છે. ભારતના અનેક શહેરોમાં એવા જ કેટલાક મંદિરો છે જ્યાં ખરાબ આત્માઓ ભગાડવામાં આવે છે. જો તમે પણ આ મંદિરના રહસ્યો અંગે જાણશો તો કંપારી છૂટી જશે. 

રાજસ્થાનનું મહેંદીપુર બાલાજી
આ બાલાજીનું મંદિર છે. પરંતુ હજારો વર્ષો જૂનું છે. રાજસ્થાનમાં જ નહીં પરંતુ દેશના અનેક ભાગોમાં આ મંદિર ખુબ લોકપ્રિય છે. એવી માન્યતા છે કે જો કોઈના પર ભૂત પ્રેત, ખરાબ આત્માનો સાયો હોય તો આ મંદિરમાં જવાથી તે ભાગી જાય છે. નબળા હ્રદયના લોકો અહીં આવવાથી બચે છે કારણ કે જે પ્રકારે અહીં પૂજા થાય છે તે ખુબ જ ડરામણી છે. આ મંદિર હનુમાનજીને સમર્પિત છે. અહીં લોકોને સાંકળોથી બાંધીને ખરાબ આત્માને પીટવામાં આવે છે એવું કહેવાય છે. ત્યારબાદ તે  ભાગી જાય છે. લોકો અહીં પોતાના પર ઉકળતું પાણી પણ નાખે છે અને દૂર સુધી તેની ચીસો સંભળાય છે. 

દત્તાત્રેય મંદિર, મધ્ય પ્રદેશ
એમપીના ગંગાપુરમાં એક વધુ પ્રેતબાધાથી મુક્ત કરતું મંદિર હોવાનું કહેવાય છે. જેની ગણતી સૌથી વિચિત્ર મંદિરોમાં થાય છે. લોકોનું માનવું છે કે દત્તાત્રેય મંદિરમાં આવીને તેમને મહેસૂસ થાય છે કે તેમના શરીર પર કોઈએ કબજો જમાવી લીધો છે. અમાસ અને પૂર્ણિમાના દિવસે લોકો વધુ આવે છે. જેમના ઉપર તેમનો ઓછાયો હોય છે તેઓ ભગવાનને ગાળો પણ આપે છે. લોકો મંદિરની દીવાલો પર ચડી જાય છે. 

દેવજી મહારાજ મંદિર, મધ્ય પ્રદેશ
અહીં ભૂતોનો મેળો જામે છે. મધ્ય પ્રદેશમાં દેવજી મહારાજ મંદિર ભૂત મેળા માટે પ્રસિદ્ધ છે. આ મેળો પૂર્ણિમાની રાતે લગાવવામાં આવે છે અને મનાય છે કે લોકો આ આત્માઓથી છૂટકારો મેળવવા માટે આ મંદિરમાં આવે છે. અહીંના બાબા અને સાધુ લોકો ભૂતબાધા દૂર કરવા માટે લોકોને ઝાડૂથી મારે છે. કેટલાક લોકોનો દાવો છે કે અહીં મંદિરની ચારે બાજુ આત્માઓ પણ જોવા મળે છે. તેમને અહીં અજીબ મહેસૂસ થાય છે. અહીં લોકો ભૂતોથી છૂટકારો મેળવવા માટે હથેળીમાં કપૂર રાખે છે. 

કામાખ્યા મંદિર, અસમ
અસમમાં કામાખ્યા મંદિર છે. આ મંદિરમાં માતા કામાખ્યાની પૂજા તેમના માસિકધર્મ સમયે થાય છે. અહીં પુરુષો જતા નથી પરંતુ માસિકધર્મ દરમિયાન માતાની પૂજા થાય છે અને લાલ કપડાંમાં પ્રસાદ બાંધીને આપવામાં આવે  છે. એવી માન્યતા છે કે માતાના લોહીથી જ તે લાલ કપડું રંગાય છે અને ખુબ પવિત્ર હોય છે. લોકો કહે છે કે ત્યાં તેમને અનેક આત્માઓની ચીસો સંભાળાય છે અને લોકો આત્માઓને દૂર ભગાડવા માટે માતા પાસે લાવે છે. 

કાલીઘાટ મંદિર, કોલકાતા
કોલકાતાનું કાલીઘાટ મંદિર ખુબ પ્રસિદ્ધ છે. માતા કાલીના આ મંદિરમાં લોકો પોતાની સમસ્યાઓ લઈને આવે છે. જો કોઈના પર ખરાબ આત્માઓનો સાયો હોય તો અહીં આવવાથી તે આત્મા ભાગી જાય છે. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

હરસુ ભ્રમ મંદિર, બિહાર
બિહારનું આ મંદિર ખુબ જ અજીબ છે પરંતુ તેની માન્યતા ખુબ છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરને બ્રાહ્મણ વ્યક્તિ માટે બનાવવામાં આવ્યું હતું. જે ઈચ્છતો હતો કે લોકો તેની પૂજા કરે. આ વ્યક્તિની આત્મા આજે પણ અહીં ઘૂમતી રહે છે અને લોકો અહીં આવીને તેમની પાસે આત્માથી છૂટકારો મેળવવા માટે ગુહાર લગાવે છે. મંદિર ખુબ જ છૂપી જગ્યાએ છે એટલે ત્યાં જવા જવું હોય તો તમે સ્થાનિક લોકોની મદદ લઈ શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More