Home> Sports
Advertisement
Prev
Next

ICCએ કરી ટીમ ઓફ ધ યરની જાહેરાત : બંને ટીમમાં વિરાટને લાગી મોટી લોટરી

 આઈસીસીએ મંગળવારે ટીમ ઓફ ધ યરની જાહેરાત કરી છે. વર્ષ 2018ના પરફોર્મન્સ પર પસંદ કરાયેલી આ ટીમમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને આઈસીસીએ પોતાની બંને ટેસ્ટ અને વન-ડે ટીમનો કેપ્ટન બનાવ્યો છે. વિરાટ ઉપરાંત ટીમ ઈન્ડિયાના તેજ બોલર જસપ્રીત બુમરાહને આઈસીસીની બંને ટીમોમાં સ્થાન મળ્યું છે.

ICCએ કરી ટીમ ઓફ ધ યરની જાહેરાત : બંને ટીમમાં વિરાટને લાગી મોટી લોટરી

નવી દિલ્હી : આઈસીસીએ મંગળવારે ટીમ ઓફ ધ યરની જાહેરાત કરી છે. વર્ષ 2018ના પરફોર્મન્સ પર પસંદ કરાયેલી આ ટીમમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને આઈસીસીએ પોતાની બંને ટેસ્ટ અને વન-ડે ટીમનો કેપ્ટન બનાવ્યો છે. વિરાટ ઉપરાંત ટીમ ઈન્ડિયાના તેજ બોલર જસપ્રીત બુમરાહને આઈસીસીની બંને ટીમોમાં સ્થાન મળ્યું છે.

આ ઉપરાંત યુવા વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત પણ ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. તો વન-ડે ટીમમાં વિરાટ અને બુમરાહ ઉપરાંત ભારતથી ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા અને કુલદીપ યાદવને પણ પસંદ કરવામાં આવ્યો છે. આઈસીસીએ પોતાની ટીમનો બેટિંગ ક્રમ અનુસાર જાહેરાત કરી છે. ભારત ઉપરાંત ટીમમાં ન્યૂઝીલેન્ડના 3, શ્રીલંકા, વિન્ડીઝ, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનથી એક-એક પ્લેયરને સ્થાન મળ્યું છે. 

ન્યૂઝીલેન્ડના ટોમ લૈથમની સાથે શ્રીલંકાના દિમુખ કરુણારત્નેને ઓપનિંગ બેટ્સમેનમાં સ્થાન મળ્યું છે. ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસનને નંબર 3 પર અને કેપ્ટન વિરાટ કોહલીને નંબર 4 પર સિલેક્ટ કરાયો છે. વિરાટ ભારત માટે ટેસ્ટ ટીમમાં નંબર 4 પર બેટિંગ કરે છે.

5 નંબર પર ન્યૂઝીલેન્ડના હેનરી નિકોલ્સ, 6 નંબર ભારતીય વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત, નંબર 7 પર જેસન હોલ્ડર (વેસ્ટ ઈન્ડીઝ), 8 પર કસીગો રબાડા (સાઉથ આફ્રિકા), 9 નંબર પર નાથન લિયોન (ઓસ્ટ્રેલિયા), 10 નંબર પર જસપ્રીત બુમરાહ (ભારત) અને 11મા પ્લેયર તરીકે મોહંમદ અબ્બાસ (પાકિસ્તાન)ની પસંદગી કરાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More