Home> Business
Advertisement
Prev
Next

Nissan કંપનીની કોમ્પેક્ટ SUV Kicks આજે થશે લોન્ચ, Creta અને Duster સાથે થશે ટક્કર

Nissan કંપનીની કોમ્પેક્ટ SUV Kicks આજે લોન્ચ થશે, કિક્સની ટક્કર Hyundai Creata અને Renault Duster અને Captur સાથે થશે.

Nissan કંપનીની કોમ્પેક્ટ SUV Kicks આજે થશે લોન્ચ, Creta અને Duster સાથે થશે ટક્કર

નવી દિલ્હી: Nissan કંપનીની કોમ્પેક્ટ SUV Kicks આજે લોન્ચ થવાની છે. Kicks ની ટક્કર Hyundai Creata, Renault Duster અને Captur સાથે થશે. તમને જણાવી દઇએ કે આ SUVનું બુકિંગ Nissan દ્વારા ઓનલાઇન અને ઓફલાઇન અગાઉથી જ શરૂ કરી દીધું છે. માત્ર 25000 રૂપિયા આપીને આ ગાડી બુક કરાવી શકાય છે અને આ રકમ રિફન્ડેબલ પણ છે. એક અંદાજ મુજબ નિશાનની આ નવી ક્લિકની કિંમત 10 લાખથી 14 લાખ સુધી હોઇ શકે છે. 

Nissan Kicks ચાર વેરિએન્ટમાં
Nissan kicks અલગ અલગ ચાર વેરિએન્ટ XL, XV, XV Pre અને XV Pre Option માં આવશે. ગ્રાહકોને 7 અલગ કલરનો ઓપ્શન પણ મળશે, જે ગ્રાહકોને પોતાની કાર પસંદ કરવા માટે મહત્વની તક છે. આ નવી કિક્સના ટોપ વેરિએન્ટમાં ડુઅલ ટોન પેન્ટનો પણ ઓપ્શન રાખવામાં આવ્યો છે. 

Nissan Kicks નું એંજિન
Nissan Kicks 1.5 લિટર પેટ્રોલ અને ડીઝલ એંજિન સાથે આવશે. શરૂઆતમાં બંને એંજિન સાથે માત્ર મેન્યુઅલ ટ્રાન્સમિશન મળશે. ડીઝલ એંજિન 110 પીએસ પાવર અને 240 એનએમ પીક ટોર્ક જનરેટ કરશે. જેમાં 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ હશે. જ્યારે પેટ્રોલ એંજિન 106 પીએસ પાવર અને 142 એનએમ પીક ટોર્ક જનરેટ કરશે. જેમાં 5 સ્પીડ મેન્યુઅલ ગિયર બોક્સ આપવામાં આવ્યા છે.

Nissan Kicks ની એવરેજ
Nissan Kicks પેટ્રોલ વર્ઝનમાં 14.23 કિમી પ્રતિ લિટર જ્યારે ડીઝલ વેરિએન્ટમાં 20.45 કિમી પ્રતિ લિટરની એવરેજ આપે છે. જોકે આ SUVમાં ઓલ વ્હીલ ડ્રાઇવનું પણ ઓપ્શન આપવામાં આવ્યું નથી. 

Kicks સેફ્ટીમાં પણ છે અવ્વલ
Kicks માં સેફ્ટી ફિચર્સનો ખ્યાલ રાખવામાં આવ્યો છએ. ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ, EBD સાથે ABS બ્રેક આસિસ્ટ સાથે ફ્રન્ટ સીટ બેલ્ટ અને રિયર પાર્કિંગ સેન્સર જેવા ફિચર્સ મળશે. તો ટોપ મોડલમાં આ ઉપરાંત ફ્રન્ટ સાઇડ એરબેગ, ઇલેકટ્રોનિક્સ સ્ટેબિલીટી કંટ્રોલ અને હિલ હોલ્ડ આસિસ્ટ જેવા ફિચર્સ પણ મળશે. બીજા ખાસ ફિચર્સની વાત કરીએ તો કિક્સમાં KED DRls સાથે LED પ્રોજેક્ટર હેડલેમ્પસ, 17 ઇંચ મશીન ફિનિશ વ્હિલ્સ, લેધર અપહોલ્સ્ટ્રી, ક્લાસ લીડિંગ 8 ઇંચ ઇન્ફોઇન્ટમેન્ટ સિસ્ટમ, 360 ડિગ્રી કેમેરા સપોર્ટ અને સ્ટાર્ન્ડડ રીતે ઓટો ક્લાઇમેટ કંટ્રોલ પણ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More