Home> Sports
Advertisement
Prev
Next

જ્યારે પરણેલા ગાંગુલીના જીવનમાં થઈ હતી આ બોલીવુડ અભિનેત્રીની એન્ટ્રી, એકબીજાના પ્રેમમાં પાગલ હતા!

Happy Birthday Sourav Ganguly: કોલકાતાના પ્રિન્સ કહેવાતા પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીનો આજે જન્મદિવસ છે. આવામાં તેમના જીવનના કેટલાક કિસ્સા વિશે જણાવીશું....

જ્યારે પરણેલા ગાંગુલીના જીવનમાં થઈ હતી આ બોલીવુડ અભિનેત્રીની એન્ટ્રી, એકબીજાના પ્રેમમાં પાગલ હતા!

સૌરવ ગાંગુલી એટલે કે દાદા...એ દિવસોમાં તેઓ ક્રિકેટની દુનિયામાં રાજ કરતા હતા. એકબાજુ તેમનો દમ અને બીજી બાજુ હતો સાઉથની હીરોઈન નગ્મા જે ખુબ લોકપ્રિય પણ હતી. સલમાન ખાન સાથે પણ બાગી ફિલ્મમાં કામ કર્યું હતું. એ જમાનામાં આ બંનેના પ્રેમના કિસ્સા ખુબ ચર્ચાતા હતા. બંનેનો પ્રેમ ખુબ ચર્ચાના ચગડોળે ચગ્યો હતો. પણ સૌરવ ગાંગુલી પરણીત હતા. તેમણે તેમના બાળપણના પ્રેમ એવા ડોના સાથે લવ મેરેજ કર્યા હતા. તેમનું લગ્ન જીવન ખુબ સારું ચાલતું હતું અને કરિયરનો ગ્રાફ પણ ઊંચે ચડ્યો હતો. 

બાળપણના પ્રેમ સાથે કર્યા હતા લગ્ન
સૌરવ ગાંગુલી વિશે વાત કરીએ તો તેમણે પોતાના બાળપણની મિત્ર ડોના સાથે લગ્ન કર્યા હતા. ઈએસપીએન ક્રિકઈન્ફોના એક રિપોર્ટ મુજબ સૌરવ ગાંગુલીએ 1996માં ઈંગ્લેન્ડથી પાછા ફર્યા બાદ સીક્રેટ લગ્ન કર્યા હતા. આ વાત ગાંગુલી અને ડોનાએ પોતાના પરિવારથી લાંબા સમય સુધી છૂપાવી રાખ્યા હતા. તેઓ ચૂપચાપ રજિસ્ટ્રારને ઘરે લાવ્યા અને તેની સાથે બંનેએ એકબીજાને માળા પહેરાવી હતી. પછી લગ્નના દસ્તાવેજ પર સહી કરી. રજિસ્ટ્રારે ડિક્લેર કર્યું કે હવે તેઓ પતિ પત્ની બની ગયા છે. જો કે પછી તો પરિવારને ખબર પડી તો પૂરા રીતિ રિવાજથી લગ્ન કરાવ્યા હતા. 

fallbacks

નગ્મા સાથે અફેર
સૌરવ અને ડોનાના લગ્ન 1997માં થયા હતા. 200માં સૌરવ અને ડોનાને ત્યાં એક દીકરીનો જન્મ થયો હતો. જેનું નામ સના ગાંગુલી રાખવામાં આવ્યું. સોરવ અને બોલીવુડ અભિનેત્રી નગ્માના અફેરની પણ ખુબ ચર્ચા રહી હતી. બંનેની મુલાકાત 1999માં થઈ હતી. જ્યારે વર્લ્ડ કપ રમાયો હતો. આ બંનેની મુલાકાત બાદ અફેર ચર્ચામાં હતું. નગ્મા પછી સાઉથની મોટી હીરોઈન બની ગઈ હતી. 

fallbacks

ઈન્ટરવ્યુમાં વાત
નગ્માએ અનેકવર્ષો પહેલા એક ઈન્ટરવ્યુમાં સૌરવ ગાંગુલી સાથે રિલેશનશીપ અને બ્રેકઅપ વિશે વાત કરી હતી. નગ્માએ એમ પણ જણાવ્યું હતું કે આખરે તેનો અને સૌરવ ગાંગુલીનો સંબંધ કેમ તૂટ્યો હતો? આ અંગે ફ્લેશબેકમાં જઈએ. 1999નો તે સમય હતો જ્યારે નગ્મા અને ભારતના કેપ્ટન સૌરવ ગાંગુલી મળ્યા હતા. ત્યારબાદ બંને અવરનવાર સાથે જોવા મળતા હતા. એવું કહેવાય છે કે નગ્મા અને સૌરવ ગાંગુલી એકબીજા સાથે ખુબ સમય વિતાવતા હતા. બંને એકબીજા પર ફિદા હતા. 

રિપોર્ટ્સ મુજબ નગ્મા અને સૌરવ ગાંગુલી જ્યારે એક મંદિરમાં સાથે જોવા મળ્ય તો વાત આગની જેમ ફેલાઈ ગઈ હતી. એવી વાતો થવા લાગી હતી કે નગ્મા અને સૌરવ ગાંગુલી વચ્ચે કઈક ચાલી રહ્યું છે. એવું પણ કહેવાય છે કે ડોના સૌરવ ગાંગુલીના અફેરની વાતોથી એ હદે અકળાઈ ગઈ હતી કે તેમણે ડિવોર્સ લેવાની વાત પણ કરી હતી. 

fallbacks

શું કહ્યું હતું નગ્માએ?
નગ્માએ 2003માં Savvy નામના એક મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં સૌરવ ગાંગુલીનું નામ લીધા વગર કહ્યું હતું કે 'કોઈ કઈ પણ કહે, પરંતુ કોઈએ પણ કોઈ વાતથી ઈન્કાર કર્યો નથી. જ્યાં સુધી એક બીજાની જિંદગીમાં એકબીજાની હાજરીને નકારી ન શકાય, ત્યાં સુધી  કોઈ કઈ પણ કહી શકે છે. બાકી અન્ય ચીજો સિવાય કોઈની કરિયર દાવ પર લાગી હતી. આથી અલગ તો થવાનું જ હતું.'

નગ્માએ વધુમાં કહ્યું હતું કે, ઈગો અને એકબીજા સાથે રહેવાની જીદ સિવાય એક વ્યક્તિએ ઘણી ચીજો વિશે વિચારવું પડે છે. મોટી ચીજો માટે ક્યારેક ક્યારેક નાની ચીજોની કુરબાની આપવી પડે છે. નગમાએ વધુમાં કહ્યું હતું કે જ્યારે ગેમ ચાલુ હોય ત્યારે લોકોએ સમજવું જોઈએ કે આ એક સ્પોર્ટ છે. ખુબ અજીબ છે કે લોકો બહેકી જાય છે. જ્યારે એ હદથી વધુ વધી જાય છે ત્યારે એક બીજાના ઈન્ટરેસ્ટને પ્રભાવિત કરવા લાગે છે. આથી સારું એ છે કે મૂવ ઓન કરી લેવું. 

fallbacks

આજે સૌરવ ગાંગુલી અને નગમા બંને પોત પોતાના જીવનમાં આગળ વધી ગયા છે. સૌરવે ભલે આ અંગે કશું કહ્યું નહોય પરંતુ નગમાએ તેમના બંનેના સંબંધ વિશે વાત કરી હતી. સૌરવ ગાંગુલી અવારનવાર પોતાના પરિવાર સાથેની  તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More