Home> Gujarat
Advertisement
Prev
Next

જુનિયર ક્લાર્કના વેઇટિંગ લિસ્ટમાં રહેલા ઉમેદવારો માટે ખુશીના સમાચાર, હસમુખ પટેલે કરી મહત્વની જાહેરાત

જુનિયર ક્લાર્કની પરીક્ષા પાસ કરી ચૂકેલા પરંતુ વેઇટિંગ લિસ્ટમાં રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. 

જુનિયર ક્લાર્કના વેઇટિંગ લિસ્ટમાં રહેલા ઉમેદવારો માટે ખુશીના સમાચાર, હસમુખ પટેલે કરી મહત્વની જાહેરાત

ગાંધીનગરઃ રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા આપી ચૂકેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પાસ થયેલા પરંતુ વેઇટિંગમાં રહેલા ઉમેદવારો માટે આવતીકાલનો દિવસ ખુબ મહત્વનો રહેવાનો છે. આવતીકાલે જુનિયર ક્લાર્કની જગ્યાઓ પર ફાળવણીની કામગીરી હાથ ધરવામાં આવશે. હસમુખ પટેલે એક્સ પર આ માહિતી આપી છે. 

હસમુખ પટેલે આપી માહિતી
જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ તો જાહેર થઈ ગયું હતું. ત્યારબાદ પાસ થયેલા ઉમેદવારો જિલ્લા ફાળવણીની રાહ જોઈ રહ્યાં હતા. હવે હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું કે- પંચાયત પસંદગી મંડળ જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓમાં રીસફલિંગ તથા પ્રતીક્ષા યાદીના ઉમેદવારોની જિલ્લા ફાળવણી આવતીકાલે કરવામાં આવશે.

વેઇટિંગ લિસ્ટના ઉમેદવારોને મળશે નોકરી
સરકારની આ જાહેરાત બાદ જુનિયર ક્લાર્કની પરીક્ષા પાસ કરી ચૂકેલા પરંતુ પ્રતીક્ષા યાદીમાં રહેલા ઉમેદવારોને લાભ મળશે. આવતીકાલે જિલ્લા પસંદગી બાદ તેમને સરકારી નોકરી મળી જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More