Home> Sports
Advertisement
Prev
Next

Asian Games 2023: ક્રિકેટમાં ભારતે જીત્યો ગોલ્ડ મેડલ, જાણો પૂરી મેચ રમાયા વગર કેવી રીતે જીતી ટીમ ઈન્ડિયા?

Asian Games 2023 Hangzhou: ચીનના હાંગઝોઉમાં રમાઈ રહેલા એશિયાડમાં ભારત માટે આજનો દિવસ ઐતિહાસિક જોવા મળી રહ્યો છે. ભારતના એથલિટ્સ એક પછી એક મેડલ જીતી રહ્યા છે જ્યારે ભારતે ક્રિકેટમાં પણ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ સર્જી નાખ્યો છે. 

Asian Games 2023: ક્રિકેટમાં ભારતે જીત્યો ગોલ્ડ મેડલ, જાણો પૂરી મેચ રમાયા વગર કેવી રીતે જીતી ટીમ ઈન્ડિયા?

ચીનના હાંગઝોઉમાં રમાઈ રહેલા એશિયાડમાં ભારત માટે આજનો દિવસ ઐતિહાસિક જોવા મળી રહ્યો છે. ભારતના એથલિટ્સ એક પછી એક મેડલ જીતી રહ્યા છે જ્યારે ભારતે ક્રિકેટમાં પણ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ સર્જી નાખ્યો છે. 

ક્રિકેટમાં મળ્યો ગોલ્ડ
અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે ચાલી રહેલી ગોલ્ડ મેડલ માટેની મેચમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી લીધી. વરસાદના કારણે મેચ રોકવામાં આવી હતી. ત્યારબાદ ભારતનું ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સારા રેંકિંગના પગલે આ ગેમમાં ટીમને વિજેતા જાહેર કરવામાં આવી. 

અત્રે જણાવવાનું કે વરસાદના કારણે જ્યારે ભારત અને અફઘાનિસતાનની મેચ રોકવામાં આવી ત્યારે અફઘાનિસ્તાને 18.2 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 112 રન કર્યા હતા. 

કબડ્ડીમાં પણ રોમાંચક જીત
મેન્સ કબડ્ડીમાં ભારત અને ઈરાન વચ્ચેની ફાઈનલ મેચમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. લાંબી લડત બાદ આખરે બાજી ભારતને ફાળે ગઈ અને  ભારતે આ મેચ જીતી લીધી અને ગોલ્ડ મેડલ મેળવ્યો. 

બેડમિન્ટનમાં પણ ગોલ્ડ
ભારતે વધુ એક ગોલ્ડ મેડલ બેડમિન્ટનમાં પણ મેળવ્યો છે. ચિરાગ અને સાત્વિકની જોડીએ બેડમિન્ટનમાં આ મેડલ જીત્યો છે. તેમણે સાઉથ કોરિયાની જોડીને સીધા સેટોમાં હરાવી દીધી. 

ભારતને મળ્યા અત્યાર સુધીમાં 104 મેડલ
ભારતના ખેલાડીઓએ જબરદસ્ત પ્રદર્શન કરતા ભારતની ઝોળીમાં અત્યાર  સુધીમાં 102 મેડલ આવ્યા છે. જેમાં 28 ગોલ્ડ, 35 સિલ્વર, અને 41 બ્રોન્ઝ મેડલ સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More