Home> LifeStyle
Advertisement
Prev
Next

Beauty Tips: ડાર્ક સર્કલથી છો પરેશાન? ભોજનમાં સામેલ કરો આ સુપર ફૂડ, 7 દિવસમાં દેખાવા લાગશે અસર

Dark Circles Removal Tips: આ સુપર ફૂડ એવા છે જેનું સેવન કરવાથી ડાર્ક સર્કલ કુદરતી રીતે જ દૂર થવા લાગશે અને આંખ નીચેની ત્વચા પણ ચહેરાની સામાન્ય ત્વચા જેવી જ થઈ જશે. એટલે કે આંખ નીચેની ડાર્કને ધીરે ધીરે દૂર થવા લાગશે. તો ચાલો તમને જણાવીએ કઈ છે એવી વસ્તુઓ જેનું સેવન કરવાથી ડાર્ક સર્કલ દૂર થઈ શકે છે.

Beauty Tips: ડાર્ક સર્કલથી છો પરેશાન? ભોજનમાં સામેલ કરો આ સુપર ફૂડ, 7 દિવસમાં દેખાવા લાગશે અસર

Dark Circles Removal Tips: અપૂરતી ઊંઘ, સ્ટ્રેસ અને પોષણના અભાવના કારણે સ્ત્રીઓ અને પુરુષોને ડાર્ક સર્કલ ની સમસ્યા નાની ઉંમરમાં થવા લાગે છે. આંખ નીચેના ડાર્ક સર્કલ સુંદરતા પર ગ્રહણ સમાન બની જાય છે. તેનાથી છુટકારો મેળવવા માટે સ્ત્રીઓ અને પુરુષો મોંઘા પ્રોડક્ટનો ઉપયોગ પણ કરે છે. પરંતુ તેમ છતાં જોઈએ તેવી અસર જોવા મળતી નથી. જો તમારી સાથે પણ આવું થયું હોય અને તમારે જીદ્દી ડાર્ક સર્કલથી તુરંત જ મુક્તિ મેળવવી હોય તો આ સુપર ફૂડ્સને તમારા આહારમાં લેવાનું શરૂ કરો. 

આ સુપર ફૂડ એવા છે જેનું સેવન કરવાથી ડાર્ક સર્કલ કુદરતી રીતે જ દૂર થવા લાગશે અને આંખ નીચેની ત્વચા પણ ચહેરાની સામાન્ય ત્વચા જેવી જ થઈ જશે. એટલે કે આંખ નીચેની ડાર્કને ધીરે ધીરે દૂર થવા લાગશે. તો ચાલો તમને જણાવીએ કઈ છે એવી વસ્તુઓ જેનું સેવન કરવાથી ડાર્ક સર્કલ દૂર થઈ શકે છે.

આ પણ વાંચો:

તમે પણ ચહેરા પર લગાડો છો લીંબુનો રસ ? તો જાણી લો તેનાથી ત્વચાને થતા નુકસાન વિશે પણ

રોજ ચહેરા પર લગાડશો દૂધ તો સુંદરતામાં લાગશે ચાર ચાંદ, મોંઘી ક્રીમના ખર્ચા થશે બંધ

1 રુપિયો પણ ખર્ચ કર્યા વિના ઘરેલુ વસ્તુઓથી ગ્લોઈંગ સ્કીન મેળવવી શક્ય, અજમાવો આ નુસખા

ટમેટા

ટમેટામાં લાયકોપીન હોય છે જે આંખ ત્વચા અને હાર્ટની પ્રણાલીમાં સુધારો કરવામાં મદદ કરે છે. તેનાથી સ્કીનસોફ્ટ થાય છે અને ડાર્ક સર્કલ ની સમસ્યા પણ વધતી અટકે છે. ટમેટાને તમે સલાડ તરીકે, સૂપ તરીકે કે પછી શાક સાથે પણ ખાઈ શકો છો. 

દાડમ

દાડમમાં એવા તત્વો હોય છે જે આંખ નીચેની સ્કીનને પ્રોટેક્ટ કરે છે અને ડાર્કનેસ દૂર કરવામાં મદદ કરે છે. દાડમનું સેવન કરવાથી સ્કીન હાઇડ્રેટ રહે છે અને હેલ્ધી પણ બને છે. તમે એક વાટકી દાડમના દાણા સવારે અથવા તો સાંજે ખાઈ શકો છો. 

બદામ

બદામમાં વિટામિન ઈ ભરપૂર પ્રમાણમાં હોય છે. બદામ આંખને પણ હેલ્ધી રાખવામાં મદદ કરે છે. આંખ અને ત્વચાની સુંદરતા જાળવી રાખવી હોય તો રોજ સવારે પાંચ પલાળેલી બદામ ખાવાનું રાખો. 

આ પણ વાંચો:

Hair Fall: ખરતા વાળ પાછળ જવાબદાર હોય છે આ 4 કારણ, સમય રહેતા કારણ જાણી સમસ્યા કરો દુર

ત્વચા માટે વરદાન છે મુલતાની માટી, આ વસ્તુઓ સાથે ઉપયોગ કરવાથી મળશે ઇન્સ્ટન્ટ ગ્લો

કાકડી

કાકડીમાં સિલિકા નામનું કમ્પાઉન્ડ હોય છે જે આંખના ટીશ્યુને રાહત આપે છે અને તેની ડાર્કનેસ દૂર કરે છે. કાકડી આંખની આસપાસની ત્વચાને હાઇડ્રેટ કરે છે અને બ્લડ સર્ક્યુલેશન વધારે છે. તેનાથી ડાર્ક સર્કલ પણ ઓછા થવા લાગે છે. 

બીટ

બીટ એન્ટિઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર હોય છે અને તે આંખની નીચેના ડાર્ક સર્કલને દૂર કરી સ્કીન પર ગ્લો વધારે છે. બીટનું સેવન તમે સલાડ, રાયતું, સ્મુધી તરીકે કરી શકો છો. 

પપૈયું

પપૈયા વિટામીન એથી ભરપૂર હોય છે અને તેનો સેવન કરવાથી આંખ નીચેના ડાર્ક સર્કલથી છુટકારો મળે છે. પપૈયામાં પ્રાકૃતિક બ્લીચિંગ એજન્ટ હોય છે જે ત્વચાના ડાર્ક સર્કલને ઝડપથી દૂર કરે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More