Home> Sports
Advertisement
Prev
Next

જયસૂર્યાનું મોત? ભારતીય ક્રિકેટર પણ સપડાઈ ગયો જુઠાણાંની જાળમાં 

આ મહિને કેનેડામાં એક કાર એક્સિડન્ટમાં 49  વર્ષના જયસૂર્યાનું અવસાન થયું હોવાના સમાચાર ઇન્ટરનેટ પર વહેતા થયા હતા

જયસૂર્યાનું મોત? ભારતીય ક્રિકેટર પણ સપડાઈ ગયો જુઠાણાંની જાળમાં 

નવી દિલ્હી : શ્રીલંકાના પૂર્વ કેપ્ટન સનથ જયસૂર્યાના નિધનના સમાચાર ક્રિકેટની દુનિયામાં આગની જેમ ફેલાઈ ગયા હતા પણ આ વાત માત્ર અફવા સાબિત થઈ હતી. કોઈપણ ન્યૂઝ એજન્સી કે પછી અધિકારી પાસે આ વિશે કોઈ જાણકારી નથી. 

આ મહિને કેનેડામાં એક કાર એક્સિડન્ટમાં 49  વર્ષના જયસૂર્યાનું અવસાન થયું હોવાના સમાચાર ઇન્ટરનેટ પર વહેતા થયા હતા પણ આ સમાચાર નકલી હતા. આ સમાચારે ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિનને પણ મોટો આંચકો આપ્યો હતો. તેણે ટ્વિટર પર પોતાના 9.45 મિલિયન ફોલોઅર્સને આ સમાચાર પાછળની હકીકત પુછી હતી.

ટ્વિવટર પર અનેક પ્રશંસકોએ અશ્વિનને ટ્વીટ કર્યું કે જયસૂર્યાના મોતના સમાચાર ખોટા હતા. એક ટ્વિટર યુઝરે લખ્યું છે કે  આ વાત ખોટી છે જેનું ખંડન સનત જયસૂર્યાએ પોતે કર્યું છે. 

સનથ જયસૂર્યા ક્રિકેટના ઇતિહાસના સારા બેટ્સમેનમાંથી એક છે. ODI મેચમાં 12000 થી વધારે રમ કર્યા છે જ્યારે 300થી વધારે વિકેટ લીધી છે. 1996માં વર્લ્ડકપના મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયર એવોર્ડ મળ્યો હતો. શ્રીલંકાએ એ વર્ષે વર્લ્ડ કપ જીત્યો. જયસૂર્યાએ ડિસેમ્બર 2007માં ટેસ્ટ ક્રિકેટ અને જૂન 2011માં લિમિટેડ ઓવરના ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. 

આઈસીસીએ શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ પ્લેયર સનથ જયસૂર્યાને ક્રિકેટના તમામ ફોર્મેટ્સથી બે વર્ષ માટે પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધ બાદ હવે તે ક્રિકેટ એડમિનિસ્ટ્રેશનમાં પણ કોઈ જવાબદારી નહીં લઈ શકે. આઈસીસીએ જયસૂર્યાની વિરુદ્ધ એન્ટી કરપ્શન કોડના ઉલ્લંઘનના કારણે આ નિર્ણય લીધો છે.

રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More