Home> Gujarat
Advertisement
Prev
Next

‘રાજકીય’ ઘર શોધી રહેલા અલ્પેશ-ઘવલસિંહે કરી નીતિન પટેલ સાથે મુલાકાત

કોંગ્રેસ છોડનાર અલ્પેશ ઠાકોરની પરિસ્થિતિ ન ઘરના, ન ઘાટના જેવી થઈ ગઈ છે. ત્યારે અલ્પેશ ઠાકોર કયા પક્ષમાં સમાશે તે ચર્ચા પહેલા જ અલ્પેશ ઠાકોરે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે મુલાકાત કરી છે. 

‘રાજકીય’ ઘર શોધી રહેલા અલ્પેશ-ઘવલસિંહે કરી નીતિન પટેલ સાથે મુલાકાત

હિતલ પારેખ/ગાંધીનગર :કોંગ્રેસ છોડનાર અલ્પેશ ઠાકોરની પરિસ્થિતિ ન ઘરના, ન ઘાટના જેવી થઈ ગઈ છે. ત્યારે અલ્પેશ ઠાકોર કયા પક્ષમાં સમાશે તે ચર્ચા પહેલા જ અલ્પેશ ઠાકોરે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે મુલાકાત કરી છે. અલ્પેશની મુલાકાતને લઈને રાજકારણ ફરીથી ગરમાયું છે. આ સાથે જ, અલ્પેશના ભાજપમાં જોડાવવાની ચર્ચાઓએ જોર પકડ્યું. અલ્પેશની સાથે ધવલસિંહ ઝાલાએ પણ નીતિન પટેલ સાથે મુલાકાત કરી છે.  

આગકાંડ બાદ રાજ્યભરમાં મેગા ડિમોલિશન, અમદાવાદની એક બિલ્ડીંગમાં આખેઆખો ફ્લોર ગેરકાયેદસર

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ પ્રદેશ સંગઠનથી નારાજ થઈને અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. તો બીજી તરફ, ઠાકોર સેનામાં પણ તેનો મોટાપાયે વિરોધ કરવામાં આવ્યો હતો. તેના બાદ અલ્પેશ ભાજપમાં જોડાય છે તેવી ચર્ચાઓ ઉઠી હતી. ત્યારે લોકસભા ઈલેક્શનને પગલે આ વાત પર બ્રેક વાગી હતી, પણ અલ્પેશે નીતન પટેલ સાથે મુલાકાત કરતા તેના ભાજપમાં જોડાવાની શક્યતાઓ ફરી દેખાઈ રહી છે. 

લોકસભા ઈલેક્શનમાં ભાજપની ભવ્ય જીત પર અલ્પેશ ઠાકોરે અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને અભિનંદન પાઠવું છું. રાષ્ટ્રવાદના નારાને તેઓએ બુલંદ કર્યો છે. ગુજરાતની ઠાકોર સેનાનો આભાર માનું છું. ઠાકોર સેનાને લીધે 9 સીટો પર ભાજપનો વિજય થયો છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More