Home> Sports
Advertisement
Prev
Next

વિશ્વકપ મેચોમાં ચોક્કસ ભવિષ્યવાણી કરનાર બિલાડીનું મોત

વિશ્વકપ મેચોમાં ચોક્કસ ભવિષ્યવાણી કરનાર બિલાડીનું મોત

ચીનઃ ફીફા વિશ્વકપના છ મેચોની ચોક્કસ ભવિષ્યવાણી કરનાર બિલાડીના મોત બાદ ચીનમાં સોશિયલ મીડિયા પર નિરાશાનો માહોલ છે. 

નારંગી રંગની બિલાડીની સામે ખાવાના બે બાઉલ રાખવામાં આવતા હતા, જેની પાછળ વિશ્વ કપ ટીમોના ધ્વજ બનેલા હતા. તેણે છ મેચોમાં ચોક્કસ ભવિષ્યવાણી કરી અને ચીનમાં તે ખૂબ લોકપ્રિય થઈ ગઈ હતી. 

પેલેસ મ્યૂઝિયમે ચીનના વેઇબો (ટ્વીટર જેવું પ્લેટફોર્મ) પર તેનું એકાઉન્ટ પણ બનાવી દીધું હતું. આર્જેન્ટીના અને નાઇઝીરિયા વચ્ચે મેચમાં તેની અંતિમ ભવિષ્યવાણી હતી. 

મ્યૂઝિયમે કહ્યું કે, બિલાડી બિમાર હતી અને સોમવારે તેનું મોત થઈ ગયું છે. ત્યારબાદ વેઇબો પર 10000થી વધુ પ્રતિક્રિયાઓ આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More