Home> Entertainment
Advertisement
Prev
Next

આવી ગયું છે 'ધડક'નું નવું ગીત. જોઈને યાદ આવી જશે પહેલો પ્રેમ

ફિલ્મમાં ઇશાન ખટ્ટર અને જાન્હવી કપૂરની કેમિસ્ટ્રી ઉડીને આંખે વળગે છે

આવી ગયું છે 'ધડક'નું નવું ગીત. જોઈને યાદ આવી જશે પહેલો પ્રેમ

મુંબઈ : જાન્હવી કપૂર અને ઇશાન ખટ્ટરની ફિલ્મ ‘ધડક’નું નવું ગીત ‘પહેલી બાર’ રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં ઇશાન અને જાન્હવી વચ્ચે પાંગરી રહેલા પ્રેમને ખૂબસુરતીથી દેખાડવામાં આવ્યો છે. આ ગીત ફિલ્મની રોમેન્ટિક સ્ટોરીને અનુરૂપ છે. 

આ ગીતનું સંગીત આપ્યં છે અજય-અતુલની જોડીએ અને શબ્દોથી સજાવ્યું છે ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્યએ. આ ગીતને અતુલ ગોગાવલેએ ગાયું છે. 'ધડક' એ મરાઠી સુપરહીટ ફિલ્મ 'સૈરાટ'ની સત્તાવાર રિમેક છે.  ફિલ્મમાં શાહિદ કપૂરના ભાઈ ઇશાને પોતાની એક્ટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું છે તો જ્હાન્વી પણ તાજી હવાની લહેર જેવી લાગે છે

'ધડક' એ કરણ જોહરના ધર્મા પ્રોડક્શને બનાવેલી છે અને 20 જુલાઈ, 2018ના દિવસે રિલીઝ થવાની છે. પહેલાં આ ફિલ્મ 6 જુલાઈએ રિલીઝ થવાની હતી. આ ફિલ્મમાં જહાન્વી અને ઇશાન સિવાય આશુતોષ રાણાનો પણ દમદાર રોલ છે

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More