Home> Sports
Advertisement
Prev
Next

IRE vs IND: ભુવનેશ્વર કુમારે રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો પ્રથમ બોલર બન્યો

ભુવનેશ્વર કુમારે આયર્લેન્ડ વિરુદ્ધ 3 ઓવરમાં એક મેડન સાથે 16 રન આપી એક વિકેટ ઝડપી હતી. ભુવીએ પ્રથમ ઓવરમાં જ આયર્લેન્ડના કેપ્ટનને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. 

IRE vs IND: ભુવનેશ્વર કુમારે રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો પ્રથમ બોલર બન્યો

નવી દિલ્હીઃ ભારત અને આયર્લેન્ડ વચ્ચે ડબલિનમાં રમાયેલી પ્રથમ ટી10 મેચમાં ટીમ ઈન્ડિયાએ સાત વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે ઈતિહાસ રચતા એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ભુવીએ પોતાની 3 ઓવરમાં 16 રન આપી એક વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેણે એક ઓવર મેડન પણ ફેંકી હતી. ભુવનેશ્વર કુમારને આયર્લેન્ડ વિરુદ્ધ એકમાત્ર વિકેટ પાવરપ્લેમાં મળી અને તે ટી20 ક્રિકેટમાં પ્રથમ છ ઓવરમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બની ગયો છે. તેણે આ મામલામાં સૈમુઅલ બદ્રી અને ટિમ સાઉદીને પાછળ છોડી દીધા છે. 

ભુવીને એકમાત્ર વિકેટ યજમાન ટીમના કેપ્ટન એન્ડ્ર્યૂ બાલબર્નીના રૂપમાં મળી, તેને ભુવીએ પ્રથમ ઓવરના પાંચમાં બોલ પર પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ભુવીના નામે ટી20 આંતરરાષ્ટ્રીય પાવરપ્લેમાં હવે 34 વિકેટ થઈ ગઈ છે અને તે પ્રથમ છ ઓવરમાં સૌથી વધુ  વિકેટ લેનાર બોલરોની યાદીમાં ટોપ પર પહોંચી ગયો છે. 

T20I ક્રિકેટમાં પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ
34 વિકેટ - ભુવનેશ્વર કુમાર
33 વિકેટ - સેમ્યુઅલ બદ્રી
33 વિકેટ - ટિમ સાઉદી
27 વિકેટ - શાકિબ અલ હસન
27 વિકેટ - જોશ હેઝલવુડ

આ પણ વાંચોઃ સંજુ સેમસનનું મેચમાંથી કપાયું પત્તું, સોશિયલ મીડિયા પર ફેન્સ તુટી પડ્યા

ભુવનેશ્વર કુમારના ટી20 આંતરરાષ્ટ્રીય કરિયર પર નજર કરીએ તો તેણે 65 મેચમાં 65 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 24 રન આપી પાંચ વિકેટ રહ્યું છે. 

જો મેચની વાત કરીએ તો વરસાદને કારણે મુકાબલો મોડો શરૂ થયો હતો. 12-12 ઓવરના આ મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. યજમાન ટીમ માટે ટેક્ટરે 33 બોલમાં 6 ચોગ્ગા અને 3 ફોરની મદદથી 64 રન બનાવ્યા હતા. જેની મદદથી આયર્લેન્ડે ભારતને 109 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દીપક હુડ્ડાના 29 બોલમાં અણનમ 47 રનની મદદથી ભારતે 16 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. હવે બંને ટીમ વચ્ચે અંતિમ ટી20 મુકાબલો 28 જૂને રમાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More