Home> Business
Advertisement
Prev
Next

શેર બજારમાં આજે ભારે ઉછાળો, સેન્સેક્સ 740 અંકના વધારા સાથે 53,000ને પાર પર ખુલ્યું

શેરબજારના ઉતાર-ચઢાવ પર દુનિયાભરના લોકોની નજર હોય છે. ખાસ કરીને રોકાણકારો અને વેપારીઓ શેર માર્કેટના ઓપનિંગ અને ક્લોઝિંગ પર બાઝનજર રાખીને બેઠાં હોય છે.

શેર બજારમાં આજે ભારે ઉછાળો, સેન્સેક્સ 740 અંકના વધારા સાથે 53,000ને પાર પર ખુલ્યું

નવી દિલ્લીઃ વૈશ્વિક બજારમાં આજે જબરદસ્ત તેજી જોવા મળી અને પ્રી-ઓપનિંગ પરથી જાણવા મળ્યું કે ભારતીય શેર બજારમાં પણ સારી તેજી જોવા મળી. IT, બેંકિંગ, મેટલના શેરમાં સારો ઉછાળથી શેર બજાર સારી તેજી જોવા મળી. આજે શેર બજારમાં સેન્સેક્સ 740.91 અંક એટલે કે 1.41 ટકાના ઉછાળ સાથે 53,468.89 પર ખુલ્યું અને NSEનું નિફ્ટી 226.95 અંક એટલે કે 1.45 ટકાના ઉછાળ સાથે 15,926.20 પર ખુલ્યું.

આજની જબરદસ્ત તેજીમાં નિફ્ટીના તમામ 50 શેર લીલા નિશાનમાં તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને બજારમાં ચોતરફ ખરીદી જોવા મળી રહી છે. બેન્ક નિફ્ટી 413 અંક એટલે કે 1.23 ટકાના ઉછાળ સાથે 34,041ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. આજના કારોબારમાં નિફ્ટીના તમામ ક્ષેત્રીય સૂચકાંકો તેજીમાં છે. આઈટી શેરોમાં 2.80 ટકા અને મીડિયા શેરોમાં 1.5 ટકાનો ઉછાળ આવ્યો. મેટલ શેરોમાં 1.47 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. નિફ્ટી બેન્ક 1.31 ટકા અને ફાઇનાન્શિયલ સર્વિસના શેર 1.33 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા છે.

આજના કારોબારમાં નિફ્ટીના શેરમાં ખૂબ જ તેજી રહી છે. ટેક મહિન્દ્રા 4.02 ટકા અને HCL ટેક 3.68 ટકા ઉપર છે. વિપ્રો 2.57 ટકા અને ઇન્ફોસીસ 2.55 ટકાના ઉછાળા સાથે વેપાર દર્શાવે છે. આજે Apollo Hospitals 0.19 ટકા અને આઇસર મોટર્સ 0.09 ટકાના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More