Home> Sports
Advertisement
Prev
Next

ફ્લિન્ટોફ બાદ ટેસ્ટમાં નંબર-1 ઓલરાઉન્ડર બનનાર પ્રથમ અંગ્રેજ ક્રિકેટર બન્યો સ્ટોક્સ


વર્ષ 2006મા ઈંગ્લિશ ક્રિકેટ ટીમના ખેલાડી એંડ્રયૂ ફ્લિન્ટોફ વિશ્વનો નંબર 1 ટેસ્ટ ઓલરાઉન્ડર બન્યો હતો, હવે બેન સ્ટોક્સે આ સિદ્ધિ મેળવી છે. 
 

ફ્લિન્ટોફ બાદ ટેસ્ટમાં નંબર-1 ઓલરાઉન્ડર બનનાર પ્રથમ અંગ્રેજ ક્રિકેટર બન્યો સ્ટોક્સ

માન્ચેસ્ટરઃ ઈંગ્લેન્ડના વાઇસ કેપ્ટન બેન સ્ટોક્સ  (Ben Stokes)એ વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડર  (Jason Holder)ને ખસેડીને આઈસીસીના ટેસ્ટ ઓલરાઉન્ડરોની યાદીમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે. સ્ટોક્સ આ સાથે બેટ્સમેનોના રેન્કિંગમાં પણ ત્રીજા સ્થાને પહોંચી ગયો છે, જે તેના કરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ છે. આ સાથે તે એંડ્રયૂ ફ્લિન્ટોફ  (Andrew Flintoff) બાદ બીજો એવો ઈંગ્લિશ ક્રિકેટર છે જેણે આ રેન્કિંગ હાસિલ કરી છે. વર્ષ 2006માં ફ્લિન્ટોફ વિશ્વનો નંબર-1 ટેસ્ટ ઓલરાઉન્ડર બન્યો હતો. 

માન્ચેસ્ટરમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન સ્ટોક્સ વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન હોલ્ડરથી 54 રેટિંગ પોઈન્ટ પાછળ હતો, પરંતુ મેચની પ્રથમ ઈનિંગમાં 176 અને બીજી ઈનિંગમાં 78 રન બનાવ્યા બાદ તેણે 38 પોઈન્ટની લીડ બનાવી લીધી છે. સ્ટોક્સે મેચમાં 3 વિકેટ પણ ઝડપી હતી. સ્ટોક્સે ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્દ રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઈંગ્લેન્ડે આ મેચ 113 રનથી જીતીને સિરીઝ 1-1થઈ બરોબર કરી લીધી છે. 

બેટ્સમેનોના રેન્કિંગમાં સ્ટોક્સ હવે ઓસ્ટ્રેલિયાના માર્નસ લાબુશેનની સાથે સંયુક્ત રૂપથી ત્રીજા નંબરે પહોંચી ગયો છે. હવે તેનાથી આગળ સ્ટીવ સ્મિથ અને ભારતીય કેપ્ટન વિરાટ કોહલી છે. ઈંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ 9માં સ્થાને છે. બોલરોની યાદીમાં સ્ટુઅર્ડ બ્રોડ ટોપ-10મા પરત આવી ગયો છે, તો તેનો સાથી જેમ્સ એન્ડરસન 11મા સ્થાને ખસી ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More