Home> Gujarat
Advertisement
Prev
Next

મહેસાણામાં હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ, અભિનેતા પરેશ રાવલના બે ભાઈ પકડાયા

મહેસાણાના વિસનગર ખાતેના જુગાર ધામમાં અભિનેતા અને એમ.પી પરેશ રાવલના ભાઈ રેડમાં પકડાયા છે. વિસનગરના મથુરદાસ ક્લબના મકાનમાં ચાલતા જુગારધામ પર રેડ પાડવામાં આવી હતી. જેમાં 20 જુગારીયા પકડાયા છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે જ મહેસાણા એલસીબી અને પેરોફોલો સકોર્ડ મહેસાણા દ્વારા રેડ પાડવામાં આવી હતી. આ રેડમાં  ૧.૯૪ લાખની રોકડ રકમ, ૧૬ મોબાઇલ અને ત્રણ વાહન મળી ૬.૩૩ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. 

મહેસાણામાં હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ, અભિનેતા પરેશ રાવલના બે ભાઈ પકડાયા

તેજસ દવે/મહેસાણા :મહેસાણાના વિસનગર ખાતેના જુગાર ધામમાં અભિનેતા અને એમ.પી પરેશ રાવલના ભાઈ રેડમાં પકડાયા છે. વિસનગરના મથુરદાસ ક્લબના મકાનમાં ચાલતા જુગારધામ પર રેડ પાડવામાં આવી હતી. જેમાં 20 જુગારીયા પકડાયા છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે જ મહેસાણા એલસીબી અને પેરોફોલો સકોર્ડ મહેસાણા દ્વારા રેડ પાડવામાં આવી હતી. આ રેડમાં  ૧.૯૪ લાખની રોકડ રકમ, ૧૬ મોબાઇલ અને ત્રણ વાહન મળી ૬.૩૩ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. 

જીટીયુના 5 ઈનોવેટર્સની કમાલ, કોરોના અટકાવવા સેનેટાઈઝર વોચ બનાવી 

પરેશ રાવલના પિતરાઇ ભાઇ કિર્તી રાવલ વિસનગરમાં જુગારધામ ચલાવતા હતા. પરેશ રાવલનો ભાઇ હિંમાશુ રાવલ પણ જુગાર રમતા પકડાયો છે. લોકડાઉનમાં હિમાંશુ રાવલ બોમ્બેથી વિસનગર ખાતે રહેવા આવ્યો હતો. મહેસાણાના વિસનગર કૃષ્ણ સિનેમા પાસે મથુરદાસ કલબ આવેલી છે. મહેસાણાના વિસનગર પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાઈ છે. 

કલેક્ટરે શિવલિંગ શોધ્યું, પોલીસે વહીવટ સંભાળ્યો... ગુજરાતનું આ અનોખુ શિવમંદિર ઈચ્છીત ફળ આપે છે 

શહેરની મધ્યમાં આ જુગારધામ ચાલતું હતું. મથુરદાસ ક્લબમાં હિમાંશુ રાવલ અને કિર્તી  રાવલ બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા હતા. આ કલબમાં કિર્તી રાવલ ટ્રસ્ટી છે, જ્યારે પરેશ રાવલનો મુંબઇ રહેતો ભાઇ  હિમાંશુ લોકડાઉનમાં વિસનગર આવ્યો હતો. અહીં વિસનગર ઉપરાંત, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદથી શોખિનો જુગાર રમવા આવતા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More