Home> Sports
Advertisement
Prev
Next

Women T-20 World Cup: ઓસ્ટ્રેલિયાનો દબદબો, જાણો ભારતની સ્થિતિ

21 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયામાં મહિલા ટી20 વિશ્વકપની શરૂઆત થઈ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમ આ વખતે હરમનપ્રીત કૌરની આગેવાનીમાં પોતાના પ્રથમ ટાઇટલ માટે પ્રયાસ કરતી જોવા મળશે, તો 4 વખત આ ટ્રોફી પોતાના નામે કરી ચુકેલી યજમાન ઓસ્ટ્રેલિયા 5માં ટાઇટલ માટે પોતાના ઘર પર વિરોધીએને પછાડવા સજ્જ છે. 

Women T-20 World Cup: ઓસ્ટ્રેલિયાનો દબદબો, જાણો ભારતની સ્થિતિ

મેલબોર્નઃ આઈસીસી મહિલા ટી20 વિશ્વકપની 7મી એડિશનની યજમાની માટે ઓસ્ટ્રેલિયા તૈયાર છે. દર બે વર્ષે રમાતી આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ આ વખતે 21 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી રમાશે, જેમાં વિશ્વની ટોપ 10 ટીમ ભાગ લેશે. 

બે ગ્રુપ 10 ટીમોઃ 4 શહેરોમાં રમાશે મેચ
આ ટીમોને બે ગ્રુપમાં રાખવામાં આવી છે અને તેની તમામ મેચ 4 શહેરો- સિડની, કેનબરા, મેલબોર્ન અને પર્થમાં રમાશે. ગ્રુપ-એઃ ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ભારત, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા. ગ્રુપ-બીઃ ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, થાઈલેન્ડ. 

થાઈલેન્ડે ચોંકાવતા વિશ્વકપમાં બનાવી જગ્યા
થાઈલેન્ડે આ વખતે બધાને ચોંકાવતા વિશ્વકપમાં એન્ટ્રી કરી છે. પાછલા વર્ષે વિશ્વકપ ક્લોલિફાયર મુકાબલામાં તેણે પપુઆ એન્ડ ન્યૂ ગિનીને સેમિફાઇનલમાં હરાવીને સ્થાન પાક્કું કર્યું. હાલ આઈસીસી મહિલા ટી20 રેન્કિંગ્સમાં તે 11માં સ્થાન પર છે અને પ્રથમવાર આ ટીમ વિશ્વ કપમાં ભાગ લઈ રહી છે. જાણકાર માની રહ્યાં છે કે આ ટીમ ટૂર્નામેન્ટમાં કોઈ મોટો અપસેટ કરી હલચલ મચાવી શકે છે. 

આ છે અત્યાર સુધી મહિલા T20 વિશ્વ કપના વિજેતા
2009: ઈંગ્લેન્ડ

યજમાન ઈંગ્લેન્ડે પ્રથમ મહિલા ટી20 વિશ્વકપ પોતાના નામે કર્યો હતો. લોર્ડ્સમાં રમાયેલી ફાઇનલમાં ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી પરાજય આપીને આ ટ્રોફી પર કબજો કર્યો હતો. આ ફાઇનલ મેચમાં ઈંગ્લેન્ડે કીવી ટીમને 20 ઓવરમાં 85 રન પર રોકી દીધું હતું, ત્યારબાદ યજમાન ટીમે ત્રણ ઓવર બાકી રહેતા પોતાનો ટારગેટ હાંસિલ કરી લીધો હતો. 

2010: ઓસ્ટ્રેલિયા
ન્યૂઝીલેન્ડની ટીમ અહીં એકવાર ફરી ફાઇનલમાં પહોંચી હતી પરંતુ ઓસ્ટ્રેલિયાએ રોમાંચક મુકાબલામાં તેને 3 રનથી હરાવીને તેનું ચેમ્પિયન બનવાનું સપનું તોડ્યું હતું. કાંગારૂ ટીમ અહીં 106 રન બનાવી શકી હતી પરંતુ તેના બોલરોએ ટાર્ગેટ બચાવી લીધો હતો. કાંગારૂ તરફથી એલિસ પેરીએ આ મેચમાં શાનદાર બોલિંગ કરી અને 4 ઓવરમાં 18 રન આવીને 3 વિકેટ ઝડપી હતી. 

ICC Women's T20 World Cup: જાણો ભારતીય ટીમનો કાર્યક્રમ, ટીમ અને મેચ શરૂ થવાનો સમય

2012: ઓસ્ટ્રેલિયા
શ્રીલંકામાં રમાયેલી આ ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા પોતાનું ટાઇટલ બચાવવા ઉતર્યું હતું. તેણે ફાઇનલમાં અહીં 142/4 રન બનાવ્યા અને ઈંગ્લેન્ડને 4 રને પરાજય આપ્યો હતો. 

2014: ઓસ્ટ્રેલિયાની વિશ્વ કપ હેટ્રિક
આ વખતે બાંગ્લાદેશમાં આ ટૂર્નામેન્ટનું આયોજન થયું અને એકવાર ફરી કાંગારૂ ટીમ અહીં ડિફેન્ડિંગ ચેમ્પિયનના રૂપમાં ઉતરી. ફાઇનલમાં તેનો મુકાબલો ફરી ઈંગ્લેન્ડ સામે હતો અને તેણે પોતાના વિશ્વ કપ જીતની હેટ્રિક લગાવતા પોતાના ટાઇટલને પોતાની પાસે જાળવી રાખ્યું હતું. 

2016: પ્રથમવાર ચેમ્પિયન બન્યું વેસ્ટ ઈન્ડિઝ
ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી ટી20 ફોર્મેટમાં પોતાનો અલગ દબદબો બનાવી લીધો હતો. આ વખતે પણ કાંગારૂ ટીમ ફાઇનલમાં હતી અને તેની સામે વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ હતી. ઈડન ગાર્ડન્સમાં રમાયેલા મુકાબલામાં તેણે ઓસ્ટ્રેલિયાને પરાજય આપ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝની ટીમે આ મેચમાં 149 રનનો લક્ષ્ય હાંસિલ કર્યો હતો, જેમાં તેના તરફથી હેયલે મેથ્યૂઝે 45 બોલમાં 66 રનની શાનદાર ઈનિંગ રમી હતી. 

2018: ઓસ્ટ્રેલિયાએ જીત્યું ચોથું વિશ્વકપ ટાઇટલ
એકવાર ફરી ઓસ્ટ્રેલિયા અહીં ચેમ્પિયન બન્યું. આ તેનું ટી20 વિશ્વકપમાં ચોથુ ટાઇટલ હતું. આ વખતે વેસ્ટ ઈન્ડિઝના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં આ ટાઇટલ માટે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમ ટકરાઇ રહી હતી. ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 105 રન પર ઓલઆઉટ કરી દીધું અને કાંગારૂ ટીમે આ આસાન લક્ષ્યને 16મી ઓવરમાં પોતાના નામે કરી લીધો હતો. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More