Home> Entertainment
Advertisement
Prev
Next

બહેન રંગોલીએ કર્યો ખુલાસો, કંગના રનોતને ઘરે બોલાવી જાવેદ અખ્તરે આપી હતી ધમકી


કંગના રનોતની બહેન રંગોલી ચંદેલે જાવેદ અખ્તરને બહેનને લઈને ખુલાસો કર્યો છે કે તેણે કંગનાને ઘરે બોલાવીને ધમકી આપી હતી. 
 

બહેન રંગોલીએ કર્યો ખુલાસો, કંગના રનોતને ઘરે બોલાવી જાવેદ અખ્તરે આપી હતી ધમકી

નવી દિલ્હીઃ કંગના રનોત (Kangana Ranaut)ની બહેન રંગોલી ચંદેલ (Rangoli Chandel) પોતાની વાત સ્પષ્ટ રીતે રાખવા માટે જાણીતી છે. આજે રંગોલીએ એક ટ્વીટ કર્યું છે, જેમાં તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રંગોલીએ લખ્યું છે કે જાવેદ અખ્તરે એકવાર કંગનાને ઘર પર બોલાવી અને પછી તેને રિતિક રોશનની માફી માગવા માટે ધમકાવી હતી. મહેશ ભટ્ટે કંગનાને ચપ્પલ ફેંકીને મારી હતી, જ્યારે તેણે એક આત્મઘાતી હુમલાખોરની ભૂમિકા ભજવવાની ના પાડી હતી. 

મહત્વનું છે કે આ પહેલા કંગનાની બહેન રંગોલીએ ગલી બોયમાં આલિયાના પાત્રને એવરેજ ગણાવ્યું હતું. તેના પર આલિયાએ કહ્યું હતું કે, મારે આ બધી વસ્તુમાં પડવું નથી. હું પોઝિટિવ રહેવા ઈચ્છુ છું અને મહેનતથી કામ કરવા ઈચ્છુ છું. હું દરરોજ મારામાં સુધાર કરવા ઈચ્છુ છું. દરેકને પોતાની વાત કરવાનો હક છે. 

રંગોલીએ આલિયાના માતા સોની રાજદાન વિશે કહ્યું હતું કે આ નોન-ઈન્ડિયન્સ જે અહીં રહી રહ્યાં છે, તે લોકોનું અપમાન કરી રહ્યાં છે, અસહિષ્ણુતાને લઈને જૂઠ બોલી રહ્યાં છે, નફરત ફેલાવી રહ્યાં છે. હવે તેના એજન્ડાને વિચારવાનો સમય આવી ગયો છે. રંગોલીએ મહેશ ભટ્ટ પર પણ આરોપ લગાવ્યા હતા. તેણે લખ્યું હતું કે, મહેશ ભટ્ટે ક્યારેય કંગનાને બ્રેક ન આપ્યો, અનુરાગ બસુએ આપ્યો, 'વો લમ્હે' બાદ જ્યારે કંગનાએ તેમની લખેલી ધોખામાં કામ કરવાની ના પાડી તો તેને એટલો ગુસ્સો આવ્યો કે કંગના પર રાડો પાડવા લાગ્યા હતા. વો લમ્હેના પ્રીવ્યૂ દરમિયાન તેમણે કંગના પર ચપ્પલ ફેંક્યું હતું. તે રાત્રે સુઈ રહી હતી. તે સમયે કંગના માત્ર 19 વર્ષની હતી. 

રણબીર આલિયા લગ્ન: આલિયા ભટ્ટે લગ્ન અંગે કરી એવી કોમેન્ટ કે રણબીર કપૂરને લાગી આવે...

જ્યારે આ મામલા પર મહેશ ભટ્ટ પાસે પ્રતિક્રિયા માગવામાં આવી તો તેમણે કંગનાને બાળકી કહેતા કંઇ બોલવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે, કંગનાએ અભિનેત્રી તરીકે બોલીવુડમાં મારી પ્રોડક્શન કંપની વિશેષથી શરૂઆત કરી હતી. હું તેની વિરુદ્ધ કોઈ ટિપ્પણી કરીશ નહીં. તે બાળકી છે, જેણે અમારી સાથે શરૂઆત કરી છે. માત્ર તે માટે કે તેની સંબંધી (રંગોલી)એ મારા પર કોમેન્ટ કરી, હું કોઈ ટિપ્પણી નહીં કરુ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો બોલીવુડના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More