Home> Spiritual
Advertisement
Prev
Next

17 ઓક્ટોબરથી સૂર્ય કરશે તુલામાં પ્રવેશ, આ રાશિવાળાનો સુખનો સૂરજ ઉગશે, ધનના તો ઢગલા થશે

17 ઓક્ટોબરના રોજ શક્તિશાળી સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરશે જેનાથી ત્રિગ્રહી યોગ સર્જાશે. આ યોગની અનોખી વાત એ છે કે તેમાં માત્ર સૂર્ય, નહીં પરંતુ મંગળ અને કેતુ પણ સામેલ રહેશે જે એક શક્તિશાળી બ્રહ્માંડીય ગઠબંધન બનાવશે. સૂર્યનું આ ગોચર પણ સૂર્ય અને બૃહસ્પતિના એક જ રાશિમાં સંરેખણ સાથે મેળ ખાય છે જે એક સમસપ્તક યોગને જન્મ આપે છે.

17 ઓક્ટોબરથી સૂર્ય કરશે તુલામાં પ્રવેશ, આ રાશિવાળાનો સુખનો સૂરજ ઉગશે, ધનના તો ઢગલા થશે

17 ઓક્ટોબરના રોજ શક્તિશાળી સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરશે જેનાથી ત્રિગ્રહી યોગ સર્જાશે. આ યોગની અનોખી વાત એ છે કે તેમાં માત્ર સૂર્ય, નહીં પરંતુ મંગળ અને કેતુ પણ સામેલ રહેશે જે એક શક્તિશાળી બ્રહ્માંડીય ગઠબંધન બનાવશે. સૂર્યનું આ ગોચર પણ સૂર્ય અને બૃહસ્પતિના એક જ રાશિમાં સંરેખણ સાથે મેળ ખાય છે જે એક સમસપ્તક યોગને જન્મ આપે છે. આ જ્યોતિષીય ઘટનાઓ ખુબ મહત્વ ધરાવતી હોય છે. કેટલીક રાશિઓ માટે ખુબ જ લાભકારી બને છે. જાણો કોણ છે તે લકી રાશિઓ...

મિથુન
મિથુ નરાશિવાળા માટે આ ખગોળીય સંરેખણ શુભ સંકેત આપે છે. તુલા રાશિમાં સૂર્ય ગોચર 2023 પ્રેમ, સંબંધો અને ઉચ્ચ શિક્ષણ સંલગ્ન પાંચમા ઘર પર એક મજબૂત પ્રભાવ નાખે છે. આ સમયગાળા દરમિયાન તમે ખુબ અનુકૂળ અને મજબૂત સંબંધો સાથે તમારા પ્રેમ જીવનમાં સારી સંભાવનાઓનો અનુભવ કરી શકશો. આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનારાઓને અનુકૂળ તક મળી શકે છે. જો તમે નવી નોકરીની શોધમાં હોવ તો કોઈ આશાજનક પ્રસ્તાવ મળી શકે છે. 

કર્ક રાશિ
કર્ક રાશિના જાતક મહાન નાણાકીય મજબૂતી અને ક્ષમતાના દોરમાં છે. પરંપરાગત રીતે પરિવાસ સાથે જોડાયેલા ચોથા ઘરમાં સૂર્ય ગોચર 2023 ધન સંચયની તક લાવે છે. મૂડી રોકાણ, રિયલ એસ્ટેટ કે કૌટુંબિક વારસો આ દરમિયાન તમારી સંપત્તિ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આ ઉપરાંત કાનૂની વ્યવસાય સંલગ્ન લોકો માટે આ એક સારો સમય છે. 

સિંહ રાશિ
સિંહ રાશિ માટે આ ખગોળીય ઘટના કરિયરમાં મહત્વપૂર્ણ ઉન્નતિ લાવશે. સૂર્ય ગોચર તમારા  વ્યવસાયી જીવન સંબંધિત 10માં ઘરને પ્રભાવિત કરે છે. સહકર્મી અને વરિષ્ઠ તમારા યોગદાનને બિરદાવશે, જેનાથી તમારી કરિયરને પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત કૌટુંબિક જીવન સૌહાર્દપૂર્ણ રહેશે, જેનાથી ઘરમાં શાંતિપૂર્ણ માહોલ બનશે. 

તુલા રાશિ
આ સૂર્ય ગોચર તુલા રાશિવાળા માટે ખાસ ભાગ્યશાળી છે. તુલા રાશિમાં નીચ અવસ્થામાં હોવા છતાં સૂર્ય પૂરતો નાણાકીય લાભ અપાવશે, ગુમાવેલી સંપત્તિ મળશે, લાભપ્રદ સંપત્તિ ડીલ અને નાણાકીય સ્થિરતા તમારી રાહ જોઈ રહી છે. કાનૂન જેવા ક્ષેત્રમાં પોતાને સ્થાપિત કરવા ઈચ્છુક લોકો માટે આ સમય આશાજનક સંભાવનાઓ રાખે છે. 

ધનુ રાશિ
ધનુ રાશિના જાતકોને કરિયરમાં નોંધપાત્ર સફળતાનો અનુભવ થશે. 10માં ઘર પર સૂર્ય ગોચર 2023નો પ્રભાવ પ્રોફેશનલ સફળતા અને માન્યતાનો માર્ગ પ્રશસ્ત કરે છે. તમે તમારા પસંદગીના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા મેળવશો અને સૌહાર્દપૂર્ણ કૌટુંબિક જીવનનો આનંદ લેશો. 

મીન રાશિ
મીન રાશિના જાતકો માટે આ સૂર્ય ગોચર 2023 અનુકૂળ કૌટુંબિક મામલાઓની શરૂઆતનું પ્રતિક છે. ચોથા ઘરમાં સૂર્યનું ગોચર કૌટુંબિક સદભાવ અને સંપત્તિ તથા પરિસંપત્તિઓમાં મહત્વપૂર્ણ રોકાણ કરવાની તક આપવાનું વચન આપે છે. કૌટુંબિક માહોલ આનંદમય અને સૌહાર્દપૂર્ણ રહેશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More