Home> Gujarat
Advertisement
Prev
Next

જેનો ડર હતો એ જ થયું! આવી ગઈ વરસાદની આગાહી, નવરાત્રિમાં ગરબાની મજા બગાડશે વરસાદ

Gujarat Weather Updates: નવરાત્રિ દરમ્યાન ક્યારે અને ક્યાં ક્યાં થઈ શકે છે વરસાદ? આ એક મોટો સવાલ છે. જેનો જવાબ જાણવા માટે તમારે હવામાન અંગેની આ આગાહી જાણવી પડશે.

જેનો ડર હતો એ જ થયું! આવી ગઈ વરસાદની આગાહી, નવરાત્રિમાં ગરબાની મજા બગાડશે વરસાદ

Gujarat Weather: એક તરફ ગરબા રસિકો આતુરતાથી નવરાત્રિની રાહ જોઈ રહ્યાં છે ત્યાં બીજી તરફ ખેલૈયાઓનો ખેલ બગાડવા આવી ગઈ છે વરસાદની આગાહી. નવરાત્રિ દરમિયાન થઈ શકે છે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ. હવામાન વિભાગે નવરાત્રિ દરમિયાન વરસાદના સંકેત આપ્યાં છે. આ સમાચારથી ખેલૈયાઓમાં નિરાશા છે તો બીજી તરફ ગરબા આયોજકોના પણ હાજા ગગડી ગયા છે. હવામાન વિભાગે આગાહી કરી છેકે, નવરાત્રિ દરમિયાન ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વરસાદની મોટી સંભાવના છે. આ ઉપરાંત રાજ્યના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહી શકે છે. 

નવરાત્રિમાં હવામાન વિભાગે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. ખાસ કરીને રવિવારથી અમદાવાદ સહિત વિવિધ વિસ્તારોમાં બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં વરસાદની સંભાવના છે. આ ઉપરાંત રાજ્યના ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર જિલ્લામાં પણ વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહીથી ગરબા રસિકોમાં નિરાશા છે.

અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાવાના સંકેતો આપવામાં આવ્યાં છે. અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં રવિવારથી બે દિવસ દરમિયાન હળવો વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના આણંદ અને ખેડા તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં પણ હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં હળવો વરરસાદ પડી શકે છે. બીજા દિવસે સોમવારના રોજ અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં હળવો વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમા ચોમાસાએ વિદાય લઈ લીધી હોય તેવો માહોલ સર્જાઈ ગયો હતો. રાત્રી દરમિાન ઠંડીની ધીમી શરૂઆત પણ થવા લાગી હતી. જોકે ફરી વરસાદી માહોલ થવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે. હવામાન ખાતાએ પ્રસિદ્ધ કરેલી અમદાવાદ શહેરમાં આગામી એક-બે વિગતો મુજબ, રવિવારના રોજ દિવસમાં વાતાવરણમાં પલટો શરૂ થવાની અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More