Home> Spiritual
Advertisement
Prev
Next

Shani Vakri 2024: 29 જૂનથી શનિ અને બુધની બદલશે ચાલ, જાણો કઈ કઈ રાશિના લોકોએ રહેવું પડશે સંભાળીને

Shani Vakri 2024: 12 કલાકમાં 2 મહત્વપૂર્ણ ગ્રહોની ચાલ બદલશે જેના કારણે કેટલીક રાશિના લોકોના જીવનમાં સમસ્યાઓ શરૂ થઈ શકે છે. બે ગ્રહોની ચાલમાં એક જ દિવસમાં ફેરફાર થવાનો છે તે ચાર રાશિના લોકો માટે શુભ નથી. આ ચાર રાશિના લોકોએ 29 જૂનથી સંભાળીને રહેવું પડશે. 

Shani Vakri 2024: 29 જૂનથી શનિ અને બુધની બદલશે ચાલ, જાણો કઈ કઈ રાશિના લોકોએ રહેવું પડશે સંભાળીને
Updated: Jun 26, 2024, 07:59 AM IST

Shani Vakri 2024: દરેક ગ્રહ નિશ્ચિત સમય પર એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે. જ્યારે પણ ગ્રહો પોતાની ચાલ બદલે છે તો તેની અસર 12 રાશિના લોકો પર પણ જોવા મળે છે. રાશિ પરિવર્તનની સાથે ગ્રહ વક્રી અને માર્ગી પણ થતા હોય છે. ગ્રહની ચાલ બદલે ત્યારે પણ તેની અસર 12 રાશિના લોકો પર પડે છે. ખાસ કરીને જ્યારે શનિ ગ્રહ ચાલ બદલે છે તો તે મહત્વની ઘટના હોય છે. 

આ પણ વાંચો: જૂન મહિનાનું છેલ્લું સપ્તાહ તમારા માટે કેટલું શુભ ? જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળ

જૂન મહિનાના અંતે શનિ વક્રી થશે અને બુધ પણ ગોચર કરશે. 29 જુને બુધ ગ્રહ કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને થોડી જ કલાકોમાં શનિ ગ્રહ કુંભ રાશિમાં વક્રી થશે. 12 કલાકમાં 2 મહત્વપૂર્ણ ગ્રહોની ચાલ બદલશે જેના કારણે કેટલીક રાશિના લોકોના જીવનમાં સમસ્યાઓ શરૂ થઈ શકે છે. બે ગ્રહોની ચાલમાં એક જ દિવસમાં ફેરફાર થવાનો છે તે ચાર રાશિના લોકો માટે શુભ નથી. આ ચાર રાશિના લોકોએ 29 જૂનથી સંભાળીને રહેવું પડશે. 

શનિ અને બુધની ચાલ આ રાશિઓને કરશે બેહાલ 

આ પણ વાંચો: ઘરે કોઈ આવે તો પાણી પીવડાવવું શા માટે જરૂરી ? મહેમાનને આપેલું પાણી બદલી દેશે ભાગ્ય

મેષ રાશિ 

શનિ અને બુધની ચાલમાં પરિવર્તનથી મેષ રાશિના લોકોને આર્થિક સમસ્યા વધી શકે છે. આ રાશિના લોકોના ખર્ચ વધશે. જેટલી કમાણી થશે તેના કરતાં વધારે ખર્ચ થશે. પૈસાની તંગી થઈ શકે છે. આર્થિક બાબતે સાવધાની રાખવી. 

કર્ક રાશિ 

કર્ક રાશિના લોકો માટે આગામી દિવસો ઉતાર-ચઢાવ ભરેલા રહી શકે છે. કાર્યક્ષેત્રમાં પણ પડકારનો સામનો કરવો પડી શકે છે. વેપાર કરતા લોકોને નુકસાન થઈ શકે છે. નાણાકીય બાબતોમાં નિર્ણય સમજી વિચારીને લેવો નહીં તો કરજ કરવું પડી શકે છે. 

આ પણ વાંચો: Geeta Gyan: શ્રીમદ ભગવત ગીતાના આ 4 ઉપદેશ બદલી જેશે તમારું જીવન, હંમેશા રાખો યાદ

સિંહ રાશિ

29 જૂન પછીનો સમય આ રાશિ માટે સંભાળીને રહેવાનો છે. બધુ બરાબર ચાલતું હોય અને અચાનક સમસ્યા આવી જાય તેવી સ્થિતિ અવારનવાર સર્જાઇ શકે છે. આવક વધશે પરંતુ ખર્ચા પણ એટલા વર્ષે કે બજેટ બગડી શકે છે. આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે તેથી સમજી વિચારીને ખર્ચ કરવો. 

તુલા રાશિ 

પરિવારના વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. બેદરકારીના કારણે હોસ્પિટલના ધક્કા વધી શકે છે. કારકિર્દીમાં સમસ્યા આવી શકે છે. સમજી વિચારીને બોલવું. તમારા શબ્દો અન્યને આહત પણ કરી શકે છે. ધીરજથી કામ લેવું.

આ પણ વાંચો: Shani Vakri: શનિ કુંભ રાશિમાં થશે વક્રી, નવેમ્બર સુધીમાં 5 રાશિઓના લોકો બનશે ધનવાન

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે