Home> Health
Advertisement
Prev
Next

Aloe Vera: મોંઘી ટુથપેસ્ટ કરતાં વધારે ફાયદાકારક છે એલોવેરા, જાણી લો ઉપયોગ કરવાની રીત

Aloe Vera:એલોવેરા જેલ એવી પ્રાકૃતિક ઔષધી છે જે ઓરલ હેલ્થને પણ સુધારે છે. એલોવેરા જેલનો ઉપયોગ ત્વચા અને વાળને ફાયદો કરે છે તે રીતે દાંતની સફાઈ પણ કરે છે. એલોવેરા જેલને જો ટુથપેસ્ટ તરીકે ઉપયોગમાં લ્યો છો તે તેનાથી દાંતને ફાયદો થવાની સાથે ઓરલ હેલ્થ પણ સુધરે છે. 

Aloe Vera: મોંઘી ટુથપેસ્ટ કરતાં વધારે ફાયદાકારક છે એલોવેરા, જાણી લો ઉપયોગ કરવાની રીત
Updated: Jun 26, 2024, 08:29 AM IST

Aloe Vera: ઓરલ હાઈજીન ખુબ જ જરૂરી હોય છે. જો તેની સફાઈનું ધ્યાન રાખવામાં ન આવે તો ઘણી બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે. મોંની સફાઈ ન રાખવામાં આવે તો દાંત, પેઢા તો ખરાબ થાય જ છે સાથે જ પેટ સુધી બીમારી પહોંચી શકે છે. ઓરલ હેલ્થ સારી રહે તે માટે લોકો મોંઘા મોંઘા ટુથપેસ્ટ પણ વાપરે છે. પરંતુ જો તમારે મોંઘી ટુથપેસ્ટ જેવું જ રિઝલ્ટ કોઈપણ જાતના ખર્ચ વિના મેળવવું હોય તો નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરવો. 

આ પણ વાંચો: Rainy Season: વરસાદી વાતાવરણમાં શરદી-ઉધરસ થાય તો આ ઘરેલુ ઉપાય તુરંત આપશે રાહત

એલોવેરા જેલ એવી પ્રાકૃતિક ઔષધી છે જે ઓરલ હેલ્થને પણ સુધારે છે. એલોવેરા જેલનો ઉપયોગ ત્વચા અને વાળને ફાયદો કરે છે તે રીતે દાંતની સફાઈ પણ કરે છે. એલોવેરા જેલને જો ટુથપેસ્ટ તરીકે ઉપયોગમાં લ્યો છો તે તેનાથી દાંતને ફાયદો થવાની સાથે ઓરલ હેલ્થ પણ સુધરે છે. 

એલોવેરા જેલમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી સેપ્ટિક ગુણ હોય છે જે મોં ના બેક્ટેરિયાને મારવામાં મદદ કરે છે અને દાંત તેમજ પેઢાની સમસ્યા મટાડે છે. આ જેલનો ઉપયોગ તમે ટુથપેસ્ટ તરીકે કરી શકો છો. 

એલોવેરા જેલનો ઉપયોગ કરવાથી થતા લાભ

આ પણ વાંચો: ખાટા ઓડકાર અને છાતીની બળતરાની દવા વિના તુરંત શાંત કરશે આ વસ્તુ, જાણો ઉપયોગની રીત

એલોવેરા જેલનો ઉપયોગ પ્રાકૃતિક ટુથપેસ્ટ તરીકે કરી શકાય છે. એલોવેરા મોંની સફાઈમાં મદદ કરે છે અને તે દાંતને સડતા અટકાવે છે. પ્લાકની સમસ્યાથી બચવા માટે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકાય છે. 

રોજ એલોવેરા જેલનો ઉપયોગ બ્રશ કરવા માટે કરશો તો શ્વાસની દુર્ગંધ દુર થશે. સાથે જ મોંમાં તાજગી આવશે. એલોવેરા પેઢાને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. તે પેઢામાંથી નીકળતા લોહીને અટકાવે છે અને સોજા ઉતારે છે. 

આ પણ વાંચો: માઈગ્રેનના દુખાવામાં નહીં ખાવી પડે દવા, આ દેશી ઉપચાર માથાના દુખાવાથી અપાવશે છુટકારો

એલોવેરા જેલ ઔષધિય ગુણોથી ભરપુર હોય છે. તેમાં વિટામિન્સ, મિનરલ્સ હોય છે. જે દાંતને સડતા રોકે છે અને દાંતને મજબૂત બનાવે છે. એલોવેરાને તમે ડેંટલ કેર રુટીનમાં સામેલ કરી શકો છો. 

કેવી રીતે કરવો ઉપયોગ ?

આ પણ વાંચો: Cardamom Water: સવારે ખાલી પેટ લીલી એલચીનું પાણી પીવાથી થાય છે ચમત્કારી ફાયદા

તાજા એલોવેરાના પાન તોડી તેમાંથી તેનો ગર કાઢી ઉપયોગમાં લેવો. જો ફ્રેશ એલોવેરા ન મળે તો તમે માર્કેટમાં મળતા શુદ્ધ એલોવેરા જેલનો ઉપયોગ પણ કરી શકો છો. ટુથબ્રશ પર થોડી માત્રામાં એલોવેરા જેલ લગાવો અને સામાન્ય રીતે બ્રશ કરો. બ્રશ કર્યા પછી સારી રીતે કોગળા કરી મોં સાફ કરી લો. દિવસમાં 2 વાર એલોવેરા જેલનો ઉપયોગ કરવાથી દાંત સંબંધિત સમસ્યામાંથી પણ રાહત મળી જાશે.  

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે