Home> Spiritual
Advertisement
Prev
Next

Rama Ekadashi 2023: રમા એકાદશી પર કરો આ ટોટકા, ગૃહક્લેશથી લઈ અટકેલા પ્રમોશનની સમસ્યા થશે દુર

Rama Ekadashi 2023: રમા એકાદશીનું મહત્વ સૌથી વધુ હોય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ ઉપરાંત માતા લક્ષ્મી અને તુલસીની પૂજા કરવામાં આવે છે. આ વિશેષ દિવસે કેટલાક ઉપાયો કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે. 
 

Rama Ekadashi 2023: રમા એકાદશી પર કરો આ ટોટકા, ગૃહક્લેશથી લઈ અટકેલા પ્રમોશનની સમસ્યા થશે દુર

Rama Ekadashi 2023: આ વર્ષે 9 નવેમ્બરે રમા એકાદશી ઉજવાળે. વર્ષ દરમિયાન આવતી દરેક એકાદશી ખાસ હોય છે. પરંતુ રમા એકાદશીનું મહત્વ સૌથી વધુ હોય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ ઉપરાંત માતા લક્ષ્મી અને તુલસીની પૂજા કરવામાં આવે છે. આ વિશેષ દિવસે કેટલાક ઉપાયો કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે. આ વર્ષે તમે પણ તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે તે માટે આ ઉપાયો કરી શકો છો. રમા એકાદશીના આ ઉપાયો દાંપત્યજીવનમાં આવેલી સમસ્યાઓને પણ દુર કરે છે. 

આ પણ વાંચો: આજથી દિવાળી સુધી રોજ ખરીદીના શુભ મુહૂર્ત, આ રાજયોગમાં ખરીદી કરવાથી વધશે સમૃદ્ધિ

સુખી લગ્ન જીવન માટે 

રમા એકાદશીના દિવસે તુલસીના પાન તોડી તેને લાલ કપડામાં બાંધીને બેડરૂમના કબાટમાં રાખો. ત્યારબાદ જે પહેલો શુક્રવાર આવે ત્યારે તે પાંદડા ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને અર્પણ કરો. તેનાથી તમારા વિવાહિત જીવનની સમસ્યાઓ દૂર થશે.

ધન લાભ મેળવવા માટે

રમા એકાદશીના દિવસે તુલસીના માંજર તોડી પર્સમાં અથવા ઘરમાં રાખો. તેનાથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ ઉપાય કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી નિવાસ થાય છે અને ઘરમાં કોઈ આર્થિક સંકટ આવતા નથી. તેનાથી કરજથી પણ મુક્તિ મળે છે.

આ પણ વાંચો: દિવાળીના બીજા જ દિવસથી શરુ થશે આ લોકોનો ગોલ્ડન પીરિયડ, બુધ ગોચરથી મળશે અપાર ધન

પ્રમોશન માટે

રમા એકાદશીના દિવસે એક સિક્કા પર કંકુ, ચોખા અને ફૂલ ચઢાવી તેની પૂજા કરો. ત્યાર પછી તેને લાલ કપડામાં બાંધી તમારી ઓફિસના ડ્રોઅરમાં રાખો. આમ કરવાથી તમારી નોકરીમાં આવતી સમસ્યાઓ દૂર થશે અને તમારા પ્રમોશનની શક્યતાઓ વધી જશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More