Home> Gujarat
Advertisement
Prev
Next

જામનગર નજીક રંગમતી નદીમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત, દોડતું થયું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ

જામનગરમાં ફરી હજારો માછલીઓના મોતની ઘટના સામે આવી છે. રંગમતી નદીમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા છે. આ ઘટનાને લઈ તંત્રએ તપાસ હાથ ધરી છે. 

જામનગર નજીક રંગમતી નદીમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત, દોડતું થયું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ

મુસ્તાક દલ, જામનગરઃ જામનગર નજીક આવેલી રંગમતી નદીમાં હજારોની સંખ્યામાં મૃત માછલીઓ મળી આવતા તંત્ર દોડતું થી ગયું હતું. આ ઘટના સામે આવતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા રંગમતી નદીમાંથી પાણીના નમૂના પણ લેવામાં આવ્યા હતા. 

હજારો માછલીઓના મોત
નામનગર નજીક દરેડ ગામ પાસે રંગમતી નદી આવેલી છે. આજે આ નદીમાં અસંખ્ય મૃત માછલીઓ મળી આવી હતી. આ ઘટનાની જાણ થતાં ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના રિઝનલ ઓફિસર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા રંગમતી નદીમાંથી પાણીના નમૂના લેવામાં આવ્યા હતા. આ પાણીના નમૂનાનું નિરીક્ષણ કર્યા બાદ માછલીઓના મોતની સાચી હકીકત સામે આવશે. 

આ પણ વાંચોઃ 2 દિવસમાં ભાજપના 2 નેતાઓના લેટરબોમ્બ, શિસ્તબદ્ધ પાર્ટીમાં આબરૂના ધજાગરા

જામનગરમાં લખોટા તળાવ અને અન્ય નદી-તળાવોમાં સંખ્યાબંધ માછલીઓના મોતની ગટના ભૂતકાળમાં પણ સામે આવી ચુકી છે. પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આ રીતે માછલીઓના મોતને લઈને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આ વખતે તંત્ર કોઈ નક્કર કાર્યવાહી કરે તેમ લોકો ઈચ્છી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More