Home> Spiritual
Advertisement
Prev
Next

Mangal Gochar 2023: મંગળ ગ્રહનો ધન રાશિમાં પ્રવેશ, આ 5 રાશિ થશે માલામાલ અને 4 રાશિઓની વધશે સમસ્યા

Mangal Gochar 2023: મંગળ ગ્રહના ધન રાશિમાં પ્રવેશની સાથે જ કેટલીક રાશિના લોકોનો ભાગ્યોદય થવાનું નક્કી છે જ્યારે કેટલીક રાશિઓ એવી છે જેમને આ સમય દરમિયાન સતર્ક રહેવાની જરૂર છે. તો ચાલો તમને પણ જણાવીએ કે મંગળનું રાશિ પરિવર્તન રાશિચક્ર 12 માંથી કઈ રાશિ માટે લાભકારી છે અને કઈ રાશિને આ સમય દરમિયાન સમસ્યાનો સામનો કરવો પડશે.

Mangal Gochar 2023: મંગળ ગ્રહનો ધન રાશિમાં પ્રવેશ, આ 5 રાશિ થશે માલામાલ અને 4 રાશિઓની વધશે સમસ્યા

Mangal Gochar 2023: મંગળ ગ્રહ 28 ડિસેમ્બરની રાત્રે રાશિ પરિવર્તન કર્યું છે. મંગળ ગ્રહે ધન રાશિમાં પ્રવેશ કર્યો છે અને હવે 4 ફેબ્રુઆરી 2024 સુધી મંગળ આ રાશિમાં ગોચર કરશે. જ્યોતિષશાસ્ત્રમાં મંગળનું વિશેષ સ્થાને છે મંગળને બધા જ ગ્રહોના સેનાપતિ કહેવાય છે. મંગળ વ્યક્તિના જીવનમાં ઉર્જા, ભાઈ, ભૂમિ, શક્તિ, સાહસ, પરાક્રમ અને શૌર્યનો કારક ગ્રહ છે. રાશિ ચક્રની મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે. મંગળ ગ્રહના ધન રાશિમાં પ્રવેશની સાથે જ કેટલીક રાશિના લોકોનો ભાગ્યોદય થવાનું નક્કી છે જ્યારે કેટલીક રાશિઓ એવી છે જેમને આ સમય દરમિયાન સતર્ક રહેવાની જરૂર છે. તો ચાલો તમને પણ જણાવીએ કે મંગળનું રાશિ પરિવર્તન રાશિચક્રની કઈ રાશિ માટે લાભકારી છે અને કઈ રાશિને આ સમય દરમિયાન સમસ્યાનો સામનો કરવો પડશે.

આ પણ વાંચો: સવારે જાગીને તુરંત જોઈ આ 4 માંથી કોઈ એકપણ વસ્તુ તો પતી ગયું.... આખો દિવસ ખરાબ જાશે

મેષ રાશિ

મનના નકારાત્મક વિચારોથી બચો. જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આ સમય દરમિયાન સ્વાસ્થ્ય પર ખર્ચ થઈ શકે છે આવકમાં ઘટાડો અને ખર્ચમાં વધારા જેવી સ્થિતિ રહેશે.

વૃષભ રાશિ

આત્મવિશ્વાસ ભરપૂર રહેશો, પરંતુ ધીરજની ખામી જણાશે. નોકરીમાં ઉપરી અધિકારીઓ સાથે સંબંધો સારા બનાવી રાખો. નોકરી તેમજ કાર્યક્ષેત્રમાં ફેરફાર થઈ શકે છે.

આ પણ વાંચો: રાતોરાત સુતેલા ભાગ્યને જગાડશે તકિયા નીચે રાખેલા 8 લવિંગ, અટકેલું ધન મળશે પરત

મિથુન રાશિ

આ સમય દરમિયાન આત્મવિશ્વાસ નબળો પડી શકે છે. પરંતુ વાણીમાં સૌમ્યતા રહેશે. કોઈ મિત્રના સહયોગથી વેપારની સ્થિતિમાં સુધારો થશે. લાભના અવસર પણ મળશે.

કર્ક રાશિ

આત્મવિશ્વાસ વધારે રહેશે. મનમાં ઉતાર ચડાવની ભાવનાઓ રહેશે. નોકરી માટે અન્ય શહેરમાં જઈ શકો છો. આ સમય દરમિયાન જીવન અવ્યવસ્થિત થઈ શકે છે. દોડધામ વધારે રહેશે.

આ પણ વાંચો: વર્ષ 2024 માં પાપી ગ્રહ રાહુ 3 રાશિ પર થશે મહેરબાન, 18 મહિના આ લોકો રમશે રૂપિયામાં

સિંહ રાશિ

મન પ્રસન્ન રહેશે. દાંપત્ય સુખમાં વધારો થશે. સંપત્તિમાં વધારો થઈ શકે છે. પિતા તરફથી ધનપ્રાપ્તિ થશે. માતાનું સાનિધ્ય મળશે.

કન્યા રાશિ

મન અશાંત રહેશે. કોઈ અજાણ્યા ભયના કારણે પરેશાની થઈ શકે છે. પૈતૃક સંપત્તિથી લાભ પ્રાપ્ત થશે. કારોબારમાં વ્યસ્તતા વધશે.

તુલા રાશિ

મનમાં પ્રસન્નતા રહેશે. કલા અને સંગીતમાં રુચિ વધી શકે છે. કોઈ મિત્રના સહયોગથી નોકરીમાં સારી તક પ્રાપ્ત થશે. આવકમાં વૃદ્ધિ થશે.

આ પણ વાંચો: Vastu Tips: જમતી વખતે કરશો આ ભુલ તો પાપના બનશો ભાગીદાર, જિંદગી થઈ જશે બરબાદ

વૃશ્ચિક રાશિ

સંયમથી કામ લેવું. ક્રોધ અને આવેશનો અતિરેક કરવાથી બચવું. માતા-પિતાનો સાથ મળશે. જીવનમાં કોઈ મિત્રનું આગમન થઈ શકે છે. વાહન સુખમાં વધારો શક્ય છે.

ધન રાશિ

વાણીમાં કઠોળતાનો પ્રભાવ વધારે રહેશે. સંયમથી કામ લેવું. વાતચીતમાં સંતુલન જાળવી રાખો. વ્યર્થ ઝઘડા કરવાથી બચો. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે.

આ પણ વાંચો: Shakun shastra:દૂધ ઉભરાવું અને ઢોળાવું અપશુકન, અશુભ પરિણામથી બચવા તુરંત કરવો આ ઉપાય

મકર રાશિ

આત્મવિશ્વાસ ઓછો રહેશે. મનમાં નકારાત્મક વિચારો આવી શકે છે. સંપત્તિ સંબંધિત બાબતમાં મિત્રનો સહયોગ મળશે. દોડધામ વધારે રહેશે.

કુંભ રાશિ

મન પરેશાન અને અશાંત રહી શકે છે. માનસિક શાંતિ જાળવી રાખવાના પ્રયત્ન કરવા. શૈક્ષણિક કાર્યો પ્રત્યે સજાગ રહો. સમસ્યાઓ આવી શકે છે.

આ પણ વાંચો: લગ્નજીવનને મધુર બનાવવું હોય તો સિંદુર, બંગડી અને બિંદી સંબંધિત આ વાતનું રાખવું ધ્યાન

મીન રાશિ

મન પ્રસન્ન રહેશે. પરંતુ વેપારમાં સમસ્યા આવી શકે છે. મુશ્કેલીના સમયમાં મિત્રનો સહયોગ મળી શકે છે. માતા પિતા તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More