Home> Business
Advertisement
Prev
Next

13 પૈસાથી 400 રૂપિયાને પાર પહોંચ્યો આ મલ્ટીબેગર શેર, 333000% ટકાની તોફાની તેજી, ઈન્વેસ્ટરો માલામાલ

બોરોસિલ રિન્યુએબલ્સના સ્ટોકે છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. છેલ્લા કેટલાક વર્ષમાં સ્ટોકે 333000% નું રિટર્ન આપ્યું છે. આ સમયમાં શેર 13 પૈસાથી 400 રૂપિયાને પાર પહોંચી ગયો છે. 

13 પૈસાથી 400 રૂપિયાને પાર પહોંચ્યો આ મલ્ટીબેગર શેર,  333000% ટકાની તોફાની તેજી, ઈન્વેસ્ટરો માલામાલ

નવી દિલ્હીઃ બોરોસિલ રિન્યુએબલ્સના સ્ટોકે છેલ્લા કેટલાક વર્ષમાં 333000 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. કંપનીના સ્ટોક આ સમયગાળામાં 13 પૈસાથી વધી 400 રૂપિયાને પાર પહોંચી ગયા છે. બોરોસિલ રિન્યૂએબલ્સના સ્ટોક ગુરૂવાર 28 ડિસેમ્બર 2023ના 433.65 રૂપિયા પર બંધ થયા છે. મલ્ટીબેગર કંપની બોરોસિલ રિન્યુએબલ્સ સોલર ગ્લાસ બનાવે છે. કંપનીના સ્ટોકનું 52 સપ્તાહનું હાઈ લેવલ 572.85 રૂપિયા છે. બોરોસિલ રિન્યુએબલ્સના સ્ટોરનો 52 સપ્તાહનું લો લેવલ 380.05 રૂપિયા છે. 

કંપનીના સ્ટોકમાં 333000% થી વધુનો ઉછાળ
બોરોસિલ રિન્યુએબલ્સ (Borosil Renewables)ના શેર 7 નવેમ્બર 2023ના 13 પૈસા પર હતા. મલ્ટીબેગર કંપનીના શેર 28 ડિસેમ્બર 2023ના 43365 રૂપિયા પર બંધ થયા છે. કંપનીના સ્ટોકે આ સમયમાં 333475 ટકાનું રિટર્ન આપ્યું છે. લાંબી દ્રષ્ટિએ રોકાણ કરનાર ઈન્વેસ્ટરોને કંપનીએ માલામાલ કરી દીધા છે. જો કોઈ ઈન્વેસ્ટરે 7 નવેમ્બર 2003ના બોરોસિલ રિન્યુએબલ્સના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને પોતાના રોકાણને બનાવી રાખ્યું હોત તો વર્તમાન સમયમાં આ શેરની વેલ્યૂ 33.35 કરોડ રૂપિયા હોત. અમે અમારી ગણતરીમાં બોનસ શેર અને સ્ટોક સ્પ્લિટને સામેલ કર્યાં નથી.

આ પણ વાંચોઃ 2024ની ચૂંટણી પહેલા ખુશખબર! 10 રૂપિયા સુધી ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ

3 વર્ષમાં 1100% વધી ગયા કંપનીના શેર
બોરોસિલ રિન્યુએબલ્સ (Borosil Renewables)ના સ્ટોકે છેલ્લા સાડા ત્રણ વર્ષમાં પણ છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. કંપનીના શેર 22 મે 2020ના 34.55 રૂપિયા પર હતા. બોરોસિલ રિન્યુએબલ્સના શેર 28 ડિસેમ્બર 2023ના 433.65 રૂપિયા પર બંધ થયા છે. કંપનીના સ્ટોકે આ સમયમાં 1155 ટકાનું રિટર્ન આપ્યું છે. બોરોસિલ રિન્યુએબલ્સે 2018માં પોતાના ઈન્વેસ્ટરોને 3:1 રેશિયોમાં બોનસ શેર આપ્યા હતા. એટલે કે કંપનીએ દરેક એક શેર પર 3 બોનસ શેર આપ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More