Home> Spiritual
Advertisement
Prev
Next

ગુજરાતના હનુમાન મંદિરમાં 59 વર્ષથી ચાલે છે રામધૂન, ગમે તેવી આફતોમાં પણ અટકી નથી

Jamnagar Famous Bala Hanuman Temple : મે તેવી આફત આવે, પણ આ મંદિરની રામધૂન ક્યારેય અટકી નથી. ભૂકંપ, વાવાઝોડું કે કોરોના મહામારીમાં પણ મંદિર પરિસરમાં સતત રામધૂન ચાલુ રહે છે. વિશ્વનું આ એકમાત્ર એવુ મંદિર છે, જ્યાં આટલા વર્ષોથી રામધૂન ચાલતી રહે છે

ગુજરાતના હનુમાન મંદિરમાં 59 વર્ષથી ચાલે છે રામધૂન, ગમે તેવી આફતોમાં પણ અટકી નથી

Bala Hanuman Randhun : ગુજરાતના જામનગર શહેરને અનેક ઉપમા મળી છે. જામનગર એટલે ગુજરાતનું પેરિસ અને ધાર્મિક રીતે ગણીએ તો જામનગર એટલે છોટાકાશી. આ શહેર વિવિધતાઓથી ભરેલું છે. જ્યાં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે. જેમાંનું એક છે બાલા હનુમાન મંદિર. જે જામનગરના વચ્ચોવચ આવેલું છે. આ મંદિર તેના અખંડ રામધૂનને કારણે પ્રખ્યાત છે. ગમે તેવી આફત આવે, આ મંદિરમાં અખંડ રામધૂન ચાલતી જ રહે છે. આજે આ રામધૂનને 59 વર્ષ થઈ ગયા, ભૂકંપ કે વાવાઝોડામાં પણ અહીંની અખંડ ધૂન અટકી નથી. 

રામધૂનની શરૂઆત કેવી રીતે થઈ
જામનગરનું બાલા હનુમાન બહુ જ ફેમસ છે. આ મંદિરની ખાસિયત એ છે કે, જામનગરમાં આવેલું બાલા હનુમાન મંદિર અખંડ રામધૂનના કારણે દેશભરમાં જાણીતું બન્યું છે. બિહારના એક નાનકડા ગામમાં 1912માં જન્મેલા પ્રેમભિક્ષુક મહારાજે આ મંદિરની સ્થાપના કરી હતી. તેઓએ યુવાનીમાં જ ભગવો ધારણ કરી લીધો હતો.  તેઓ 1960માં જામનગરમાં આવ્યા હતા અને તળાવના કાંઠે આ મંદિર બંધાવ્યું હતું. આ મંદિરમાં 1 ઓગસ્ટ, 1964થી મંદિરમાં અખંડ રામધૂન ચાલે છે. એટલા દઢ ભક્તિભાવ સાથે કે 2001માં આખું ગુજરાત ભૂકંપથી ધણધણી ઊઠ્યું અને તારાજી સર્જાઇ તો પણ રામધૂન બંધ ના થઇ તો ના જ થઇ.

ગુજરાતનું પ્રથમ ઓનલાઈન જુગારધામ ઝડપાયું : પોલીસથી કંટાળી આ રીતે જુગાર રમાડાતો

ગમે તેવી આફત આવે, પણ આ મંદિરની રામધૂન ક્યારેય અટકી નથી. ભૂકંપ, વાવાઝોડું કે કોરોના મહામારીમાં પણ મંદિર પરિસરમાં સતત રામધૂન ચાલુ રહે છે. વિશ્વનું આ એકમાત્ર એવુ મંદિર છે, જ્યાં આટલા વર્ષોથી રામધૂન ચાલતી રહે છે. કોરોના કાળમાં પણ ભક્તોને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો, પરંતુ રામધૂન તો ચાલુ જ રહી હતી. 

બાલા હનુમાન મંદિરની સ્થાપના પ્રેમભિક્ષુજી મહારાજે 1963-64માં કરી હતી. છેલ્લા 54 વર્ષથી અહીં અખંડ રામધૂન ચાલે છે. જેને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. આ મંદિરનાં આકર્ષણના કેન્દ્રની વાત કરીએ તો મોટા ઉત્સવોના દિવસે આ ધૂન ઘણી વાર ખૂબ જ ઊર્જા સાથે બોલાય છે. તો રાતના સમયે આ ધૂન સાંભળીને એક અનોખી શાંતિનો અનુભવ થાય છે.

બ્રહ્મ મુહૂર્તમાં બોલો આ 3 ચમત્કારિક શ્લોક, સ્વર્ગ જેવું સુંદર જીવન બનશે

જે સ્વયંસેવકો આ ધૂનમાં સહભાગી થાય છે તેઓ એટલું ચુસ્ત સમયપત્રક પાળે છે કે, ક્યારે પણ આ ધૂન ખંડિત થવાની ચિંતા ઉપસ્થિત થતી નથી. બાલા હનુમાન મંદિર અહીંના જાણીતા લાખોટા તળાવ કે રણમલ તળાવની પાસે જ  આવેલું છે. પહેલી ઓગસ્ટ, 1964થી આ મંદિરમાં અખંડ રામધૂન ચાલે છે. એટલા દઢ ભક્તિભાવ સાથે કે 2001માં આખું ગુજરાત ભૂકંપથી ધણધણી ઊઠ્યું અને તારાજી સર્જાઇ તો પણ રામધૂન બંધ નોહતી કરવામાં આવી.

આ મંદિર એટલુ વિખ્યાત છે કે, અનેક હસ્તીઓ પણ આ મંદિરમાં દર્શન માટે આવી ચૂકી છે. આ મંદિરમાં રામધૂન સાંભળવા માટે દૂરદૂરથી લોકો આવે છે. આ રામધૂન લોકોમાં અનેરી શાંતિ લાવે છે. 

બટર ચિકન અને દાલ મખ્ખની શોધ કોણે કરી હતી? એવો વિવાદ થયો કે વાત પહોંચી કોર્ટમાં

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More