Home> Spiritual
Advertisement
Prev
Next

ફેબ્રુઆરીમાં બુધ અને શુક્રની આ જાતકો પર રહેશે કૃપા, લક્ષ્મી નારાયણ યોગથી થશે પ્રમોશન અને ધનલાભનો યોગ

ફેબ્રુઆરી મહિનામાં મકર રાશિમાં બુધ અને શુક્રની યુતિ થઈ રહી છે, જેનાથી લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. તેવામાં મેષ સહિત કેટલાક જાતકોના જીવનમાં સકારાત્મક પ્રભાવ પડી શકે છે. 

 ફેબ્રુઆરીમાં બુધ અને શુક્રની આ જાતકો પર રહેશે કૃપા, લક્ષ્મી નારાયણ યોગથી થશે પ્રમોશન અને ધનલાભનો યોગ

નવી દિલ્હીઃ Lakshmu Narayan Yog in Makar: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમયે રાશિ પરિવર્તન કરે છે, જેની અસર દરેક રાશિના જાતકો પર પડે છે. બુદ્ધિનાદાતા બુધ અને દૈત્યોના ગુરૂ શુક્ર રાશિ પરિવર્તન કરી રહ્યાં છે, જેનાથી બંને ગ્રહોની યુતિ ફેબ્રુઆરી મહિનામાં બની રહી છે. બંને ગ્રહોની યુતિથી લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ શુભ યોગ બનવાથી ઘણી રાશિના જીવનમાં ખુશીઓ આવશે. 

જ્યોતિષ શાસ્ત્ર અનુસરા સુખ-સંપત્તિના કારક શુક્ર 12 ફેબ્રુઆરી 2024ના સવારે 4 કલાક 41 મિનિટ પર મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે. જ્યાં પર બુદ્ધિના દાતા બુધ બિરાજમાન છે. તેવામાં મકર રાશિમાં બંને ગ્રહોની યુતિથિ લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. 

મેષ રાશિ
આ રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ દસમાં ભાવમાં બની રહ્યો છે. તેવામાં આ જાતકોને ધન લાભ મળશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. આ સાથે વ્યવસાયમાં જોડાયેલા લોકોને અપાર સફળતા મળી શકે છે. રોકાણ કરવાની યોજના બનાવી રહ્યાં છો તો આ સમયમાં તમને લાભ મળી શકે છે. શુક્રના પ્રભાવથી તમારા સંબંધો ગાઢ બનશે. આ સાથે જીવનમાં સકારાત્મક પ્રભાવ પડશે. સ્વાસ્થ્ય પણ સારૂ રહેવાનું છે.

આ પણ વાંચોઃ 22 જાન્યુઆરીએ ઘરે બેસીને કરો આ ઉપાય, જાણો કઈ ચોપાઈ કરવાથી કયું મળે છે ફળ

કન્યા રાશિ
લક્ષ્મી નારાયણ યોગ કન્યા રાશિના જાતકો માટે ખુબ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આધ્યાત્મ પ્રત્યે તમારો ઝુકાવ રહેશે. શુક્ર અને બુધ તમારા જીવનમાં સકારાત્મક અસર પાડશે. નવો વેપાર કરવાથી લાભ થઈ શકે છે. આ સાથે તમને સંભવિત નાણાકીય લાભ મળી શકે છે. નોકરી કરનાર જાતકોની પ્રગતિ થઈ શકે છે. તમારા કામથી તમારા વરિષ્ઠો પ્રસન્ન થઈ શકે છે. તેનાથી તમારા પગારમાં વધારા સાથે કોઈ મોટી જવાબદારી મળી શકે છે. આ સાથે તમારૂ પારિવારિક જીવન સારૂ રહેવાનું છે. સંતાન તરફથી કોઈ ખુશખબર મળી શકે છે. સ્વાસ્થ્ય પણ સારૂ રહેવાનું છે. તમારા જીવનમાં ખુશીઓ આવશે. 

મકર રાશિ
લક્ષ્મી નારાયણ યોગ લગ્ન ભાવમાં બની રહ્યો છે. તેવામાં શુક્રની સાથે સાથે બુધ ગ્રહ આ રાશિના જીવનમાં સકારાત્મક પ્રભાવ પાડી શકે છે. કરિયર સકારાત્મક રહી શકે છે. આ દરમિયાન તમને પદ અને પ્રમોશન મળી શકે છે. તમારા કામની પ્રશંસા થશે. તમારી લગન અને મહેનતથી ઉચ્ચ અધિકારીઓ તમને પ્રમોશન આપી શકે છે. વેપારની વાત કરીએ તો તમારી પ્રગતિ થઈ શકે છે. કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે. મા લક્ષ્મીની કૃપાથી તમને સફળતા મળશે. આ દરમિયાન નાણાકીય લાભ પણ થઈ શકે છે. ઘર-પરિવારમાં માહોલ સારો રહેશે. જીવનસાથી સાથે સમય પસાર કરશો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More