Home> South Gujarat
Advertisement
Prev
Next

આ પિતા છે કે રાક્ષસ!!! પિતાએ 4 વર્ષના પુત્રને 8મા માળેથી ફેંકી કરી હત્યા, બસ આટલું હતું કારણ

નવસારીના જૂનાથાણા નજીક આવેલી સરકારી વસાહતના સી બ્લોકમાં ત્રીજા માળે રહેતા મોનિકા ગોસ્વામી નવસારીના ઇટાળવા સ્થિત ડાયેટ તાલીમ ભવનમાં સહાયક પ્રાધ્યાપક તરીકે નોકરી કરે છે. જેના વર્ષ 2016 માં રાકેશગીરી ગોસ્વામી સાથે લગ્ન થયા હતા.

આ પિતા છે કે રાક્ષસ!!! પિતાએ 4 વર્ષના પુત્રને 8મા માળેથી ફેંકી કરી હત્યા, બસ આટલું હતું કારણ

નવસારી: પતિ પત્નીના પ્રેમમાં પડેલી ખટાશમાં વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ હતી. જેમાં બંને બાળકો પત્ની સાથે રહેતા હોય, ગત રોજ બાળકોને મળવા આવેલો પિતા પુત્રને લઈ ભાગ્યો અને સરકારી વસાહતના 8 માં માળે ધાબા પર ચઢ્યો હતો. જ્યાં પોલીસ પિતા પુત્રને શોધવા ધાબા તરફ આવતી જોઈને પિતાએ પ્રથમ પુત્રને ધાબા પરથી નીચે પડતુ મુક્યુ હતુ અને ત્યારબાદ પોતે ધાબા પરથી નીચે મોતની છલાંગ મારી આપઘાત કરી લીધો હતો. સમગ્ર મુદ્દે નવસારી ટાઉન પોલીસે તપાસ આરંભી છે.

ગૌતમ અદાણીએ લીધી 350 કરોડ ડોલરની 'લોન', શું હવે નવો ધડાકો કરવાની કરી રહ્યાં છે તૈયાર
આ રાશિના લોકો માટે શાનદાર રહેશે વર્ષ 2024, જાન્યુઆરીથી મા દેવી લક્ષ્મી થશે મહેરબાન

નવસારીના જૂનાથાણા નજીક આવેલી સરકારી વસાહતના સી બ્લોકમાં ત્રીજા માળે રહેતા મોનિકા ગોસ્વામી નવસારીના ઇટાળવા સ્થિત ડાયેટ તાલીમ ભવનમાં સહાયક પ્રાધ્યાપક તરીકે નોકરી કરે છે. જેના વર્ષ 2016 માં રાકેશગીરી ગોસ્વામી સાથે લગ્ન થયા હતા. પરંતુ લાંબા સમયથી રાકેશગીરી નોકરી કરતો ન હોય પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હતા. 

9 મહિના અગાઉ મોનિકાએ રાકેશગીરીને વ્યવસ્થિત નોકરી કરવા કહ્યું હતુ, નહીં તો છૂટાછેડા આપી દેવાનું કહેતા રાકેશ મુંબઈ રહેવા જતો રહ્યો હતો. દરમિયાન ગત રોજ રાતે રાકેશગીરી નવસારી આવ્યો હતો અને સરકારી વસાહતમાં ગરબા રમતા મોનિકા અને તેના બે બાળકોમાંથી સાડા ચાર વર્ષીય દ્વિજ ગોસ્વામીને ઉંચકીને ભાગી છૂટયો હતો. જેથી તેને પકડવા ગરબામાં હાજર લોકો પણ ભાગ્યા હતા. પણ રાકેશ તેમના હાથે આવ્યો ન હતો. 

Vitamin P: આખરે કઇ બલાનું નામ છે વિટામીન પી? ફાયદા જાણશો તો મનમાં નહી ઉઠે આ સવાલ
Puja Niyam: પૂજા દરમિયાન અગરબત્તી પ્રગટાવો અથવા ધૂપ? ઘરની સુખ-શાંતિ તથા સમૃદ્ધિ પર પડે છે અસર
આ રાશિના લોકો માટે શાનદાર રહેશે વર્ષ 2024, જાન્યુઆરીથી મા દેવી લક્ષ્મી થશે મહેરબાન

બીજી તરફ મોનિકા ગોસ્વામીએ ટાઉન પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે રાકેશ અને તેના પુત્રની શોધવા નવસારી એસટી ડેપો, રેલ્વે સ્ટેશન, હાઇવે જેવા તમામ સ્થળોએ તપાસ આરંભી હતી. પરંતુ રાકેશની ભાળ ન મળતાં પોલીસે ટેકનિકલ સર્વેલાન્સની મદદ લીધી હતી. જેમાં રાકેશના મોબાઈલનું નેટવર્ક સરકારી વસાહતમાં જ જણાતા પોલીસે નવસારી ફાયર બ્રિગેડને બોલાવી વસાહતની ઇમારતોમાં તપાસ આરંભી હતી. રાત્રે સાડા દસ વાગ્યાથી અઢી વાગ્યા સુધી સંતાયેલા રાકેશે નીચે હલચલ સાંભળી અને પોલીસ તથા ફાયરને જોઈ હલબડીમાં પ્રથમ પુત્ર દ્વિજને 8 માં માળના ધાબા પરથી નીચે ફેંકી તેની હત્યા કરી હતી. 

શું માર્કેટમાં પરત આવી રહી છે 1000 રૂપિયાની નોટ? નવા રિપોર્ટમાં થયો આ ખુલાસો
Paytm ના શર્માજી એ કરી દીધો કમાલ, શેર તહેવારોમાં બની શકે છે રોકેટ!
સોનાના દાગીના પર ઑફર્સની ભરમાર , જાણો કોણ આપી રહ્યું છે કેટલું ડિસ્કાઉન્ટ?

બાદમાં પોતે પણ ધાબા પરથી મોતની છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો. અચાનક ઘટેલી ઘટનામાં માસૂમ પુત્ર અને નિષ્ઠુર પિતાના મોતથી માતાના હોશ ઉડી ગયા હતા. જ્યારે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. ઘટના સ્થળેથી પોલીસે પિતા પુત્રના મૃતદેહને પીએમ અર્થે ખસેડયા હતા. સાથે જ પિતા રાકેશગીરી ગોસ્વામી સામે પુત્રની હત્યા અને પોતે આપઘાત કરતા અક્સ્માત મોતનો ગુનો નોંધી તપાસને વેગ આપ્યો છે.

નાયબ પોલીસ અધિક્ષક એસ કે રાયે જણાવ્યું હતું કે પુત્રને મળવા આવેલા પિતા રાકેશગીરી ગોસ્વામી તેની પત્ની મોનિકા સાથે નોકરી મુદ્દે ઘર કંકાસ હતો. રાકેશગીરી મોનીકાથી કંટાળ્યો હોવાની વાતો પણ વહેતી થઈ હતી. સ્થાનિકોમાં ચર્ચા હતી કે, પુત્રને લઈને ધાબે સંતાયેલા રાકેશે પહેલા ઝેર ગટગટાવ્યું હતુ. દરમિયાન કોઈકને સતત ફોન પણ કર્યા હતા, જેમાં તેની જિંદગી બગાડી હોવાની વાતો પણ હતી. જોકે આ મુદ્દે પોલીસે બંનેના વિસેરા લીધા છે અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ ખરી હકીકત સામે આવશે. જોકે હાલ તો એક માતાએ પતિ સાથેના ઝઘડામાં વહાલસોયાને ખોયો છે.

Multibagger Stocks: 1 લાખનું રોકાણ કરનાર 1 વર્ષમાં બની ગયા અમીર, 4 ગણા થઈ ગયા રૂપિયા
JanDhan Account: શું તમે પણ ખોલાવ્યું છે જીરો બેલેન્સ એકાઉન્ટ? નાણામંત્રીએ કહી આ વાત

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More