Home> LifeStyle
Advertisement
Prev
Next

Priyanka Chopra: પ્રિયંકા ચોપડા ત્વચાને સુંદર બનાવવા લગાડે છે આ ફેસપેક, જાણો બનાવવાની રીત

Priyanka Chopra Beauty Secret: પ્રિયંકા ચોપડા ઇન્ટરનેશનલ ફેશન આઈકોન બની ગઈ છે. જોકે પ્રિયંકા ચોપડા આજે પણ તેની સુંદરતાને જાળવી રાખવા માટે સ્કીન કેરમાં ઘરેલુ નુસખા પર વિશ્વાસ કરે છે. પ્રિયંકા ચોપડાએ આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે તે કેવી રીતે પોતાની સ્કીનનું ધ્યાન રાખે છે. 

Priyanka Chopra: પ્રિયંકા ચોપડા ત્વચાને સુંદર બનાવવા લગાડે છે આ ફેસપેક, જાણો બનાવવાની રીત
Updated: May 04, 2024, 08:21 AM IST

Priyanka Chopra Beauty Secret: પ્રિયંકા ચોપડાએ બોલીવુડથી લઈને હોલીવુડ સુધી પોતાની ખાસ ઓળખ બનાવી છે. ચાહકો તેના અભિનયની સાથે તેની સુંદરતા પાછળ પણ પાગલ છે. પ્રિયંકા ચોપડા ઇન્ટરનેશનલ ફેશન આઈકોન બની ગઈ છે. જોકે પ્રિયંકા ચોપડા આજે પણ તેની સુંદરતાને જાળવી રાખવા માટે સ્કીન કેરમાં ઘરેલુ નુસખા પર વિશ્વાસ કરે છે. પ્રિયંકા ચોપડાએ આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે તે કેવી રીતે પોતાની સ્કીનનું ધ્યાન રાખે છે. 

આ પણ વાંચો: પલ્સ પોઈંટ પર આ વસ્તુ લગાડી છાંટો પરફ્યૂમ, આખો દિવસ શરીરમાંથી આવતી રહેશે સુગંધ

પ્રિયંકા ચોપડા સ્કીન કેરમાં ખાસ ફેસપેક લગાડ્યો છે. આ ફેસપેક પહેલા તેની માતા તેના માટે તૈયાર કરતી હતી. આ ફેસપેક ઘરમાં જ રહેલી કેટલીક વસ્તુઓથી બને છે અને તેનાથી ત્વચા પર ગજબનો નિખાર આવે છે. જો તમે પણ પ્રિયંકા ચોપડાની જેમ સ્કીનને ગ્લોઇંગ અને સુંદર બનાવવા માંગો છો તો આ ફેસપેક તમે પણ ઘરે બનાવી ઉપયોગમાં લઈ શકો છો. 

ફેસપેક માટેની સામગ્રી 

આ પણ વાંચો: સુંદર અને ગ્લોઈંગ સ્કીન માટે મોંઘી ક્રીમ નહીં વાપરવી પડે જો દહીંનો આ રીતે કરશો ઉપયોગ

ઘઉંનો લોટ બે ચમચી, ચપટી હળદર, લીંબુનો રસ, તાજુ દહીં, ગુલાબજળ 

ફેસપેક બનાવવાની રીત 

એક બાઉલમાં એક મોટી ચમચી દહીં લઈ તેમાં ઘઉંનો લોટ ઉમેરો. ત્યાર પછી અન્ય સામગ્રી ઉમેરી બરાબર રીતે મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાડો. 10 થી 15 મિનિટ પછી જ્યારે ફેસપેક સુકાઈ જાય તો હળવા હાથે મસાજ કરતા કરતા ફેસપેકને સાફ કરો. 

આ પણ વાંચો: તરબૂચને હાથમાં લઈ કહી દેશો મીઠું છે કે નહીં, ખરીદવા જાવ ત્યારે આ 5 ટીપ્સ ફોલો કરજો

ફેસપેક લગાડવાના ફાયદા 

આ ફેસપેકનો ઉપયોગ કરવાથી ત્વચા એક્સફોલિયેટ થાય છે. તેનાથી ચહેરા પરની ડેડ સ્કિન પણ દૂર થઈ જાય છે. આ ફેસપેકનો નિયમિત ઉપયોગ કરવાથી ત્વચા પરના ડાઘ પણ દૂર થાય છે અને રંગ સાફ થાય છે. નિયમિત રીતે આ ફેસપેકનો ઉપયોગ કરવાથી ત્વચા પર કુદરતી નિખાર આવે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે