Home> Gujarat
Advertisement
Prev
Next

ભાજપનો પ્લાન B સફળ : રાજપૂતોએ ભાજપના સમર્થનમાં સંમેલન યોજ્યું, પાટીલે માન્યો આભાર

Loksabha Election 2024 : ભાવનગરમાં ભાજપના સમર્થનમાં મળ્યું ક્ષત્રિય રાજપૂત સમાજનું સંમેલન, સંમેલનના આયોજન બદલ ક્ષત્રિયોનો પાટીલે માન્યો આભાર, ભાજપ સાથે રહેવા બાદ ક્ષત્રિયોનો પાટીલે માન્યો આભાર, ક્ષત્રિય સમાજમાં કોઈ રોષ નથીઃ વજુભાઈ વાળા

ભાજપનો પ્લાન B સફળ : રાજપૂતોએ ભાજપના સમર્થનમાં સંમેલન યોજ્યું, પાટીલે માન્યો આભાર
Updated: May 04, 2024, 10:37 AM IST

Rajput Samaj Support BJP : ભાવનગરના સીદસર રોડ પર ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનું એક ભવ્ય સંમેલન ભાજપના સમર્થનમાં યોજાયું હતું. આ સંમેલનમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, પૂર્વ નાણા મંત્રી વજુભાઇ વાળા, ઉમેદવાર નિમુબેન બાંભણીયા, સાંસદ ભારતીબેન શિયાળ, ધારાસભ્યો તેમજ વિશાળ સંખ્યામાં ક્ષત્રિય રાજપૂત સમાજના પુરુષ અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યની અનેક બેઠકો પર ક્ષત્રિય સમાજના રોષનો સામનો ભાજપને કરવો પડી રહ્યો છે, ત્યારે ભાજપ દ્વારા ક્ષત્રિય સમાજના દિગ્ગજ નેતાઓ, ભાજપ સંગઠન કે અન્ય હોદ્દા પરના આગેવાનોને સાથે રાખી સમાજનો રોષ ઓછો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં સારી એવી સફળતા પણ મળી રહી છે, ત્યારે આજે ભાવનગરના સીદસર રોડ પર ક્ષત્રિય રાજપૂત સમાજનું એક વિશાળ સંમેલન સી.આર.પાટીલ, વજુભાઇ વાળા તેમજ ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયું હતું. સી.આર. પાટીલે સ્વખર્ચે ભાજપના સમર્થનમાં સંમેલન યોજવા બદલ સમાજનો આભાર માની કહ્યું કે, ક્ષત્રિય રાજપૂત સમાજ કટ્ટરતાથી ભાજપ સાથે રહ્યો છે જે માટે હું સમાજનો આભાર માનું છું. 

ગુજરાતમાં ફરી એલર્ટ : રાજ્યના 10 જિલ્લાવાળા ખાસ સાચવજો, નવી આગાહી તમારા માટે છે

તો વજુભાઇ વાળાએ કહ્યું કે ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરવુ એ ક્ષત્રિયના લોહીમાં રહેલું છે. જ્યારે નરેન્દ્રભાઈ પણ ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરી રહ્યા છે. ત્યારે વડાપ્રધાનને સપોર્ટ આપવા આજે અમો અહીં ભેગા થયા છીએ. જ્યારે પરસોત્તમ રૂપાલા મુદ્દે કહ્યું કે સમાજની માફી માંગવાની હતી તે તેમણે માંગી લીધી છે. જેથી હવે રોષની કોઈ વાત જ નથી, કોઈ જગ્યા પર હજુ સમાજના લોકો વિરોધ કરી રહ્યા હશે તો તેઓ આજ નહીં તો કાલે સમજી અને સદભાવ રાખશે.

PM મોદીની એન્ટ્રીથી મેદાન શાંત થયું, સૌરાષ્ટ્રના 45 રાજવીઓએ ભાજપને આપ્યુ સમર્થન

પાટીલે વધુમાં કહ્યુ હતું કે, ક્ષત્રીય કારડીયા સમાજ વર્ષો સુધી ભાજપ સાથે સંકળાયેલો છે. સમાજને મોદી સાહેબ પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ છે એટલે આજે મોટી સંખ્યામા સમાજના લોકો ઉપસ્થિત છે. તેઓએ સૌને સાથે રાખી વિકાસના કાર્યો કરવાનો પ્રયાસ કર્યો છે. લોકસભાની ચૂંટણીમાં તેઓ ત્રીજી વખત વડાપ્રધાન બનવાના છે. તેઓ દરેક વર્ગના લોકોને યોજનાનો લાભ મળે તે દિશામા પ્રયાસ કર્યો છે. દેશની મહિલાઓ તેમના નેતૃત્વમા સુરક્ષીત હોવાનો અહેસાસ કરે છે. લોકસભા અને રાજયસભામાં મહિલાઓને 33 ટકા અનામત આપવાનો ઐતિહાસીક નિર્ણય તેમણે કર્યો છે. આજનો યુવાન જોબ સીકર નહી જોબ ગીવર બને તે દિશામા સરકારે પ્રયાસ કર્યા છે. ખેડૂતોને સમયસર અને વ્યાજબી ભાવે ખાતર મળે તે માટે સરકારે પ્રયાસ કર્યા છે. 

પાટીલે વધુમા જણાવ્યું કે, કોંગ્રેસે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ ફગાવી દીધુ. જે રામના નથી થયા તે આપણા કેવી રીતે થાય. આજે આખો દેશ રામમય બની ગયો તે મોદી સાહેબની દેન છે. પીએમ મોદી જમ્મુ કાશ્મિરમા કલમ 370 દુર કરી અને ત્રીપલ તલાકનો કાયદો લાવી મુસ્લીમ બહેનોને સુરક્ષીત કરવાનુ કામ કર્યુ છે. 

PM નો કમલમના ચોકમાં સંવાદ, 2022 બાદ 2024 માં પણ, સ્થળ એ જ માત્ર સમય બદલાયો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે