Home> LifeStyle
Advertisement
Prev
Next

એકદમ સરળ છે પ્રોટીન પાવડર બનાવવાની રીત, આ Recipe ફોલો કરી 10 મિનિટમાં જ કરો તૈયાર

Protein Powder Recipe: લોકોની જીવનશૈલી અને આહાર પદ્ધતિ એવી થઈ ગઈ છે કે જેના કારણે શરીરને જરૂરી પોષણ આહારથી મળતું નથી. તેથી દિવસ દરમિયાન દૂધમાં જો પ્રોટીન પાવડર ઉમેરીને લેવામાં આવે તો તેનાથી શરીર માટે જરૂરી પોષક તત્વો મળી રહે છે.

એકદમ સરળ છે પ્રોટીન પાવડર બનાવવાની રીત, આ  Recipe ફોલો કરી 10 મિનિટમાં જ કરો તૈયાર
Updated: Mar 08, 2023, 08:34 AM IST

Protein Powder Recipe: આજના સમયમાં નાના બાળકોથી લઈ પરિવારના વૃદ્ધ વ્યક્તિને પણ પોતાના આહારમાં પ્રોટીન યુક્ત વસ્તુઓનું સેવન કરવું પડે છે. ડોક્ટરો પણ સલાહ આપતા હોય છે કે દિવસ દરમિયાન એક ગ્લાસ દૂધમાં પ્રોટીન પાવડર જરૂરથી પીવો જોઈએ. તેનું સેવન કરવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે છે. તેનું કારણ છે કે આજના સમયમાં લોકોની જીવનશૈલી અને આહાર પદ્ધતિ એવી થઈ ગઈ છે કે જેના કારણે શરીરને જરૂરી પોષણ આહારથી મળતું નથી. તેથી દિવસ દરમિયાન દૂધમાં જો પ્રોટીન પાવડર ઉમેરીને લેવામાં આવે તો તેનાથી શરીર માટે જરૂરી પોષક તત્વો મળી રહે છે. જોકે આ પ્રકારના પ્રોટીન પાવડર બજારમાંથી ખરીદવા ખૂબ જ મોંઘા પડે છે. ત્યારે આજે તમને ઘરે હેલ્થી પ્રોટીન પાવડર કેવી રીતે તૈયાર કરવો તેના વિશે જણાવીએ.

આ પણ વાંચો:

રવાનો ઉપયોગ કરીને બનાવો એકદમ ટેસ્ટી પાપડ, અડધા કપ રવાથી બનશે ડબ્બો ભરાય એટલા પાપડ

આ રીતે બનાવશો તો ટેસ્ટી, ક્રિપ્સી અને તેલ વિનાની બનશે બેડમી પુરી

Easy Recipe: ખાટો-મીઠો સ્વાદ પણ આપશે અને પેટની બીમારી પણ ભગાડશે આમચૂર ચટણી

પ્રોટીન પાવડર માટેની સામગ્રી

400 ગ્રામ મખાના
100 ગ્રામ બદામ 
100 ગ્રામ અખરોટ 
50 ગ્રામ વરીયાળી 
50 ગ્રામ સાકર 
10 ગ્રામ એલચી 
2 ગ્રામ કેસર 
100 ગ્રામ ચિયાસીડ્સ, પમકીન સીડ અને ફ્લેક્સ સીડ 

પાવડર બનાવવાની રીત

પ્રોટીન પાવડર બનાવવા માટે સૌથી પહેલા મખાનાને શેકી લેવા. ત્યાર પછી બદામ ને પણ શેકી લેવી. બંને વસ્તુ ઠંડી થઈ જાય એટલે મિક્સરમાં તેને પાવડર બનાવી લેવી. આ પાવડરને એક બાઉલમાં કાઢી લો અને પછી અન્ય ડ્રાયફ્રુટ અને સીડ્સને પણ બારીક પીસી લેવા. ત્યાર પછી બંને વસ્તુઓને એક મોટા બાઉલમાં મિક્સ કરીને એર ટાઈટ કન્ટેનરમાં ભરી રાખો. ઘરે તૈયાર કરેલા આ નેચરલ પ્રોટીન પાવડરને દૂધ સાથે તમે નિયમિત લઈ શકો છો. હુંફાળા ગરમ દૂધમાં એક ચમચી પ્રોટીન પાવડર ઉમેરી બરાબર મિક્સ કરીને તેનું સેવન કરવું. આ પ્રોટીન પાવડર નું નિયમિત રીતે સેવન કરવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળી રહેશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે