Home> India
Advertisement
Prev
Next

Alert: વિયાગ્રાથી નિપજ્યું મોત! પાર્ટીમાં દારૂ પીધા બાદ વિયાગ્રાની 2 ટેબલેટ ખાઈ લીધી, પછી જે થયું...

Maharashtra News: નાગપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં 41 વર્ષના એક વ્યક્તિએ મહિલા મિત્રની દારૂ પાર્ટી દરમિયાન વિયાગ્રાની 2 ટેબલેટ ખાઈ લીધી. જેના કારણે તેમનું મોત નિપજ્યું.

Alert: વિયાગ્રાથી નિપજ્યું મોત! પાર્ટીમાં દારૂ પીધા બાદ વિયાગ્રાની 2 ટેબલેટ ખાઈ લીધી, પછી જે થયું...

મહારાષ્ટ્રના નાગપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં 41 વર્ષના એક વ્યક્તિએ મહિલા મિત્રની દારૂ પાર્ટી દરમિયાન વિયાગ્રાની 2 ટેબલેટ ખાઈ લીધી. જેના કારણે તેમનું મોત નિપજ્યું. તેમના મગજમાં લોહીની 300 ગ્રામ જેટલી ગાંઠ જામી ગઈ. 

ડોક્ટરોએ તેને રેર કેસ ગણાવ્યો
જર્નલ ઓફ ફોરેન્સિક એન્ડ લીગલ મેડિસિનમાં પલ્બિશ થયેલા એક સ્ટડીમાં આ કેસને દુર્લભ કેસ ગણવામાં આવ્યો છે. એમ્સના છ ડોક્ટરોએ આ કેસ પર સ્ટડી 2022માં સપ્ટેમ્બરમાં જમા કર્યો હતો જે આ અઠવાડિયે ઓનલાઈન પબ્લિશ થયો છે. 

મિત્ર સાથે હોટલમાં રોકાયો હતો વ્યક્તિ
રિપોર્ટ મુજબ 41 વર્ષનો આ વ્યક્તિ તેની મિત્રને મળવા માટે હોટલમાં ગયો હતો. જ્યાં તેણે દારૂ પીધો. ત્યારબાદ સિલ્ડેનાફિલની બે 50 એમજીવાળી ટેબલેટ ખાધી. આ કોમ્પોઝિશન વિયાગ્રાના નામથી બજારમાં વેચાય છે. આ દવાનો ખાનારી વ્યક્તિની કોઈ મેડિકલ કે સર્જિકલ હિલ્ટ્રી નહતી. 

સવારે તબિયત બગડી અને મોત નિપજ્યું
બીજા દિવસે સવારે આ વ્યક્તિની તબિયત બગડવા લાગી હતી. તેને ઉલ્ટી થવા લાગી. મહિલા મિત્રએ તેને ડોક્ટર પાસે લઈ જવાનું કહ્યું પરંતુ તેણે એમ કહીને ટાળ્યું કે આવું તેની સાથે પહેલા પણ થયું હતું. થોડીવાર બાદ તેની તબિયત વધુ બગડી. જ્યારે તેને હોસ્પિટલ લઈ જવાયો તો ફરજ પર હાજર ડોકટરે મૃત જાહેર કર્યો. 

આ ગામનું નામ જે પણ સાંભળે તે શરમથી પાણી પાણી થઈ જાય, લોકોની માંગણી- પ્લીઝ નામ બદલો

બાબા વેંગા-નોસ્ટ્રાડેમસની પ્રલય-તબાહીની ભવિષ્યવાણી, જાણો ગુજરાતના આ સંતે શું કહ્યું?

વિયાગ્રા છોડો! આ ટ્રિક અજમાવો... બેડ પર 3 ગણું વધી જશે પરફોર્મન્સ, પાર્ટનર ખુશખુશાલ

મગજ સુધી ઓક્સિજન ન પહોંચ્યો
ડોક્ટરોના જણાવ્યાં મુજબ વ્યક્તિનું મોત સેરીબ્રોવાસ્ક્યુલર હેમરેજના કારણે થયું. તેના મગજ સુધી ઓક્સિજન પહોંચી શક્યો નહીં. તેના મગજમાં લોહીની 300 ગ્રાજ જેટલું ક્લોટિંગ જોવા મળ્યું. ડોક્ટરોનું કહેવું છે કે હાઈ બ્લડ પ્રેશરના કારણે આલ્કોહોલ અને દવાના મિશ્રણના કારણે વ્યક્તિનું મોત નિપજ્યું. 

દુર્લભ કેસ
ડોક્ટરોએ આ  કેસને દુર્લભ કેસ ગણાવ્યો છે. ડોક્ટરોનું કહેવું છે કે ઈરેક્ટાઈલ ડિસ્ફેંક્શનની દવા ડોક્ટરની સલાહ વગર લેવી જોઈએ નહીં. જો દવા લીધા બાદ બેચેની, ચેસ્ટ પેન, વધુ પરસેવો જેવા લક્ષણો જોવા મળે તો તત્કાળ ડોક્ટર પાસે જવું જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More