Home> LifeStyle
Advertisement
Prev
Next

Three Blades Fan: ભારતના સીલિંગ ફેનમાં ત્રણ બ્લેડ જ્યારે અમેરિકામાં ચાર, આવું કેમ?

Three Blades Fan: પંખામાં 3 બ્લેડ હોવા પાછળ એક મોટું સાયન્સ હોવાનું માનવામાં આવે છે. સાયન્સ કહે છે કે પંખામાં જેટલી વધારે બ્લેડ હશે તેટલી પંખો ઓછી હવા ફેંકશે. આથી મોટાભાગે ગરમ પ્રદેશોમાં ત્રણ બ્લેડવાળા પંખાનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં ગરમી વધારે પડે છે. આજ કારણ છે કે અહીંયા ત્રણ બ્લેડવાળા પંખા હોય છે. 

Three Blades Fan: ભારતના સીલિંગ ફેનમાં ત્રણ બ્લેડ જ્યારે અમેરિકામાં ચાર, આવું કેમ?

Why There are only 3 blades in a celing fan: શિયાળાની સિઝન પૂરી થઈ છે અને હવે ધીમે-ધીમે ઉનાળાની ગરમી તેનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. ગરમી વધવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠે છે. ભીષણ ગરમીમાં પંખો તમને રાહત આપે છે. પરંતુ શું તમારા મનમાં ક્યારેય વિચાર આવ્યો છે કે મોટાભાગના પંખામાં માત્ર 3 જ બ્લેડ કેમ હોય છે. દેશમાં મોટાભાગે તમે ગમે ત્યાં ચાલ્યા જાઓ, તમને પંખામાં 3 જ બ્લેડ જોવા મળશે. જણાવી દઈએ  કે પંખામાં 3 બ્લેડ હોવા પાછળ એક મોટું સાયન્સ હોવાનું માનવામાં આવે છે. સાયન્સ કહે છે કે પંખામાં જેટલી વધારે બ્લેડ હશે તેટલી પંખો ઓછી હવા ફેંકશે. આથી મોટાભાગે ગરમ પ્રદેશોમાં ત્રણ બ્લેડવાળા પંખાનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં ગરમી વધારે પડે છે. આજ કારણ છે કે અહીંયા ત્રણ બ્લેડવાળા પંખા હોય છે. 

આ પણ વાંચો:
જો તમારા આધાર કાર્ડને 10 વર્ષ પૂરા થયા છે. તો જલદી થી કરો આ કામ
હવે શહેરમાં કાળા ડામરના નહીં, સફેદ રોડ જોવા મળશે, ખાસિયતો જાણી વિદેશની યાદ આવશે!
Somvati Amavasya ના દિવસે ગુપ્ત રીતે કરી લો આ કામ, ક્યારેય નહીં સતાવે રૂપિયાની તંગી

આ દેશમાં હોય છે 4 બ્લેડવાળા પંખા:
ઠંડા પ્રદેશોમાં પંખાને એકઝોસ્ટ કરવા માટે વધારે ઉપયોગ કરવામાં આવે છે અને આ એક્ઝોસ્ટમાં 4 બ્લેડ હોય છે. તેનો ઉપયોગ વેન્ટિલેશન માટે કરવામાં આવે છે. અહીંયા ઓછી હવાની જરૂરિયાત હોય છે. આથી અમેરિકા અને યૂરોપના દેશોમાં જો પંખાનો ઉપયોગ કરવામાં આવે છે તો તેમાં 4 બ્લેડ હોય છે. 

જાણી લો તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ:
સાયન્સ કહે છે કે મોટરની કેપેસિટીના હિસાબથી પંખામાં જેટલી ઓછી બ્લેડ હશે તે તેટલી વધારે હવા ફેંકશે. આથી 3 બ્લેડવાળા પંખા 4 બ્લેડવાાળા પંખાની સરખામણીમાં વધારે હવા ફેંકે છે. પંખાની મોટર પર બ્લેડના લોડના કારણે આવું થાય છે. વિદેશમાં ઉપયોગમાં આવતાં ટેબલ ફેનમાં પણ 4 બ્લેડનો ઉપયોગ કરવામાં આવે છે. આથી તે ઓછી હવા ફેંકે છે. જયારે મોટર પર લોડ વધે છે ત્યારે મોટર ધીમી ગતિથી ચાલે છે અને હવા ઓછી આવે છે. જ્યારે લોડ ઓછો હોય છે ત્યારે હવા વધારે ફેંકે છે.

આ પણ વાંચો:
Blue Badge: હવે ફેસબુક બ્લૂ ટિક માટે આપવા પડશે રૂપિયા, ઝુકરબર્ગે કરી જાહેરાત
સાપ્તાહિક રાશિફળ: વૃષભ સહિત આ 5 રાશિના જાતકો માટે આ સપ્તાહ ખુબ જ ભાગ્યશાળી રહેશે
વાહનચાલકો ચેતી જજો! હવેથી ટ્રાફિકના આ 16 નિયમના ભંગ બદલ ઘરે આવશે ઈ-મેમો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More