Home> LifeStyle
Advertisement
Prev
Next

Skin Care: એક પણ રુપિયો ખર્ચ કર્યા વિના ઘરેલુ વસ્તુઓથી ગ્લોઈંગ સ્કીન મેળવવી શક્ય, ટ્રાય કરો આ વસ્તુઓ

Skin Care: આજે તમને ઘરના રસોડામાં ઉપલબ્ધ એવી વસ્તુઓ વિશે જણાવીએ જેની મદદથી તમે ઘર બેઠા કોઈપણ ખર્ચ વિના કોરિયન લુક મેળવી શકો છો. આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી ત્વચા પર આડઅસર પણ નહીં થાય અને ત્વચા સુંદર તેમજ બેદાગ બનશે. 

Skin Care: એક પણ રુપિયો ખર્ચ કર્યા વિના ઘરેલુ વસ્તુઓથી ગ્લોઈંગ સ્કીન મેળવવી શક્ય, ટ્રાય કરો આ વસ્તુઓ

Skin Care: છેલ્લા કેટલાક સમયથી સ્કીન કેરમાં કોરિયન ગ્લોનો ટ્રેંડ વધ્યો છે. કોરિયન ગ્લો માટે લોકો હજારો રૂપિયા ખર્ચે છે. પરંતુ કોરિયન ગ્લો તમે ઘરગથ્થુ ઉપાયોથી પણ મેળવી શકો છો. આજે તમને ઘરના રસોડામાં ઉપલબ્ધ એવી વસ્તુઓ વિશે જણાવીએ જેની મદદથી તમે ઘર બેઠા કોઈપણ ખર્ચ વિના કોરિયન લુક મેળવી શકો છો.

1. ચોખાનું પાણી ત્વચાને સોફ્ટ બનાવે છે અને કરચલીઓથી દુર કરે છે. તેનો ઉપયોગ કરવા માટે થોડા ચોખાને પાણીમાં ઉકાળો ત્યારબાદ તેને ગાળી લો અને તેનું પાણી સાઈડમાં રાખો. તે ઠંડું થઈ જાય પછી તેને સ્પ્રે બોટલમાં ભરી સવારે અને રાત્રે બે વખત ચહેરા પર લગાવો.

આ પણ વાંચો:

Hair Fall: ખરતા વાળ પાછળ જવાબદાર હોય છે આ 4 કારણ, સમય રહેતા કારણ જાણી સમસ્યા કરો દુર

ડાયટ કે કસરત વિના ઘટાડવું છે વજન? તો અપનાવો આ ઘરેલુ નુસખો, બરફની જેમ ઓગળશે ચરબી

ત્વચા માટે વરદાન છે મુલતાની માટી, આ વસ્તુઓ સાથે ઉપયોગ કરવાથી મળશે ઇન્સ્ટન્ટ ગ્લો

2. ખાંડનું સ્ક્રબ ત્વચાને એક્સફોલિએટ કરવા માટે સારી રીતે કામ કરે છે અને તે ત્વચાની સુંદરતા વધારે છે. તેના માટે અડધી ચમચી ખાંડમાં થોડું પાણી મિક્સ કરો. પછી આ મિશ્રણને ત્વચા પર લગાવો અને બેથી ત્રણ મિનિટ માટે મસાજ કરો. ત્યારબાદ હુંફાળા પાણીથી ચહેરો સાફ કરો.  

3. જો તમે કોરિયન જેવી ત્વચા મેળવવા ઈચ્છો છો તો મધનો ઉપયોગ પણ કરી શકાય છે.  મધ પોષક તત્વો અને એન્ટીઓકિસડન્ટસથી ભરપૂર હોય છે અને ત્વચાને ડાઘરહિત અને સોફ્ટ રાખવામાં મદદ કરે છે.

4. એલોવેરા જેલ ત્વચા પરના ડાઘને દુર કરવામાં અને  ત્વચાને હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે. તેના માટે એલોવેરાના પાનને અડધું કાપી તેમાંથી જેલ કાઢો. ચહેરા પર આ જેલ લગાવો અને તેને એક કલાક માટે તેને રહેવા દો. ત્યાર પછી ચહેરાને ગરમ પાણીથી ધોઈ લો.

5.  ગુલાબના તેલનો ઉપયોગ આયુર્વેદમાં રોગ તેમજ ત્વચાની સમસ્યાઓની સારવાર માટે કરવામાં આવે છે. આ તેલમાં ઓમેગા-3, વિટામિન ઇ અને વિટામિન એ હોય છે જે ત્વચા પરના નિશાન અને ડાઘને દુર કરવામાં મદદ કરે છે. તેને દરરોજ રાત્રે સૂતા પહેલા ચહેરા પર લગાવવું અને સવારે ચહેરો સાફ કરવો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More