Home> LifeStyle
Advertisement
Prev
Next

અજમાનું પાણી કેમ ગણાય છે 100 બીમારીઓની દવા? જાણો તેને બનાવવાની સચોટ રીત

અજમાનું પાણી કેમ ગણાય છે 100 બીમારીઓની દવા? જાણો તેને બનાવવાની સચોટ રીત

નવી દિલ્લીઃ અજમો માત્ર રસોડામાં બનતા ભોજનનો સ્વાદ જ નથી વધારતો, પરંતુ સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓને દૂર કરવામાં પણ ફાયદાકારક છે. કહેવાય છે કે અજમો એ દરેક મર્જની દવા છે. તેમાં રહેલા પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ વગેરે જેવા ઘણા પોષક તત્વો સ્વાસ્થ્યને જાળવવામાં ઘણી મદદ કરે છે. ખાસ કરીને મહિલાઓ માટે તેના પાણીનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તો ચાલો જાણીએ મહિલાઓ માટે અજમો કેવી રીતે ફાયદાકારક છે અને તેનું પાણી બનાવવાની સાચી રીત કઈ છે.
અજમાનું પાણી બનાવવાની સાચી રીત-
સૌથી પહેલા એક ગ્લાસ પાણી ઉકાળો અને તેમાં અડધી ચમચી અજમો નાખો. આ પછી, એક ગ્લાસ પાણી અડધો ગ્લાસ રહી જાય ત્યાં સુધી પાણીને ઉકળતા રહો. આ પછી એક ગ્લાસમાં અડધી ચમચી મીઠું નાખો અને અજમાનું પાણી ગાળી લો. ઠંડું થાય પછી તેને પીવો.
પીરિયડ્સ દરમિયાન થતા દુખાવાથી રાહત-
પીરિયડ્સ દરમિયાન પીડાથી પરેશાન મહિલાઓ માટે અજમાનું પાણી ખૂબ જ ફાયદાકારક છે. આ સિવાય જે મહિલાઓ અસંતુલિત હોર્મોન્સની સમસ્યાનો સામનો કરી રહી છે તેઓ અજમાના પાણીનું સેવન કરી શકે છે. આ પીવાથી તેમને ચોક્કસ રાહત મળશે.
અજમો ત્વચા સંબંધિત રોગોને દૂર કરે છે-
એવું માનવામાં આવે છે કે અજમો ત્વચાની સમસ્યાને દૂર કરવામાં ખૂબ જ કારગર સાબિત થાય છે. અજમામાં હાજર એન્ટીવાયરસ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટી ફંગલ ગુણો ફૂગને ત્વચાથી દૂર રાખવામાં મદદ કરે છે, સાથે તેમાં હાજર એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ ત્વચાની બળતરાને પણ ઘટાડે છે.
વાળની સમસ્યામાં પણ રાહત મળશે-
તમને આશ્ચર્ય થશે કે અજમો તમારા વાળની સમસ્યા માટે પણ ફાયદાકારક છે. ઘણીવાર સ્ત્રીઓ વાળ સંબંધિત સમસ્યાઓ જેવી કે ડેન્ડ્રફ, વાળ તૂટવા વગેરેથી પરેશાન રહે છે. આવી સ્થિતિમાં અજમાના પાણીના સેવનથી વાળ સંબંધિત  સમસ્યાઓ દૂર થઈ શકે છે.
સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે પણ ફાયદાકારક છે-
ઘણીવાર કેટલીક મહિલાઓને ડિલિવરી પછી દૂધની અછતની સમસ્યાનો સામનો કરવો પડે છે, જેના કારણે તેમના બાળકને પૂરતું પોષણ પણ મળતું નથી. આવી સ્થિતિમાં, જો આવી મહિલાઓ અજમાનું સેવન કરે છે, તો  તેમના બાળકને સંપૂર્ણ પોષણ પણ મળે છે.
સાંધાના દુખાવામાં પણ ફાયદો થશે-
જો તમે પણ સાંધાના દુખાવાની સમસ્યાથી પરેશાન છો તો અજમાનું પાણી તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. વાસ્તવમાં, અજમામાં બળતરા વિરોધી ગુણો હોય છે જે સાંધા સંબંધિત સમસ્યાઓથી રાહત આપે છે સાથે સંધિવા સંબંધિત સમસ્યાઓમાં પણ રાહત આપે છે.

(Disclaimer: The information on this site is not intended or implied to be a substitute for professional medical advice, diagnosis or treatment. All content, including text, graphics, images and information, contained on or available through this web site is for general information purposes only.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More